ટૂંક સમયમાં જ આ વર્ષ એટલે કે ૨૦૧૯નો અંત આવવાનો છે. વર્ષ ૨૦૨૦, ૧ જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે ૨૦૧૯ કેટલાક લોકો માટે સારું રહ્યું હશે, તો કેટલાક લોકો માટે તે ખૂબ ખરાબ સાબિત થયું હશે. આવી સ્થિતિમાં દરેકને ગમશે કે આવતા નવા વર્ષમાં તેમના નસીબના તારાઓને ચોક્કસ તક મળે. તમે ઈચ્છો તો તમે નવા વર્ષમાં સારા નસીબ લાવવા માટે કેટલાક વિશેષ કાર્ય કરી શકો. આ તમામ કાર્યો મંદિરની અંદર કરવામાં આવશે. જો તમે તેમને ૨૦૧૯ના અંત પહેલા કરો છો, તો ૨૦૨૦ માં તમારું નસીબ ખૂબજ સારું સાબિત થશે.
ખોટું કામ કરવા બદલ માફી
એવું કહેવામાં આવે છે કે માણસ હોઈ તો ભૂલ થાય. આપણા બધાથી પણ જીવનમાં કંઈક ને કંઈક ભૂલ તો થઈ જ હશે. કોઈને દુઃખ પહોંચાડવું, છેતરવું, હિંસા કરવી અથવા કોઈની સાથે ખૂબ ખોટું કામ કરવું તમને આવતા વર્ષે ભારી પડી શકે છે. આવી સ્થિતિમાં તે તમારા હિત માટે છે કે તમે મંદિરમાં જાવ અને ભગવાનના ચરણોમાં પડી સાચા હૃદય થી માફી માંગો. જો તમે ઇચ્છતા હોય તો તમે તમારા પ્રાયશ્ચિતથી તમારી ભૂલ સુધારી શકો છો. તમે બધાએ ‘કર્મ’ નું નામ તો સાંભળ્યું જ હશે. જો તમે કોઈની સાથે ખરાબ વર્તન કરો છો, તો તમારી સાથે પણ ખરાબ જ થાય છે. એટલે પહેલાથી જ ભગવાન પાસે માફી માંગી લો.
મોટું દાન
વર્ષના અંત સુધીમાં, તમે કોઈ મોટી વસ્તુ મંદિરમાં દાન કરી શકો છો. આ પૈસા અથવા કોઈપણ મંદિરની સામગ્રી હોઈ શકે છે. જો તમે ઇચ્છતા હોય તો મંદિરમાં ભંડારો પણ કરાવી શકો છો. આ પ્રકારનું કાર્ય કરીને ભગવાન તમારાથી પ્રસન્ન થશે અને તમારી પર હંમેશા કૃપા બનાવી રાખશે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમારે મંદિરમાં થોડું દાન કરવું જોઈએ. આ તમારા નસીબમાં ચોક્કસ સુધારો કરશે.
દોરા વાળું નારિયળ
એક નાળિયેર લો અને તેના પર પૂજાનો દોરો બાંધી દો. હવે મંદિરમાં જઇને ભગવાનની સામે દીવો પ્રગટાવો અને આ નાળિયેર પણ રાખો. આ પછી ભગવાનને તમારી કોઈપણ ઇચ્છા જણાવો. હવે નાળિયેર ફોડ્યા પછી તેને મંદિરમાં અર્પણ કરો અને તેને જાતે આરોગો. જે પૂજાનો દોરો તમે નાળિયેરમાં બાંધ્યો હતો તેને તમારા હાથમાં બાંધો. ઓછામાં ઓછા આવતા ૧૦૧ દિવસ સુધી તેને બાંધી રાખો. આ દોરો તમારા જીવનમાં તમારા ભાગ્યને મજબૂત બનાવવાનું કામ કરશે. ઉપરાંત તમને ખરાબ નસીબથી દૂર રાખશે.
અમને આશા છે કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે તમારું આગામી વર્ષ તમારા માટે ખુબ ખુશીઓ લાવે. જો તમે આ વર્ષના અંત પહેલા આ ત્રણેય કાર્યો કરો છો, તો તમારું આગામી વર્ષ ખુશીઓથી ભરાશે. પછી તમારે કોઈ પણ વસ્તુનું ટેન્શન લેવાની જરૂર રહેશે નહીં. તો પછી વિલંબ શું છે? તરત જ આ ત્રણેય કાર્ય કરવાનું શરૂ કરો અને તમારા નસીબના દરવાજા ખોલો. વધુમાં આ માહિતી શક્ય હોય તેટલા લોકો સાથે શેર કરો.