વેલેન્ટાઈન ડે સ્પેશિયલ : આ ૬ સપ્રાઇજિંગ વેલેન્ટાઈન ગિફ્ટ આપીને તમારા પાર્ટનરને ખુશ કરી દો

0
218
views

વેલેન્ટાઈન ડે ખૂબ જ નજીક આવી ગયો છે. જો તમે પોતાના પાર્ટનર માટે સરપ્રાઇઝ અથવા ગીફ્ટ નો કોઈ પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમારા માટે આ વેલેન્ટાઈન ડે પર પોતાના પાર્ટનર અથવા લવ ને ગિફ્ટ આપવા માટે અમુક બેસ્ટ આઈડિયા આપી રહ્યા છીએ. જેથી તમે પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરાવી શકશો, બની શકે છે કે તમારામાંથી કોઈએ પોતાના પાર્ટનરને ગુલાબ આપીને પ્રેમનો એકરાર કરવાનું વિચાર્યું હોય. તેમ છતાં પણ તમે પોતાના પ્લાનમાં આ આઇડિયાને સામેલ કરી શકો છો.

ચોકલેટ બુકે

ચોકલેટ સૌથી બેસ્ટ ગિફ્ટ આઈડિયા માંથી એક છે, જે ક્યારેય ફેલ થતો નથી. તો તમે એક ફૂલના બુકેના બદલે પોતાના પાર્ટનરને ચોકલેટ બુકે આપી શકો છો. તેમાં તમે પોતાના પાર્ટનરની પસંદગી ના હિસાબે ચોકલેટ બુકે તૈયાર કરાવી શકો છો. તે યુવક અને યુવતી બંને માટે બેસ્ટ ઓપ્શન છે.

પોતાની યાદગીરીની ફોટો ફ્રેમ

તમે અમુક આલતુ-ફાલતુ ફોટો ફ્રેમને બદલે પોતાની અમુક યાદગાર પળોને ફોટો કોલાજ કરી ફ્રેમ બનાવીને ગિફ્ટ આપી શકો છો. તે તમારા બંને વચ્ચેના સંબંધને ફરીથી કાજુ કરી તમારી અનુપસ્થિતિમાં તમારી યાદ અપાવશે.

વેબ ઉપર પોતાના પ્રેમને કબૂલ કરો

તમે વેબ એટલે કે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર દુનિયાને તમારી બોંડીંગ વિશે જણાવો. તે સિવાય જો તમારો કમિટેડ રિલેશનશિપ છે તો તમે એક ડોમેન ખરીદીને એક વેબસાઈટ અથવા વેબ પેજ તૈયાર કરો. પછી થોડા ફોટો, વીડિયો અપલોડ કરો અને લિંકને પોતાના મિત્રોની સાથે સોશિયલ મીડિયામાં શેયર કરો. પરંતુ તેમાં પહેલા તમારે પોતાના પાર્ટનરને મરજીનો અંદાજો લગાવવો પડશે કે તેવું ઈચ્છે છે કે નહીં.

પોતાની મીઠી યાદોને કેદ કરો સ્ક્રેપબુકમાં

તે સૌથી અનમોલ ઉપહાર છે જેને કોઈ પોતાના પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ કરી શકે છે. તમારા બંનેના બધા ફોટો અને પ્રિન્ટ કરાવીને તેને એક આલ્બમ પર ચીપકાવી દો. તમે તેને સ્ક્રેપબુક બનાવવા માટે ફોટો નીચે અમુક પ્રેમભર્યા અથવા ફોટો સાથે જોડાયેલા કેપ્શન લખી શકો છો.

રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડિનર

તમે પોતાના વેલેન્ટાઇન ડેને એક રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનરને સાથે પણ સ્પેશિયલ બનાવી શકો છો. તેના માટે તમે એક સારી અને શાંત જગ્યા પસંદ કરો, જે તમને એક સારો અહેસાસ અપાવી શકે. તમે ઈચ્છો તો તેને થોડા સરપ્રાઈઝિંગ રીતથી કરી શકો છો. જેમ કે એક સારા ડેકોરેશન અને એરેન્જમેન્ટ ની સાથે તેના કોઈ મિત્ર દ્વારા તેને તે જગ્યા પર બોલાવીને સરપ્રાઇઝ આપો.

ફૂલના બુકે અને કેકની સાથે અચાનક પહોંચવું

તમે પોતાના પાર્ટનરને રાતના ૧૨ વાગ્યે અથવા જે સમય તમારા અને તેના હિસાબે યોગ્ય હોય, તે સમયે વેલેન્ટાઈન ડે કેકની સાથે ગુલાબના ફૂલનો બુકે લઈને પહોંચો. ખરેખર તે તમારા પાર્ટનરના દિલને ખુશ કરી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here