વડોદરામાં દોઢ મહિનાને બાળકીને “વાસુદેવ” બનીને ગળાડુબ પાણી માંથી બચાવનાર વ્યક્તિ કોણ છે? જેનાં દરેક વ્યક્તિ કરી રહ્યા છે વખાણ

0
172
views

૩૧ જુલાઈના રોજ વડોદરામાં ૨૪ કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર બરોડામાં જળબંબાકાર થઈ ગયો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરામાં પોલીસની ટીમો દ્વારા રાહત અને બચાવ કાર્ય ની કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદ વડોદરા શહેર ટાપુમાં ફેરવાઈ ગયું હતું જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી એક તસવીર એ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીરમાં એક વ્યક્તિ પોતાના માથા પર પ્લાસ્ટિકના ટબ માં દોઢ મહિનાની બાળકીને ગળા સુધી પહોંચી ગયેલા પાણીમાંથી બચાવીને જઈ રહ્યા હતા. ઘણા લોકો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલ આ તસવીરમાં જણાવેલ હતું કે આ બાળકીને તેના પિતા બચાવીને જોઈ રહ્યા છે પરંતુ હવે તે વ્યક્તિની સાચી ઓળખ મળી આવી છે.

Image result for rescue kid in vadodara floodવીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોતાના જીવના જોખમે તેઓએ આ દોઢ મહિનાની બાળકીને બચાવી હતી. સાથોસાથ તેમણે ૭૩ લોકોના જીવ પણ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં બચાવ્યા હતા. આ જાંબાઝ વ્યક્તિ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. ગોવિંદ ચાવડા છે.

પીએસઆઇ ગોવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓને વડોદરા પોલીસ કંટ્રોલ માંથી મેસેજ આપવામાં આવ્યો હતો કે, વિશ્વામિત્રી નદીના તટ વિસ્તાર પર આવેલ દેવપુરા વિસ્તારમાં 50 થી પણ વધુ માણસો પાણીમાં ફસાયેલા છે. મેસેજ મળતા હું તથા અમારી સર્વેલન્સ ટીમના માણસો દેવપુરા ખાતે પહોંચ્યા હતા. સ્થળ પર આવીને જોયું તો માલૂમ પડ્યું હતું કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે જણાતો હતો.

Vadodara:PSI Govind Chavda rescue of 73 people

ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ કઠિન હોવાના કારણે અમે લોકો દોઢ કિલોમીટર સુધી ચાલીને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ એક વ્યક્તિએ અમોને તે ફસાયેલા લોકો સુધી પહોંચવા માટેનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ અમે દોરડું બાંધીને પાણીમાં ફસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા અને ૭૩ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

વધુમાં તેમણે જણાવતાં કહ્યું હતું કે, આ બચાવ કાર્યમાં એક દોઢ મહિનાની બાળકી પણ હતી. જેને બચાવવા માટે મેં તેમના ઘરમાં પડેલ ટબનો ઉપયોગ કર્યો હતો. બાળકને કપડાંથી વિટીને, ટબ માં રાખી અને તે તમને માથા પર મૂકીને તેને બચાવી લેવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે અમારી પાસે બચાવ ના કોઈ સાધનો ન હતા.

Vadodara:PSI Govind Chavda rescue of 73 people

એવામાં અમે એનડીઆરએફ ને કોલ કર્યો હતો પરંતુ તેઓ ને અહીંયા પહોંચવામાં સમય લાગે તેમ હતો જેથી અમે જાતે જ લોકોને બચાવવાનું નક્કી કર્યું હતું. મને પાણીમાં તરતા આવડતું હોવાથી તે લોકો સુધી પહોંચીને બચાવવાનો નિર્ણય કર્યો હતો. પી.એસ.આઇ ગોવિંદભાઈ દ્વારા કરવામાં આવેલ આ સમગ્ર કામગીરીની વડોદરા પોલીસ કમિશનર દ્વારા પણ પ્રશંસા કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here