માત્ર ૨૨ વર્ષની ઉંમરે IPS પરીક્ષા પાસ કરી ગુજરાતનો યુવાન બન્યો દેશનો સૌથી યુવા IPS અધિકારી, જામનગરમાં થશે પોસ્ટિંગ

0
313
views

ગુજરાતના કણોદરા ગામમાં રહેતા સફીન હસન દેશમાં સૌથી યુવાન આઇપીએસ અધિકારી બની ગયા છે. ૨૨ વર્ષીય હસનને ટ્રેનિંગ બાદ પોતાના જિલ્લા જામનગરમાં પહેલી પોસ્ટિંગ મળી. તેઓ ૨૩ ડિસેમ્બર થી સહાયક પોલીસ અધિક્ષકનું પદ સંભાળશે. તેઓનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરવા માટે તેમની માતાએ અન્ય ગ્રહોમાં કામ કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા હસને કહ્યું હતું કે, પોતાના પર આત્મવિશ્વાસ રાખવો, ભૂલ સુધારીને શીખવું અને સ્માર્ટ થી યુપીએસસી નહીં પરંતુ તેનાથી પણ મુશ્કેલ પરીક્ષાઓમાં સફળતા મેળવી શકાય છે.

પ્રથમ પ્રયત્નમાં યુપીએસસી પાસ

જુન, ૨૦૧૬ મા હસને તૈયારી શરૂ કરી. યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષા આપી. યુપીએસસી ની લેખિત પરીક્ષા ૫૭૦ માં રેન્ક થી પાસ કરી. ગુજરાત પીએસસી માં પણ સફળ થયા. આઈપીએસની ટ્રેનીંગમાં જામનગરમાં પહેલી પોસ્ટિંગ થઈ. ૨૩ ડિસેમ્બરના તેઓ એ.એસ.પી. નો ચાર્જ લેશે. હસન કહે છે કે, કોઈ પ્રવાહમાં સામેલ થવાને બદલે સફળતા માટે આપણે જાતે વિશ્લેષણ કરવું જોઈએ.

પરીક્ષા પહેલા એકસીડન્ટ, પેઈન કિલર ખાઈને પરીક્ષા આપી

યુપીએસસી મેન્સ ના ચોથા પેપર પહેલા હસનનું એક્સિડન્ટ થયું હતું. સવારે ૯ વાગ્યાથી પેપર શરૂ થવાનું હતું અને ૮:૩૦ વાગ્યે બાઈક સ્લીપ થવાથી તેમના ઘૂંટણ, કોણી અને માથામાં ઇજા થઇ. દુખાવો થતો હોવા છતાં પણ હસન એ વાતથી ખુશ હતા કે તેનું જમણો હાથ સારો હતો. હસન કહે છે કે – યુપીએસસી નું પેપર લાંબુ હોવાને કારણે, પેઈન કિલર લઈને તેઓ જાતે ડ્રાઈવ કરી પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પેપર આપ્યા બાદ એમઆઈઆર કરાવ્યું, તો ઘૂંટણમાં લીગામેન્ટ તૂટવાની જાણ થઈ. પગનું ઓપરેશન કરવાની જરૂરિયાત હતી, જે તેઓએ ઇન્ટરવ્યુ પુરું થયા બાદ કરાવ્યું.

હોવા છતાં યુપીએસસી નો ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા

માર્ચ, ૨૦૧૮ માં યુપીએસસી નો ઇન્ટરવ્યૂ હતો. ૨૦ ફેબ્રુઆરી સુધી હસનની તબિયત ખૂબ જ ખરાબ હતી. ડબલ્યુબીસી કાઉન્ટ 30 હજાર સુધી ઘટી ગયા હતા. ઇન્જેક્શન લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ તાવ ઊતરી રહ્યો ન હતો. ૧૫ માર્ચ ના હોસ્પિટલમાંથી રજા લઈને દિલ્હી પહોંચ્યા, જેથી ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકાય. એક સપ્તાહની તૈયારી બાદ ઈન્ટરવ્યૂ આપ્યો. જ્યારે રિઝલ્ટ આવ્યું, તો દેશભરમાં સેકન્ડ હાઇએસ્ટ માર્કસ મળ્યા હતા.

સંઘર્ષમાં પસાર થયું બાળપણ, સ્કૂલે ફી માફ કરી

હસનની માં નસીબ બેને દીકરાને ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરવા માટે ૧૪ વર્ષ સુધી લોકોના ઘરોમાં કામ કર્યું. પિતા મુસ્તફાભાઈ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા. હસને ૧૦ ધોરણ સુધી ગામમાં અભ્યાસ કર્યો. તેમની ખરાબ આર્થિક સ્થિતિ જોઈને પાલનપુર સ્કૂલે ૧૧મું અને ૧૨માં ધોરણની ફી માફ કરી દીધી હતી. જ્યારે એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો, તો સંબંધીઓએ ફી ભરવામાં મદદ કરી હતી. યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવા માટે વધારે પૈસાની જરૂર હતી, ત્યારે ગામના હુસેનભાઇ અને ઝરીનાબેને મદદ કરી.

બાળપણમાં કલેકટરને જોઈને ઓફિસર બનવાનું સપનું જોયું

જ્યારે હસન ૧૦ વર્ષના હતા, ત્યારે પોતાની માસી સાથે મેળામાં કલેકટરની લાલ લાઇટવાળી કાર જોઈ. કલેકટરનું સ્ટેટસ જોઈને માસી ને પૂછ્યું તો તેઓએ કહ્યું કે – તે જિલ્લાના રાજા છે. ત્યારથી હસને ઓફિસર બનવાનો નિર્ણય કરી લીધો હતો. હસને ગુજરાત પીએસસી પરીક્ષા ૩૪માં થી રેન્ક પાસ કરી હતી. તેઓને જિલ્લા રજિસ્ટ્રારની નોકરી પણ મળી, પરંતુ તેઓએ કોશિશ ચાલુ રાખી અને આઇપીએસ બનવાની દ્રઢ ઈચ્છા પુર્ણ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here