એવું માનવામાં આવે છે કે લગ્ન પછી છોકરીઓનું પૂરું જીવન બદલાઈ જાય છે પરંતુ માત્ર છોકરીઓનું જીવન બદલ છે તે કહેવું ખોટું છે. કારણ કે છોકરાઓનું જીવન પણ પૂરી રીતે બદલાઈ જાય છે. તેમના જીવનમાં પોતાના મનથી કંઈ પણ નથી કરી શકતા. લગ્ન પછી છોકરાઓ ઉપર અનેક જવાબદારી આવી જાય છે જેમાં પોતાની પત્નીની સંભાળ રાખવી અને તેની દરેક જરૂરતો પૂરી કરવી. તે બધા ઉપરાંત તેના પરિવારને વધે છે તો આગળ શું કરવું તે પ્લાન પણ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન કોઇ પુરુષનું ધ્યાન અહીં-તહીં ભટકાઈ જાય તો તે ખૂબ જ સમસ્યા થાય છે. તેથી પુરુષે હંમેશા આ ત્રણ ચીજથી સંતુષ્ઠ રહેવું જોઈએ. ચાણક્ય નીતિમાં તેની વાત કરવામાં આવી છે.
પુરુષે હંમેશા આ ત્રણ ચીજોથી રહેવું જોઈએ સંતુષ્ટ
ચાણક્ય નીતિમાં અનેક વાતો બતાવવામાં આવી છે. જેમાંથી પતિ પત્ની ઉપર અલગ અમુક દોહા લખવામાં આવ્યા છે પતિ-પત્ની તેને પોતાના જીવનમાં ઉતારે તો તેમનું જીવન સ્વર્ગથી પણ સુંદર બની જાય છે. ચાણક્યના દોહામાં સમજી શકાય છે કે કેવી રીતે ત્રણ ચીજોથી પુરુષે સંતોષ કરવો જોઈએ. તે કઈ ત્રણ ચીજોથી પુરુષને સંતોષ કરવો જોઈએ અને કઇ ચીજોથી નહીં.
પોતાની પત્ની
દરેક વ્યક્તિએ પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ અને તેને સંપૂર્ણ પ્રેમ આપવો જોઈએ. જો તે કોઈ બીજી સ્ત્રીની પાછળ જાય છે તો તે બરબાદ થઈ જાય છે અને સંબંધ પણ તુટીં જાય છે. તેથી બીજી સ્ત્રીની પાછળ ભાગવું નહીં બીજી સ્ત્રી પર ધ્યાન આપવું નહીં. બીજી સ્ત્રી પર ધ્યાન આપતા તેની પત્ની હંમેશા તેનાથી દુઃખી રહે છે અને તેથી વ્યવહારિક જીવનમાં સુખ નથી રહેતું તેથી પોતાની પત્નીથી સંતુષ્ટ રહેવું જોઈએ.
ભોજન
આપણને જે ભોજન ઘરમાં મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું જોઇએ, બીજા વ્યક્તિની થાળીમાં જોવાથી ભૂખ્યુ રહેવું પડી શકે છે. ઘરનું ભોજન છોડી અને બહારના ખોરાકમાં મન રાખનાર વ્યક્તિ જલ્દી બીમારીઓથી ઘેરાય જાય છે. તે હંમેશા પોતાનું નુકસાન જ કરે છે. આ વ્યક્તિ માત્ર સ્વાદના ચક્કરમાં પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે અને અનેક બીમારીઓનો શિકાર થઈ જાય છે.
ધન
પુરુષની જેટલી ઉંમર હોય છે તેનામાં એટલું જ સંતોષ રાખવો જોઈએ. વધારે ધન કે બીજાના ધનની લાલચમાં ના પડવું જોઇએ અને જે વ્યક્તિની નજર બીજાના ધન પર હોય છે તે દરેક સમય બીજાના ધનને મેળવવાની યોજના બનાવતો રહે છે. આવો વ્યક્તિ કોઈ ખોટું કામ કરવામાં પણ અચકાતો નથી. આ જ કારણને લીધે આગળ જઈને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તેથી તેનાથી બચવા માટે મનુષ્ય પોતાના ધનથી જ સંતુષ્ટ રહેવું જોઈએ.