તો આ કારણથી શિવજીના ભક્તો નંદી ના કાનમાં કહે છે પોતાની મનોકામના

0
145
views

ભગવાન શિવજીના દરેક મંદિરમાં નંદીજીની મૂર્તિ જરૂર હોય છે અને નંદીની મૂર્તિ દરેક મંદિરમાં ભગવાન શિવજીની એકદમ સામે હોય છે. જે પણ લોકો શિવજીના મંદિરમાં જાય છે તે પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે. કેમકે નંદીજી ભક્તોની કામના સિદ્ધિ શિવજી પાસે પહોંચાડે છે. પરંતુ શું તમને ખબર છે કે શા માટે શિવજીના મંદિરમાં નંદીને એકદમ તેમની સામે રાખવામાં આવે છે અને કેમ લોકો શિવજીને નહિ પરંતુ નદીના કાનમાં પોતાની મનોકામના કહે છે? આવું કરવાના પાછળ એક કથા છે અને એક કથા આ પ્રમાણે છે.

નંદી ભગવાનની કથા

કહેવામાં આવે છે કે શિલાદ મુની દરેક સમયે તપસ્યામાં લીન રહેતા હતા અને તેમણે લગ્ન નહોતા કર્યા. જેનાથી તેમના પિતાને ચિંતા હતી કે તેમનો વંશ આગળ નહીં વધે. પિતાની આ ચિંતાનો નિવારણ માટે શીલાદ મુનિએ તપસ્યા કરી ભગવાન ઇન્દ્ર અને પ્રસન્ન કરવાની કોશિશ કરી કે તે ભગવાન ઇન્દ્ર પાસે એવું સંતાન મેળવી શકે જે જન્મ અને મૃત્યુના બંધનથી મુક્ત હોય. પરંતુ ઈન્દ્ર ભગવાન મુનિની આ ઈચ્છા પૂરી ના કરી શક્યા અને એવો પુત્ર શિલાદને ના આપી શક્યા. જો કે શીલાદ મુનિની તપસ્યાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને ઇન્દ્ર વરદાન પૂરું કરવામાં અસમર્થ થયા પછી શિવજીએ શિલાદને દર્શન આપ્યા અને તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દીધું.

થયો નંદીનો જન્મ

ભગવાન શંકરના વરદાન આપ્યાના થોડા સમય બાદ ભૂમિથી શીલાદને એક બાળક મળ્યું અને આ બાળકનું નામ તેમણે નંદી રાખ્યું. આ નંદી જ્યારે મોટો થયો તો બે મુનિઓએ નંદીને લઈને ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેમનું જીવન લાંબુ નથી. મુની ની ભવિષ્યવાણી સાંભળ્યા બાદ નંદીએ શંકરજીની પૂજા કરવાનુ ચાલુ કરી નાખ્યું અને જંગલમાં જઈને શંકરજીનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાન શંકર નંદીના ધ્યાન અને તપ થી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે નંદિને દર્શન આપ્યા. નંદીએ ભગવાન શંકર થી સદા તેમની સાથે રહેવાનું અને અમર થવાનું વરદાન માંગી લીધું.

ભગવાન શંકરે નંદીને આ બંને વરદાન આપી દીધા. તેની સાથે એવું પણ કહેવામાં આવે છે કે આજથી જે તેમનું નિવાસ હશે એ નદીનું પણ નિવાસ હશે અને નંદીને શંકર ભગવાને પોતાના દ્વારપાળ બનાવી દીધા. ત્યારબાદ જે પણ શંકરજીને મળવા માટે કૈલાસ આવતા હતા તેમને સૌથી પહેલા નંદીને મળવાનું રહેતું હતું. વળી ત્યાં કૈલાશમાં જ ભગવાન શંકરની સાથે રહેતા નંદીજી એ થોડાક સમય પછી મરુતોની પુત્રી સુયશા સાથે વિવાહ કરી લીધા.

શિવજીના આપેલા આ વરદાન થી દરેક મંદિરમાં નંદીજીની મૂર્તિ તેમની સામે રાખવામાં આવે છે. શંકર ભગવાન તપસ્વી છે અને તે તપસ્યામાં દરેક સમયે લીન રહે છે. જેના લીધે શિવજીના ભક્તો ભગવાન શંકરને બદલે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, જેથી નંદીજી તેમની દરેક મનોકામના ભગવાન શંકર સુધી પહોચાડી આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here