૧ રૂપિયાનો સિક્કો દુર્ભાગ્ય કરશે દુર, આ વિધિથી શિવજી પર કરો અર્પિત, કિસ્મત ચમકવા લાગશે

0
916
views

દરેકના ઘરમાં કોઈને કોઈ પ્રકારે મુસીબત આવતી હોય છે. દરેક વ્યક્તિ આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કોઈક ને કોઈક સંભવ પ્રયાસો પણ કરે છે. પરંતુ ઘણીવાર તેના દ્વારા કરેલા પ્રયત્નો થી સફળતા મળતી નથી અને તેના જીવનમાં સમસ્યા તેવી જ રહે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે અમુક જ્યોતિષશાસ્ત્ર દ્વારા જણાવેલા ઉપાય કરવાથી સારો ફાયદો થાય છે અને ઘર-પરિવારમાં ચાલતી દરેક સમસ્યા નો નિવારણ થાય છે.

જો તમારા ઘરમાં બિન પ્રતિદિન કોઈક ને કોઈક બીમારી થી પીડાતા હોય કે તમારા ઘર પરિવારમાં કોઈની ખરાબ નજર લાગી ગઇ હોય તો તેનાથી બચવા માટે એક રૂપિયાના સિક્કા ના ફાયદા વિશે જણાવીશું. જો તમે આનો ઉપાય કરશો તો તમારા જીવનમાં આવતા દુર્ભાગ્યથી છુટકારો મળશે. એક રૂપિયાનો સિક્કો લાભકારી માનવામાં આવે છે તેનો ઉપાય કરવાથી તમને તુરંત જ લાભ જોવા મળશે.

  • તમારા ઘર-પરિવારમાં કોઈ માણસ લાંબા સમય સુધી રોગ અને બીમારી માં હોય તો અને  સારવાર કરાવવા છતાં કોઈ ફેર ના થતો હોય તો એક રૂપિયાનો સિક્કાનો આ ઉપાય કરવો. પીડિત વ્યક્તિ એ તેના માથા ની બાજુમાં એક કટોરામાં મીઠું અને એક રૂપિયાનો સિક્કો તેમાં મુકી અને સૂઈ જવું આ ઉપાય કરવાથી બીમારીથી છુટકારો મળશે.
  • જો તમે એક સ્વસ્થ જીવનશૈલી જીવવા માગતા હોય તો રાત્રે સૂતા સમયે તમારા તકિયા નીચે એક રૂપિયાનો સિક્કો મુકીને સુઈ જવું અને બીજા દિવસે સવારે ઊઠીને તે સિક્કાને સ્મશાનમાં મૂકી દેવો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહેશે.
  • જો તમારા ઘર પરિવારમાં કોઈ નાના છોકરા ને નજર લાગી હોય કે તે દૂધ પીવાનું બંધ કરી દે તો એક રૂપિયાના સિક્કા થી બજારમાં જઈને મરચા લેવા અને તે મરચા થી તેની નજર ઉતારવી આ ઉપાય કરવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થશે.

  • જો તમે ઈચ્છતા હોય કે તમારી કિસ્મત તમને પૂરો સાથ આપે તો અને દુર્ભાગ્યથી છુટકારો મળે તે માટે એક રૂપિયાનો સિક્કો અને નાડાછડી સાચવીને રાત્રે તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જવું. બીજા દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને તેને શિવજી પર અર્પિત કરવો આ ઉપાય કરવાથી તમારુ દુર્ભાગ્ય દૂર થશે અને શિવજી ના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટ દૂર થશે.

ઘણા ઉપાય એવા હોય છે કે જે નાના અને દેખવામાં સરળ લાગે છે. પરંતુ તેનો પ્રભાવ તરત જ જોવા મળે છે. આ જ ઉપાય માંથી આ એક એક રૂપિયાના સિક્કા નો ઉપાય છે. જેને કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ચાલતી અનેક પ્રકારની સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે અને તેનાથી ભાગ્યનો પણ સાથ મળે છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ અવશ્ય જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here