વિટામિન B-12 ની ખામી થી વધી શકે છે પરેશાનીઓ

0
7186
views

હાલના સમયમાં વિટામિન B-12 ની સમસ્યા મોટાભાગના લોકોના જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ લોકોની ખાણી-પીણી છે. વિટામિન B-12ને સામાન્ય ગણીને અવગણના કરવાની ભૂલ કરવી નહીં. બેદરકારી રાખવાથી તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. વિટામિન બી-12 ની ઉણપને એક સાધારણ સમસ્યા માનવામાં આવે છે, પરંતુ તે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તો ચાલો તેના વિશે જાણીએ.

આનાથી આ થઈ શકે છે સમસ્યા

ફોર્ટિસ હોસ્પિટલ, બેંગ્લુરુની ડિરેક્ટર-ઇન્ટરનલ મેડિસિન ડો.શીલા ચક્રવર્તી ના કહેવા મુજબ શરીરમાં વિટામિન B-12 ના અભાવ થી એનિમિયા થઈ શકે છે, તેમજ કરોડરજ્જુની સમસ્યાઓ થઈ શકે છે. જો સ્થિતિ ગંભીર બને તો લકવો થવાનું જોખમ પણ રહે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો  ઘણીવાર મગજ પર નકારાત્મક અસર પડે છે.

આ લોકોને રહેલું છે વધુ જોખમ

જે વધુ પડતા આલ્કોહોલનું સેવન કરે છે, એનિમિયા અથવા પેટની સમસ્યાથી પીડિત વ્યક્તિને વધારે જોખમ રહેલું છે.

પ્રારંભિક લક્ષણો અને તપાસ

આમાં વ્યક્તિ બીમાર રહેવા લાગે છે. થાક, ઉદાસી, મોનું અલ્સર, પગમાં સોય જેવું વાગવું, જાખું દેખાવું અને ચક્કર આવવાની સમસ્યાઓ પણ થાય છે. તમે ડોક્ટર ની સલાહ લઈને  સીરમ B-12 લેવલની તપાસ કરાવી શકો છો.

વિટામિન B-12 ની ભૂમિકા

તે આપણા જીન્સ અને ડીએનએ બનાવે છે. શરીરમાં લાલ રક્તકણો બનાવે છે અને સાથે સાથે શરીરના વિવિધ ભાગોમાં પ્રોટીન પહોંચાડે છે. તે મગજ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આનુવંશિક કારણો પણ તેની ઉણપ માટે જવાબદાર હોઈ શકે છે.

આનાથી B-12 ની ઉણપ પુરી થશે

મોટેભાગે આ વિટામિનનો સ્ત્રોત એનિમલ પ્રોડક્ટ્સ છે, તેથી તેની ઉણપ મોટાભાગના શાકાહારી લોકોમાં જોવા મળે છે. જો કે તે બટાકા, ગાજર, બીટ વગેરે જેવી જમીની વસ્તુઓમાં આંશિક રીતે મળી રહે છે. તેથી શાકાહારી લોકોએ આવી ચીજોને આહારમાં લેવું જોઈએ. ઘણી વખત જોવામાં આવ્યું છે કે શરીરમાં લોહીના અભાવને લીધે શરીર તેને શોષી શકતું નથી. લોહીને વધારવા માટે દૂધ, દહીં, પનીર, પનીર, માખણ, સોયા દૂધ, તોફુ, સોયાબીન, મગફળી, કઠોળ અને ફણગાવેલા બીજ ખાઓ. આ ઉપરાંત ડોક્ટરની સલાહ સાથે વિટામિન B-12 સપ્લીમેન્ટને વિકલ્પ તરીકે પણ લઈ શકાય છે. આવા દર્દીઓએ આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here