ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ટ્રાફિક પોલીસને જોઇને લોકોના હોશ ઉડી જાય છે. પરંતુ એ સમયે આશ્ચર્ય જરૂર થશે કે જ્યારે ટ્રાફિક પોલીસ પાસે આવીને ફૂલ અને ચોકલેટ આપી જાય તો કેવું લાગે? આવી જ સ્થિતિ ૬ મહિના પહેલા આંબેડકર ચોક પાસે જોવા મળી. ટ્રાફિક ના નિયમોની શીખ લેતા લોકોએ પોલીસના આ પગલાંના વખાણ કર્યા હતા અને કહ્યું કે જો પોલીસ આવી થઈ જાય તો પરિસ્થિતી જ કઈક અલગ બની જાય.
આ સમયે એવી પરિસ્થિતી પણ આવી કે લોકોને ટ્રાફિકના નિયમો સમજાવતા સમયે પોલીસકર્મીના પતિ જ ત્યાથી હેલ્મેટ વગર પસાર થયા. પોલીસે તેમને પણ રોક્યા અને તેમની પત્નીના હાથેથી જ ફૂલ અને ચોકલેટ અપાવી.
લોકોને ડરાવવા નહીં પરંતુ સમજાવવા જોઈએ
એસપી પંકજ નૈન એ મંગળવારે ટ્રાફિક પોલિસને નિયમોનું પાલન ના કરતાં લોકોને અને વિશેષ કરીને ટુ-વ્હીલર વાહન ચલાવવા વાળા માટે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ ચલાવવાનો આદેશ કર્યો. નિયમોને તોડવા વાળા લોકો ને ડરાવવાની બદલે ફૂલ અને ચોકલેટ આપીને સમજાવવાના હતા.
તેવામાં પોલીસે નગરના સૌથી વ્યસ્ત આંબેડકર ચોક પર બધાને ઊભા રાખવાનું ચાલુ કર્યું તે દરમિયાન વધુ વાહનો હેલ્મેટ વગર પકડવામાં આવ્યા અને અચાનક વાહનચાલક પોલીસની સામે આવીને ગભરાઈ ગયા પરંતુ જ્યારે તેમની મહિલા પોલીસ કર્મી ફૂલ અને ચોકલેટ આપીને ભવિષ્યમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સલાહ આપતા ત્યારે લોકો એ પણ તેમનું સાથ આપ્યો.
મહિલા પોલીસકર્મીના પતિ હેલ્મેટ વગર પકડાઈ ગયા
આંબેડકર ચોકમાં નિયમ તોડવા વાળા લોકોને મહિલા પોલીસકર્મી ફૂલ અને ચોકલેટ આપી રહી હતી ત્યારે તે સમયે એક મહિલા પોલિસકર્મીના પતિ હેલ્મેટ વગર જતા હતા હેલ્મેટ વગર જ ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને રોકી અને તેમની પત્ની પાસે થી જ ફૂલ અને ચોકલેટ અપાવી. પત્નીએ પોતાના પતિને ભવિષ્ય માં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની શીખ આપી.