વજન ઘટાડવા માટે લીંબુની સાથે પીવો આ ૨ ચીજો, ૨ મહિનામાં ઘટી જશે વજન

0
3301
views

વજન ઘટાડવા માટે ઘણા પ્રકારના સ્વાસ્થ્ય વર્ધક પીણા તમે પીતા હશો, જેમ કે લીંબુ પાણી, મધ પાણી, ગરમ પાણી વગેરે. આ બધા જ વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ લીંબુ થી બનેલા પીણા પીવાથી વજન ખૂબ જ જલ્દી થી ઓછું થાય છે. લીંબુ માં ઘણા એવા ગુણ રહેલા હોય છે જે વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાંથી પણ બચાવે છે.

લીંબુમાં રહેલા પોષક તત્વો

લીંબુમાં મોટી માત્રામાં વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, અમ્લીય તત્વ હોય છે, જેના લીધે વજન ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. આ બધાં જ પોષક તત્વો શરીરમાં રહેલા વધારાની ચરબીને ઓછી કરી નાખે છે.

ગરમ પાણી સાથે લીંબુ

જો વજન બહુ ઓછા દિવસોમાં ઘટાડવો છે તો દરરોજ સવારના સમયે ખાલી પેટ પાણી પીવો. જો તમે થોડા દિવસોમાં જ પેટની ચરબી અને વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો લીંબુના રસને એક ગ્લાસમાં હૂંફાળા પાણીમાં મિલાવીને પીવો. વજન ઓછું કરવા માટે તેનાથી સારો વિકલ્પ અન્ય કોઈ નથી. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીર ડિટોક્ષ થાય છે. શરીરની ચરબી ઝડપથી બર્ન થવા લાગે છે કારણ કે તેના લીધે શરીરનું તાપમાન વધવા લાગે છે. જેના લીધે શરીરમાં રહેલ ચરબી બર્ન થવાની પ્રક્રિયામાં આવવા લાગે છે.

લીંબુના રસમાં લાલ મરચું તથા મેપલ સિરપ

આ ત્રણેય વસ્તુઓને એકસાથે મિક્સ કરીને પીવાથી ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે. તેના સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. આ ત્રણેય વસ્તુઓના મિશ્રણને પાણીમાં મિક્ષ કરીને દરરોજ પીવાથી વજન ઓછું થવા લાગે છે અને સાથે સાથે અન્ય ઘણા ફાયદા થાય છે. આ વેટ લોસ ડ્રિંકને તૈયાર કરવા માટે લીંબુનો રસ લો. તેમાં એક ચપટી લાલ મરચાનો પાઉડર અને એક ચમચી મેપલ સિરપ નાખીને મિક્સ કરી દો. પછી તેને એક ગ્લાસ પાણીમાં નાખીને પી જાઓ.

આદુ લીંબુ શિકંજી

વજન ઓછું કરવા માટે આદુ અને લીંબુ માંથી બનાવેલ સિકંજી પીવો. આ વેટ લોસ ડ્રિંક ખૂબ જ ઝડપથી વજન ઓછું કરે છે. પાચનક્રિયા પણ તંદુરસ્ત રહે છે. બે લીંબુનો રસ અને આદુનો રસ લો. બંનેને સાથે મિક્સ કરીને ગરમ થવા દો. હવે તેમાં ત્રીજા ભાગનું પાણી અને બે લીંબુની છાલ નાખો. આ ડ્રિંકને ભોજન લીધા બાદ લેવાનું હોય છે, જેનાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here