વિધવા માતા માટે પાર્ટનર શોધી રહ્યો છે દિકરો, કારણ જાણીને તમે પણ વખાણ કરશો

0
836
views

દરેક વ્યક્તિને જીવન ખુશીથી જીવવા માટે એક જીવનસાથીની જરૂર હોય છે. એજ કારણ છે કે વિશ્વમાં લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. જો કે, લગ્નના થોડા વર્ષો પછી લોકો છૂટાછેડા અથવા અકસ્માતને કારણે જીવનસાથી ગુમાવે પણ શકે છે. આ પછી તેઓ એકલા પડી જાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ નાની ઉંમરે ફરીથી એકલુ પડી જાય છે તો તેના ફરી વખત લગ્ન કરી દેવા માં આવે છે. જો કે ઉંમર થયા પછી લોકો ફરીથી લગ્નનો વિચાર કરતા નથી.

જો તેઓ વિચાર કરે પણ છે તો સમાજ તેમની મજાક ઉડાવે છે. ખાસ કરીને જો કોઈ સ્ત્રી તેની મધ્યઅવસ્થામાં ફરીથી લગ્ન કરવા માંગે છે, તો સમાજ આને પચાવી શકતું નથી. જો કે કોલકાતાના હુગલીમાં રહેતા એક દીકરો સમાજની પરવાહ કર્યા વિના તેની વિધવા માતા માટે વરરાજાની શોધ કરી રહ્યો છે.

હકીકતમાં આજકાલ સોશિયલ મીડિયા પર એક ફેસબુક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ગૌરવ અધિકારી નામના યુવકે પોસ્ટ કરી છે. પોસ્ટમાં ગૌરવ કહે છે કે તે તેની વિધવા માતા માટે યોગ્ય વરને શોધી રહ્યો છે. ગૌરવ કહે છે કે મારી નોકરીને કારણે મારે ઘણી વાર ઘરની બહાર જ રહેવું પડે છે, પછી મારા લગ્ન થઈ જશે. આવી સ્થિતિમાં હું કદાચ મારી માતાને વધુ સમય આપી શકીશ નહીં. ગૌરવે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેની માતાને પુસ્તકો વાંચવા અને ગીતો સાંભળવાનો ખૂબ શોખ છે. જ્યારે હું બહાર હોઉં ત્યારે તે ખાલી સમયમાં આ બધું જ કરે છે.

જો કે આ પુસ્તકો અને ગીતોની મદદથી જીવન કાપી શકાતું નથી. આ વસ્તુઓ જીવનસાથીની અભાવને પૂરી કરી શકતી નથી. ગૌરવ કહે છે કે અમને પૈસા કે સંપત્તિનો લોભ નથી. અમે ઇચ્છીએ છીએ કે તેમનો પાર્ટનર આત્માનિર્ભર હોવો જોઈએ. તેઓ માત્ર મારી માતાને ખુશ રાખે, તેમાં મારી ખુશી જ છુપાયેલી છે. ગૌરવે વધુમાં કહ્યું કે મારા નિર્ણયને લીધે ઘણા લોકો મારો મજાક બનાવશે પણ આ બાબતો મારા નિર્ણયને બદલશે નહીં. હું મારી માતાને નવું જીવન આપવા માંગું છું. હું ઈચ્છું છું કે તેઓને નવો સાથી અને નવો મિત્ર મળે.

ગૌરવે એમ પણ કહ્યું હતું કે તે તેની માતાનો એકમાત્ર સંતાન છે. આવી સ્થિતિમાં તે ઈચ્છતો નથી કે તેની માતા એકલા પડે. ફેસબુક પર આ પોસ્ટ કરતા પહેલા તેણે તેની માતાને પૂછ્યું. માતાએ કહ્યું કે તે પોતાના પુત્ર વિશે વિચારી રહી છે. જોકે, ગૌરવ કહે છે કે માતા વિશે વિચારવું પણ મારું કર્તવ્ય છે. હું ઈચ્છું છું કે મારી માતાના બાકીના દિવસો સારા વીતે.

ગૌરવની આ પહેલ અને વિચારને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મળી રહી છે. તમારી માહિતી માટે અમેં તમને કહી દઈએ આ પહેલા આવી જ બીજી પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ હતી, જેમાં એક છોકરી તેની 50 વર્ષની માતા માટે યોગ્ય વરરાજાની શોધમાં હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here