World Cup-2019 : ઇંગ્લૈંડ વિરુધ્ધ “કેસરી” જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો શા માટે

0
1894
views

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ઇંગ્લેન્ડની વિરુદ્ધ થનાર મેચમાં ભારતીય ટીમ પોતાની વૈકલ્પિક જર્સી નો ઉપયોગ કરશે, જે પાછળથી કેસરી રંગની દેખાય છે. આગળથી તે બ્લુ રંગની જ દેખાય છે. ઓરીજનલ બ્લુ રંગની તુલનામાં આ જર્સી નો પાછળ નો ભાગ કેસરી રંગનો છે. જો કે અન્ય ટીમો વિરુદ્ધ ઉતરતા સમયે ભારતીય ટીમ પારંપરિક બ્લુ રંગની જર્સીમાં જ રમતી જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “લોકો આ જર્સી ને લઈને અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. આ એક વેકલ્પિક જર્સી છે જે ભારતીય ટીમ 30 જૂનના રોજ ઇંગ્લેન્ડ સાથે થનાર મેચ દરમિયાન પહેરશે.” ICC નિયમો અનુસાર નેટ બંધ ટીમને આઈસીસીની ટૂર્નામેન્ટમાં રમતા સમયે પોતાની જર્સી નો રંગ જાળવી રાખવાના હોય છે. બંને દેશોની જરસી બ્લુ રંગની હોવાના કારણે ભારતીય ટીમની જર્સી ના રંગમાં બદલાવ કરવામાં આવેલ છે.

દક્ષિણ આફ્રિકા પણ રમી ચૂક્યું છે અન્ય રંગની જર્સીમાં

હકીકતમાં હાલના વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લઇ રહી છે. જેમાંથી અમુક ટીમના ખેલાડીઓની જર્સી નો રંગ એક જેવો જ છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચમાં પોતાને વૈકલ્પિક નો ઉપયોગ કરેલ હતો. તેનું કારણ એ હતું કે દક્ષિણ આફ્રિકા જો પોતાની પરંપરાગત જર્સી સાથે મેચ રમવા ઊતરે તો બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ની જર્સી નો રંગ એક જેવો જ (લીલો) દેખાય.

શું ખાસ છે આ જર્સીમાં

આ પહેલા ક્યારેય પણ ટીમ ઇન્ડિયાએ એક થી વધારે જર્સી નો ઉપયોગ કરેલ નથી. આ પહેલી વખત એવું બનશે કે જ્યારે ટીમ ઇન્ડિયા બે પ્રકારની જર્સીઓ સાથે મેચ ખેલવા જશે. ઓરીજનલ બ્લુ રંગની તુલનામાં આ જર્સી નો રંગ પાછળના ભાગમાં કેસરી રંગ હશે.

શા માટે બદલવી પડશે ટીમ ઈન્ડિયાએ પોતાની જર્સી

હકીકતમાં આઈસીસીના નિયમો અનુસાર યજમાન ને આઈસીસીની ઈવેન્ટમાં રમતા સમયે પોતાની જર્સી નો રંગ જાળવી રાખવાનો હોય છે. ટીમ ઇન્ડિયાની ઝાંસી નો રંગ પણ બ્લુ હોવાના કારણે ટીમ ઇન્ડિયાની જર્સીના રંગમાં બદલાવ કરવામાં આવેલ છે. ઇંગ્લેન્ડ ટીમ ના જર્સી નો રંગ આછો બ્લૂ છે જ્યારે ટીમ ઈન્ડિયાની જર્સી નો રંગ ઘાટો બ્લુ છે. એટલા માટે મેચ દરમિયાન કોઈ પણ પ્રકારનો ભ્રમ થાય એટલા માટે ટીમ ઈન્ડિયાએ પોતાની જ રંગ બદલવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here