વજન ઓછું કરવા માટે ૮૦ ટકા ખાણીપીણી અને ૨૦ ટકા એક્સરસાઇઝ નો ભાગ હોય છે. જેવી રીતે એક્સરસાઇઝ કરવાની એક ચોક્કસ રીત હોય છે તેવી જ રીતે ખાવા પીવાની પણ એક ચોક્કસ રીત હોય છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો મહિનામાં બે કિલો થી ૪ કિલો સુધી વજન ઘટાડી શકશો. તો ચાલો જાણીએ કે શું કરવાથી ઝડપથી વજન ઓછો થાય છે અને ફિટનેસ પણ જળવાઈ રહે છે.
ખાવામાં કેલરી ઓછી કરો અને વધારે કેલરી બર્ન કરો. તેની સાથોસાથ ફાઇબર અને પ્રોટીન વાળી ચીજો વધારે લો અને શારીરિક ગતિવિધિઓ પણ વધારો. જેના લીધે તમે ખૂબ જ ઝડપથી વજન ઓછું કરી શકશો કારણ કે તમારો BMR (બેસલ મેટાબોલીક રેટ) ઓછો નહીં થાય. ખાસ ધ્યાન રાખવું કે ભૂખ્યા રહેવાથી યોગ્ય રીતે વજન ઓછું કરી શકાતું નથી.
સ્નાયુઓની તાકાત અને ક્ષમતા વધે છે
પાર્કમાં નિયમિત વોકિંગ અને ૩૦ થી ૪૦ મિનિટ સુધી એક્સરસાઇઝ કરશો તો વજન ઘટાડવામાં મદદ મળશે. પાવર વૉકનો હેતુ એવો હોય છે કે ખૂબ જ ઝડપથી ચાલવું જોઈએ, જેને તુરંત જ દોડવામાં બદલી શકાય. તેનાથી તમારી કેલરી પણ બર્ન થાય છે અને સ્નાયુઓની તાકાત અને ક્ષમતામાં પણ ખૂબ જ વધારો થાય છે. કેલરી બર્ન થવાની સાથોસાથ સ્નાયુઓ પણ મજબૂત બને છે.
શરીરને ઇજા થવાની અથવા ભાંગતૂટ થવાની આશંકાઓ પણ સૌથી ઓછી હોય છે. ઢાળ પર ચડતા અથવા ઉતરવાથી જ શરીર ના પોશ્ચર, તાલમેલ અને સંતુલન સુધરે છે. હૃદય રોગો ની આશંકા ઓછી થઈ જાય છે. હાડકાઓ મજબૂત બને છે અને શરીરમાં સુગમતા આવી જાય છે.