વ્રત-ઉપવાસમાં ખાવામાં આવતા સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી? જાણો સત્ય

0
877
views

વ્રતમાં દરેક ઘરમાં સાબુદાણા ખાવા એ સામાન્ય બાબત છે. વળી ઘણી જગ્યા પર તો તેને પ્રસાદના રૂપમાં પણ ચઢાવવામાં આવે છે. પરંતુ જો તમને એ વાતની જાણ થાય કે તમારા દ્વારા વ્રતમાં ખાવામાં આવતા સાબુદાણા શાકાહારી નહીં પરંતુ માંસાહારી છે તો તમે શું કરશો? સાબુદાણાથી લાડુ, હલવો, ખીચડી વગેરે જેવા અલગ અલગ વ્યંજન બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે.

ફળોની તુલનામાં મોટાભાગના વ્રત કરતા લોકો સાબુદાણા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો એકવાર તમે આ સાબુદાણા બનાવવાની પ્રક્રિયા જાણી લેશો તો તમારા મનમાં આ સવાલ જરૂર થશે, કે સાબુદાણા હકીકતમાં માંસાહારી છે કે શાકાહારી? શું સાબુદાણા ખાવા થી વ્રત કે ઉપવાસ તૂટી તો નથી જતું ને?

શરૂઆતથી જોઈએ તો સાબુદાણા પૂરી રીતે પ્રાકૃતિક વનસ્પતિ છે. કારણકે તે એક સાગો પામ નામના વૃક્ષના મૂળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ બજારમાં મળતાં જે સાબુદાણાના નિર્માણને પૂરી પ્રક્રિયા હોય છે તેને જાણી લીધા બાદ તે કહેવું પડી શકે કે તે વનસ્પતિ નથી. કારણકે નિર્માણની આ પ્રક્રિયામાં જ સાબુદાણા માંસાહારી થઈ જાય છે.

ખાસ કરીને તે સાબુદાણા જે તામિલનાડુની ઘણી મોટી ફેક્ટરીમાંથી બનીને આવે છે. હકીકતમાં તામિલનાડુમાં મોટા પ્રમાણમાં સાગો પામ ના ઝાડ મળી આવે છે. એટલા માટે તામિલનાડુ દેશમાં સાબુદાણા નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ સાબુદાણા બનાવવાની મોટી-મોટી ફેક્ટરીઓ પણ લાગેલી છે. આ બધી ફેક્ટરીઓ સાબુદાણાને માસાહારી બનાવે છે.

સાબુદાણાની આ ફેકટરીઓમાં સાગો પામની જડોને એકઠી કરવામાં આવે છે અને તેમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે. સાગો પામ વૃક્ષના પલ્પને સાબુદાણા બનાવવા માટે મહિનાઓ સુધી ખાડામાં સડવા માટે રાખવામાં આવે છે. આ ખાડાઓની ખાસ વાત એ છે કે તેને પૂરી રીતે ખુલ્લા રાખવામાં આવે છે. ખાડાઓ ખુલ્લા હોવાના કારણે તેના ઉપર રાખવામાં આવેલી લાઇટને કારણે આ ખાડાઓમાં ઘણા જીવજંતુઓ પડતા રહે છે તથા સાથોસાથ આ સડી રહેલા સફેદ રંગના પલ્પમાં સૂક્ષ્મજીવો પેદા થાય છે.

હવે આ પલ્પ ને જીવજંતુઓથી અલગ કર્યા વગર પગથી મસળવામાં આવે છે. જેના લીધે બધા જ સૂક્ષ્મ જીવો અને કિટાણુ તેમાં ભળી જાય છે. પછી આ મસળવામાં આવેલ પલ્પ માંથી માવા જેવો આટો તૈયાર થાય છે. હવે તેને મશીનની સહાયતાથી નાના નાના દાણા અર્થાત સાબુદાણા ના રૂપમાં તૈયાર કરવામાં આવે છે તથા ત્યારબાદ તેને પોલિશ કરવામાં આવે છે. ત્યાર પછી તેને માર્કેટમાં પહોંચાડી દેવામાં આવે છે.

ત્યારબાદ તેને બજારમાંથી ખરીદીને તમે પોતાના ઘરમાં લાવો છો અને શ્રદ્ધા સાથે તેનો ઉપયોગ ફળાહાર ના રૂપમાં કરો છો. જોકે સાબુદાણા શુદ્ધ છે કે નહીં તેનો કોઈ દાવો અમે કરતા નથી. પરંતુ સાબુદાણા બનાવવાની જે જાણકારી ઉપલબ્ધ છે તેના માધ્યમથી અમે તમને આ પૂરી જાણકારી આપી છે. આ આર્ટીકલ ને વાંચ્યા બાદ તમારે જાતે નક્કી કરવાનું છે કે સાબુદાણા નો પ્રયોગ વ્રત કે ઉપવાસ દરમિયાન કરવો કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here