Whatsapp યુઝર માટે ખરાબ સમાચાર, ૩૧ ડિસેમ્બર પહેલા કરી લો આ કામ નહિતર બંધ થઈ જશે

0
1824
views

દુનિયાભરમાં વોટ્સઅપ નો ઉપયોગ કરતા લોકોની સંખ્યા કરોડોમાં છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હોવાને કારણે વોટ્સઅપ ખૂબ જ લોકપ્રિય છે. યુઝરને સારી સુવિધાઓ આપવા માટે વોટ્સઅપ સમય સમય પર પોતાની એપ્લિકેશનને અપડેટ કરતું રહે છે. નવું વર્ષ નજીક આવી રહ્યું છે અને ફરીથી એક વખત કંપનીએ પોતાની એપ્લિકેશનને અપડેટ કરવાની છે. પરંતુ આ અપડેટ અમુક યૂઝર્સ માટે ખરાબ સમાચાર બની શકે છે, કારણ કે ૩૧ ડીસેમ્બર થી ઘણા સ્માર્ટફોનમાં વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દેશે.

જલ્દી ખરીદી લો નવો ફોન

જો તમે વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે નવો ફોન લેવાની જરૂરિયાત છે. હકીકતમાં આવતા વર્ષથી વોટ્સઅપ દુનિયાના બધા જ વિન્ડોઝ ફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે, તેની પાછળ તર્ક આપતા કંપનીએ જણાવ્યું હતું કે, અમે આવનાર ૭ વર્ષો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. વોટ્સઅપની સુવિધા હવે ફક્ત એ ફોનમાં જ મળશે જેનો લોકો વધારે ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સઅપે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે અમે એપ્લિકેશનમાં અમુક બદલાવ કરી રહ્યા છીએ જે ફક્ત એ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે તેનો ઉપયોગ સૌથી વધારે હશે.

આવતા વર્ષે આ ફોનમાં થઇ જશે બંધ

ફક્ત વિન્ડોઝ ફોન નહીં પરંતુ આવતા વર્ષથી એપલના iOS ઓપરેટિંગ સિસ્ટમ પર વોટ્સઅપ કામ કરવાનું બંધ કરી દેશે. ફક્ત એટલું જ નહીં પરંતુ ઘણા એન્ડ્રોઇડ યુઝર્સને પણ આ સુવિધા મળવાની બંધ થઈ જશે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ થી એપલના iOS 8 અથવા તેનાથી જુના ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપયોગ થતા ફોનમાં આ એપ્લિકેશન કામ કરશે નહીં. એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરતાં યુઝરને પણ આ સુવિધા મળશે નહીં.

આ ફોનમાં પહેલાથી જ બંધ થઈ ચુક્યું છે

વોટ્સઅપ કોઈપણ મેસેજિંગ એપ કરતા સૌથી વધારે લોકપ્રિય છે જેના કારણે જો એપ બંધ થાય છે તો લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એવું નથી કે વોટ્સઅપ આવું પહેલી વખત પગલું ભરી રહ્યું છે, આ પહેલા પણ ઘણા ફોનમાં એપ બંધ થઈ ચૂકી છે. પાછલા વર્ષે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બાદ વોટ્સઅપ એ બ્લેકબેરી OS, બ્લેકબેરી 10, Windows Phone 8.0 સહિત ઘણા જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાની સેવાઓ આપવાનું બંધ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here