ઘરની વહુ દીકરી અને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વિવાહિત સ્ત્રી ચાહે તો કોઇ પણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો કોઇ પણ ઘરને નર્ક બનાવી શકે છે. કહેવામાં આવે છે કે દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તે વાત પોતાનામાં ખુબ જ સાચી છે. ઘરની લક્ષ્મી સ્ત્રી જ હોય છે. જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર ઘર નથી હોતું. દરેક ઘરની સમૃદ્ધિ સ્ત્રીથી જોડાયેલી હોય છે.
શહેરના જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્મા કહે છે કે દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ પૂરી રીતે સ્ત્રી ઉપર નિર્ભર હોય છે. ઘરની લક્ષ્મી ઘરના બધા કામ કરે છે તેમજ બધાનો ખ્યાલ પણ રાખે છે. પંડિતજી કહે છે કે જાણે અજાણ્યા માં વિવિધ રીતે ઘણી વખત એવી ભૂલો થઇ જાય છે કે જેનાથી ઘરની સુખ શાંતિ દૂર થઈ જાય છે. પંડિતજી કહે છે કે ઘરના અંદર કેટલાક કામ એવા હોય છે જેને ક્યારેય પણ સ્ત્રીઓએ ન કરવા જોઈએ.
સાવરણીને પગ ના મારવો
કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓ દ્વારા ક્યારેય પણ સાવરણી ને લાત ન મારવી જોઈએ. જે ઘરમાં મહિલાઓ સાવરણીને પગ લગાવે છે કે પગ થી ઠોકર મારે છે ત્યાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી હોતો. જો કોઇ સ્ત્રી ઘરમાં એવું કરે છે તો તે ઘરમાં દરિદ્રતા આવી જાય છે. તે ઘરમાં ક્યારેય પણ આર્થિક રૂપથી સંપન્ન નથી થઈ શકતું. તેથી ધ્યાન રાખો કે ઘરની મહિલાઓએ આ કામ ક્યારેય પણ ન કરવા જોઈએ.
એઠાં વાસણ ના રાખવા
ઘરની મહિલાએ ગમે ત્યારે ઘરની અંદર એઠા વાસણ ન રાખવા જોઈએ. ઘરની મહિલાઓને આદતો હોય છે કે તે તવી અને કડાઈને રસોડામાં એઠી રાખીને સુવા માટે ચાલી જાય છે. તો તમે પણ ઘરમાં આવું કરો છો તો તે ઘરમાં પણ લક્ષ્મી ક્યારેય પણ નથી આવતી અને તે ગરીબી અને દુઃખનું કારણ બને છે.
કોઈપણ ને ના આપો સિંદૂરદાની
સુહાગન મહિલાઓએ ક્યારેય પણ પોતાની સિંદુર ને જે પણ ડબ્બી કે સિંદૂરદાની માંથી સિંદૂર લગાવો છો તે તમારે કોઈને પણ ન દેવી જોઈએ અને સિંદૂર જ્યારે પણ લગાવો તો એકલામાં અને માથા ઉપર પાલવ રાખીને જ લગાવો.
ન આપો સાંકડા અને બંગડી
સુહાગન મહિલાઓ પોતાના હાથની બંગડીઓ અને પગમાં પહેરેલા સાંકડા પણ ક્યારેય કોઇની સાથે શેર ન કરવા જોઈએ. એવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
માથાની બિંદી
પોતાના માથાની બિંદી પણ ક્યારેય કોઈને ન દેવી જોઈએ.