જીવનની ભાગદોડમાં દરેક વ્યક્તિ પોતાના જીવનની પરેશાનીઓને દૂર કરવાની કોશિશ કરતો રહે છે. પરંતુ છતાં પણ વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થતી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે તે બધા જ ગ્રહોની ચાલ પર આધારિત હોય છે. ગ્રહોની ચાલ બદલવાને કારણે દરેક વ્યક્તિના જીવનમાં અલગ-અલગ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. ગ્રહોની ચાલ અનુસાર જ વ્યક્તિને ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર વર્ષો બાદ અમુક રાશિઓ એવી છે જેમના પર કુબેર દેવતાની કૃપા વરસવાની છે. આ રાશિના લોકોને ધન સાથે જોડાયેલી સમસ્યાઓ તથા સાથોસાથ નોકરીની ચિંતાઓ પણ દૂર થશે. તેમના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
મેષ રાશિના જાતકો ઉપર કુબેર દેવતા ની વિશેષ કૃપા વરસવાની છે. કોર્ટ-કચેરીની બાબતો કે જે લાંબા સમયથી રોકાયેલ હોય તેમાં હવે પ્રગતિ આવી શકે છે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ થઇ શકે છે. જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. મોટાભાગના લોકોને કાર્યસ્થળમાં પૂરો સહયોગ મળી રહેશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામકાજથી ખુશ રહેશે.
મિથુન રાશિવાળા લોકોને કુબેર દેવની કૃપાથી વેપારમાં લાભ ના અવસર પ્રાપ્ત થઇ શકે છે. ખાણીપીણીમાં વધારે રુચિ રહેશે. તમે પોતાના ઘર-પરિવાર સાથે કોઈ લગ્ન કરવા પાર્ટીમાં જઈ શકો છો. સંપત્તિના કાર્યોમાં તમને સારો એવો લાભ મળી શકશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથેના મતભેદ દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહેશે.
કન્યા રાશિવાળા જાતકોને કુબેર દેવતા ની કૃપાથી વેપાર અને નોકરીમાં ઘણાં ઉતાર-ચઢાવ બાદ સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી છુટકારો મળશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેવાની છે. ધર્મ અને કર્મ પ્રત્યેની તમારી રુચિ વધશે. તમે કોઈ નવા કાર્યોની યોજના બનાવી શકો છો, જેમાં મિત્રોનો પૂર્ણ સહયોગ મળશે. તમારું અંગત જીવન ખુશાલીપૂર્વક પસાર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.
વૃશ્ચિક આ રાશિવાળા લોકોને આવનારો સમય અતિ ઉત્તમ રહેવાનો છે. કુબેર દેવતા ની કૃપાથી ભાગીદારીમાં કરેલ કાર્ય ફાયદાકારક સાબિત થશે. ઘર-પરિવારના વડીલોનો આશીર્વાદ મળશે. સામાજિક કાર્યો તરફ તમે વધારે ધ્યાન આપશો. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને આ સમયમાં સારો લાભ મળી શકે છે. તમારા દ્વારા ઉઠાવવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું યોગ્ય સાબિત થશે.
મકર રાશિવાળા લોકોને કુબેર દેવતા ના આશીર્વાદથી આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે. તમે તમારા કોઈ નજીકના સંબંધી સાથે મુલાકાત કરી શકો છો, જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. તમને તમારી મહેનતનું સકારાત્મક ફળ મળશે. તમારા વિચારેલા દરેક કાર્યો પૂર્ણ થશે. તમે સકારાત્મક વિચાર સાથે આગળ વધીને આગળ વધી શકો છો. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. અચાનક આર્થિક નફાનો યોગ બની રહ્યો છે.