વપરાયેલ ચા ની પત્તીને (ભુકી) ભુલથી પણ ફેંકી ના દેવી, સોનાથી પણ વધારે છે કિંમતી

0
7724
views

ચા અને કોફી ઘણા માણસોને પસંદ હોય છે અને ઘણાને તો દરરોજ એક કપ ચા તો પીતા જ હોય છે. ચા બનાવ્યા પછી આપણે ચા ને ગાળીને તેને ફેકી દઈએ છીએ. જો તમે પણ ચા બનાવે પછી ચાય પતી ફેંકી દેતા હોય તો આવું ના કરો. કેમ કે પતીના પ્રયોગથી અનેક તકલીફો દૂર કરી શકાય છે અને ચહેરાના રંગને નિખારી શકાય છે. ચાય પતી અને કોફીનો પ્રયોગ કઈ કઈ ચીજ વસ્તુઓમાં રાહત મેળવવા માટે થાય છે આજે તેના વિશે જણાવીશું. કામની વસ્તુ હોય છે ચાય પતી અને તેનો ઉપયોગ નીચે દર્શાવેલ રીતે કરવો જોઈએ.

ચહેરાને સારી રીતે સાફ કરે

ચાય પતી અને કોફી ગ્રાઉન્ડને એક્સફોલિટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વસ્તુને ચહેરા પર લગાવવાથી મરેલી ત્વચા સાફ થઈ જાય છે અને ચહેરો એકદમ ચમકી જાય છે. જો તમે ચાય પતી અને કોફી ગ્રાઉન્ડ લઈને તેમાં નારિયેળનું પાણી મેળવો અને તે પેસ્ટ તૈયાર કરી. તે પેસ્ટને ચહેરા ઉપર દસ મિનિટ સુધી સ્ક્રબ કરવો ત્યારબાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં બે વખત આવી રીતે ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થઈ જશે અને મૃત ત્વચા હંમેશા માટે દૂર થશે.

હોઠ થાય છે ગુલાબી

જે લોકોને હોઠનો રંગ કાળો હોય છે તે લોકોને ચાય પતી અથવા કોફી ગ્રાઉન્ડમાં કોઈપણ તેલ મિક્સ કરીને તેને હોઠ પર બે મિનિટ સુધી લગાવો. આવી રીતે તેને મધ ની સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય છે.

દુર્ગંધ કરે દૂર

ચાય પતી અને ગ્રાઉન્ડએડ કોફીને મદદથી પગમાં રહેલી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. એક ટબમાં પાણી લેવું અને એ પાણીમાં ચાય પતી નાખવી અને તેની અંદર પગ દસ મિનિટ સુધી રાખવા આમ કરવાથી પગમાં રહેલી દુર્ગંધ દૂર થાય છે.

સનબર્ન દૂર થાય છે

સનબર્ન થવાથી તમે તમારી ત્વચા પર ચાય પતી લગાવી લેવી. તેનાથી તેમાં રાહત થાય છે અને તે હંમેશા માટે દૂર થાય છે. ત્રણ કપ પાણી ગરમ કરવું અને તેની અંદર ચાય પતી નાખવી અને ત્યારબાદ 10 થી 15 મિનિટ ઉકાળી અને તેને ઠંડું કરીને તે પાણીને ચહેરા ઉપર લગાવી લેવું આમ કરવાથી ત્વચાને ઠંડક મળશે અને એકદમ સાફ થઈ જશે.

મોઢાની દુર્ગંધ દૂર કરે

જો મોઢામાં દુર્ગંધ આવતી હોય તો ચાય પતીના પાણીથી કોગળા કરવા. ચાય પતીના કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેને પાણીમાં ઉકાળવી અને ત્યારબાદ તે પાણીથી કોગળા કરવા. દિવસમાં બે વખત કોગળા કરવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here