ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો ગરમ પાણી સાથે કરો આ વસ્તુનું સેવન

0
1398
views

મધ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, તે ખોરાક અને પીણામાં મીઠાશ લાવવા માટે પણ જાણીતું છે. ઘણા ડોક્ટરો શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે મધ લેવાની સલાહ આપે છે. તમે ઘણી રીતે મધ લઈ શકો છો. તમે દરરોજ એક ચમચી કાચું મધ લઈ શકો છો. અથવા તમે તેને પીણા અથવા કોઈપણ ખાદ્ય ચીજો સાથે ભેળવીને પણ લઈ શકો છો.

મધ લેવાની બીજી સારી રીત એ છે કે તેને ગરમ પાણીની સાથે લેવુ. તમે મધ અને ગરમ પાણીના મિશ્રણમાં લીંબુના થોડા ટીપા પણ ઉમેરી શકો છો. ગરમ પાણી સાથે મધ લેવાથી વજન ઓછું થાય છે. કેવી રીતે ચાલો જાણીએ?

પાચન

સારા પાચન માટે દરરોજ સવારે મધ અને લીંબુને ગરમ પાણીમાં ઉમેરીને પીવો. એ તમારા પેટને સાફ કરવામાં મદદ કરશે. આ લીવરમાં એવા રસનું ઉત્પાદન વધારે છે જે પાચન ક્રિયા માં મદદ કરે છે. તે જ સમયે, લીંબુ પાચન માર્ગને ઢીલું કરે છે જેથી ખોરાક તેના દ્વારા સરળતાથી પસાર થઈ શકે. આનાથી બિનજરૂરી રીતે વજન વધતું નથી અને બ્લોટિંગની પણ સમસ્યા રહેતી નથી. વજન ઘટાડવાની એક રીત લીંબુ અને મધને ગરમ પાણી સાથે લેવાથી થાય છે.

ક્લેન્જર

મધ સાથે ગરમ પાણી લેવાથી શરીરના બિનજરૂરી ઝેરી પદાર્થ દૂર થાય છે. બ્લોટિંગ અને બ્લીચિંગની સમસ્યા આ બિનજરૂરી ઝેરી પદાર્થ થી જ થાય છે. મધ અને લીંબુ સાથે ગરમ પાણી લેવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ મૂત્ર માર્ગ દ્વારા દૂર થાય છે અને શરીર શુદ્ધ થાય છે. આ વજન ઘટાડવાનું કારણ બની શકે છે, કારણ કે શરીરમાં સંગ્રહિત દૂષિત પદાર્થો વજનમાં મોટી માત્રામાં વધારો કરે છે. મધને ગરમ પાણી સાથે લેવાથી શરીરને શુદ્ધ કરે છે અને  એના ગુણથી વજન ઓછું કરે છે.

ઉર્જા વધારો

મધ અને ગરમ પાણી પણ ઉર્જામાં વધારો કરે છે. શરીરમાં વધુ ઉર્જા ઉત્પન્ન થતાં શરીરના મેટાબોલિઝમ અને કાર્યમાં વધારો થાય છે. મધ શરીરના ભાગોને યોગ્ય રીતે કાર્ય કરવા પ્રેરે છે. આવી સ્થિતિમાં ઉચ્ચ મેટાબોલિઝમ કેલોરીને બાળી નાખે છે. કેલોરી અને ચરબી બર્ન થાવાથી આખરે વજન ઓછું થાય છે. તેમજ સવારે લીંબુ સાથે ગરમ પાણી પીવાથી તમે આખો દિવસ ઉર્જાસભર રહી શકો છો.

ભૂખની ઈચ્છા

મધ અને લીંબુ સાથે ગરમ પાણી લેવાથી ભૂખ પણ ઓછી લાગે છે. જો તમે સવારે તેનું નિયમિત સેવન કરો તો પછી તમે દિવસભર લેતા ખોરાકનું પ્રમાણ ઓછું થઈ જશે.  મધ અને લીંબુવાળા ગરમ પાણીમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે જે ભૂખ અને શુગરના સ્તરને ઘટાડીને પૂરતી ઉર્જા પ્રદાન કરે છે. તેથી જો તમે મધ અને લીંબુ સાથે ગરમ પાણીથી તમારા દિવસની શરૂઆત કરો છો, તો તમારું વજન ખૂબ હદ સુધી ઓછું થઈ જશે.

પોષક તત્વો અને વિટામિન્સ

મધ અને લીંબુને ગરમ પાણી સાથે લેવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. તેમાં ઘણાં આવશ્યક એન્ટી ઓક્સિડેન્ટ્સ, વિટામિન અને પોષક તત્વો જોવા મળે છે, તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-એફલેમેટ્રી ગુણધર્મો પણ હોય છે, જેના લીધે બ્લોટિંગની સમસ્યા થતી નથી.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here