થાઈરોઈડ થવા પર ના કરો તેને નજરઅંદાજ, જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

0
2079
views

સ્ત્રીઓ થાઇરોઇડ રોગનો ભોગ વધુ બનતી હોય છે. બે પ્રકારના થાઇરોઇડ રોગ છે જે હાયપર થાઇરોઇડિઝમ અને હાઇપો થાઇરોઇડિઝમ તરીકે ઓળખાય છે. જ્યારે આ રોગો થાય છે ત્યારે ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં. આ લક્ષણો જોવા પર તરત જ થાઇરોઇડ પરીક્ષણો કરાવો. તે જ સમયે, જ્યારે ત્યાં થાઇરોઇડ હોય ત્યરે મુખ્ય લક્ષણો કયા છે તે આ પ્રકાર છે

હાયપર થાઇરોઇડના લક્ષણો

 • હાયપર થાઇરોઇડ થવાથી વજન એકદમ ઘટવા લાગે છે
 • જે લોકો હાઈપર થાઇરોઇડથી પીડાય છે તેઓને ગરમી ખૂબ જ લાગે છે અને તેમનું ગળું હંમેશા સુકાયેલું રહે છે
 • રાત્રે ઊંઘ ના આવી એ પણ હાયપર થાઇરોઇડનું મુખ્ય લક્ષણ છે.
 • હાઈપર થાઇરોઇડ થવાથી, હૃદય ઝડપથી ધબકવાનું શરૂ કરે છે અને ચક્કર આવે છે.
 • શરીરમાં અચાનક નબળાઇ આવે છે અને થાક લાગે છે.

હાયપો થાઇરોઇડનું લક્ષણ

 • હાયપો થાઇરોઇડ થાવથી તરત જ વજનમાં વધારો થશે તમે મેદસ્વી થશો.
 • જ્યારે હાયપો થાઇરોઇડ હોય ત્યારે દરેક સમયે સુસ્તી રહે છે.
 • સ્નાયુ અને સાંધાનો દુખાવો રહે છે.
 • ચાલતી વખતે થાક લાગવો.
 • ગળામાં અને તેની આસપાસની જગ્યાએ ભારે  લાગવું.
 • વાળ સુકા અને નિર્જીવ બની જાય છે.
 • કબજિયાત નું થવું.
 • વધુ ઠંડી લાગવી
 • ત્વચા સૂકી અને બેજાન લાગે છે.
 • પીરિયડ્સ લેટ આવે છે.

હાયપર થાઇરોઇડ અને હાઇપો થાઇરોઇડમાં હાઇપર થાઇરોઇડ વધુ જીવલેણ માનવામાં આવે છે. કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે વજન સંપૂર્ણપણે ઘટે છે અને શરીર નબળું પડે છે. થાઇરોઇડ રોગના કિસ્સામાં તેની સાથે સંબંધિત દવા આપવામાં આવે છે અને આ દવા દરરોજ પીવી પડે છે. સ્ત્રીઓએ થાઇરોઇડને અવગણવું જોઈએ નહીં. કારણ કે થાઇરોઇડ હોય ત્યારે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી આવે છે.

જ્યારે તમને થાઇરોઇડ હોય ત્યારે આ સાવચેતી રાખો

 • જ્યારે હાઇપો થાઇરોઇડ હોય ત્યારે તળેલી અને બહારની વસ્તુઓનું સેવન ન કરો. કારણ કે આ વસ્તુઓ ખાવાથી વજન વધે છે.
 • જો તમે ગર્ભ ધારણ કર્યું છે તો તમે થાઇરોઇડ પરીક્ષણ જરૂર કરવો. કેમકે સામાન્ય રીતે ગર્ભ ધારણના સમય દરમિયાન થાઇરોડ વધે છે દવાઓની મદદથી તેને નિયંત્રણમાં રાખવામાં આવે છે.

આ વસ્તુઓનું સેવન કરો

આદુનું સેવન કરો : આદુમાં પોટેશિયમ અને મેગનેશિયમ જોવા મળે છે  અને તે ખાવાથી થાઇરોઇડ રોગ નથી આવતું. જેમને થાઇરોઇડ હોય છે, જો તેઓ આદુ ખાય છે તો થાઇરોડ રોગ નિયંત્રણમાં રાખે છે.

દહીં અને દૂધનો વપરાશ કરવાથી : દહીં અને દૂધનું સેવન કરવાથી થાઇરોઇડ સામે પણ રક્ષણ મળે છે અને ઠીક પણ થઈ જાય છે. તેથી જો તમને આ રોગ છે તો તમારા આહારમાં દૂધ અને દહીંનો સમાવેશ કરો. દહીં અને દૂધમાં કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે શરીર માટે સારું માનવામાં આવે છે.

(મુલેઠી) જેઠીમઘનો શીરો ખાવાથી : થાઇરોઇડના દર્દીઓ માટે જેઠીમઘનો શીરો અત્યંત અસરકારક સાબિત થઇ છે અને થાઇરોડની માત્રા બરોબર બની રહે છે. તે જ સમયે થાઇરોઇડને કારણે શરીરમાં રહેલી ઉણપ પણ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here