તેનાલીરામ ની સ્ટોરી : રાજાએ બધાને સોનાની મુદ્રા આપીને કહ્યું કે તેઓ જે ઈચ્છે તે ખરીદી લે

0
425
views

એક વખત રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ ખુશ હતા. તેમણે તેમના મંત્રીઓ અને તેનાલીરામ ને સોનાની મુદ્રાઓ ઉપહાર તરીકે આપી. સોનાની મુદ્રાઓ આપતા સમયે રાજા કૃષ્ણદેવરાય તેમના દરેક મંત્રીઓને કહ્યું કે, તેનાથી તેમને જે જોઇએ તે ખરીદી લે અને એક અઠવાડિયા પછી દરબારમાં આવી અને જણાવે કે તેમણે શું લીધું.

રાજા કૃષ્ણદેવરાય આપેલી મુદ્રાઓથી દરેક ખુશ થઈ ગયા અને રાજા નો આભાર માનવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે આ મુદ્રાઓથી તમે કંઈ પણ ખરીદવા જતા પહેલા મારા ચહેરાને એક વખત જોવો. એક અઠવાડિયા પછી મારી આપેલી મુદ્રાઓ બચી જાય તો મને પાછી આપી દેવી.

દરબારના અમુક મંત્રીઓએ વિચાર્યું કે રાજાએ આપેલી મુદ્રાઓ એક અઠવાડિયા પહેલાં જ ખતમ કરી નાંખે કેમકે તેમને રાજાને તે મુદ્રાઓ પાછી આપવી ના પડે. બીજા દિવસે દરેક મંત્રીઓ બજાર જઈને ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા પરંતુ તેમણે જેવી આ મુદ્રાઓ દુકાનવાળાને આપી તેમને રાજા ની વાત યાદ આવી ગઈ કે તેમનો ચહેરો દેખ્યા વગર મુદ્રાઓનો ખર્ચ ન કરવો.

દરેક મંત્રી ઉંડા વિચારમાં પડી ગયા કે કેવી રીતે મુદ્રાઓનો ખર્ચ કરવો. ત્યારે એક મંત્રીએ જણાવ્યું કે રાજા અઠવાડિયામાં એક વખત બજારમાં આવે છે. એટલે જ્યારે રાજા બજારમાં આવશે ત્યારે તેમને જોઈને આ મુદ્રાઓ નો ખર્ચ કરી લેશુ. તે દરેક મંત્રી રોજ રાજા ની રાહ જોવા લાગ્યા પરંતુ રાજા બજારના આવ્યા અને મંત્રીઓને મુદ્રાઓ ખર્ચ કરવા માટે નો સમય પણ પૂર્ણ થઈ ગયો.

એક અઠવાડિયા પછી દરેક મંત્રીઓ રાજાના દરબારમાં ગયા રાજાએ દરેક મંત્રીઓની પૂછ્યું કે સોનાની મુદ્રાઓથી તમે શું ખરીદ્યું? તેનાલી રામા ને છોડીને દરેક મંત્રીએ એકસાથે રાજાને કહ્યું અમે કંઈ જ નથી ખરીદ્યું રાજા એ પૂછ્યું કે તમે લોકોએ આ મુદ્રાઓ નો ઉપયોગ કેમ નથી કર્યો? મંત્રીઓએ રાજાને કહ્યું કે તમે અમને કહ્યું હતું કે મુદ્રાઓ ખર્ચ કરતા પહેલા તમારો ચહેરો જોવે અને અમે રોજ તમારી રાહ જોતા રહ્યા પરંતુ તમે બજારના આવ્યા જેના લીધે અમે આ મુદ્રાઓનો ખર્ચ ના કરી શક્યા.

મંત્રીઓની વાત સાંભળ્યા પછી રાજાએ તેનાલીરામ અને પૂછ્યું કે શું તે પણ મારી આપેલી મુદ્રાઓ ખર્ચ નથી કર્યો? તેનાલી રામ ની કહ્યું કે ના મેં તો તમારા આપેલા પૈસા થી ખુબ ખરીદી કરી અને મારી પાસે એક પણ સોના ની મુદ્રા નથી બચી તેનાલીરામન ની આ વાત સાંભળીને બધા મંત્રીઓ ખુશ થઈ ગયા કે તેનાલીરામ એ રાજાની આજ્ઞાનું પાલન નથી કર્યું એટલે રાજા હવે તેને સજા આપશે.

રાજાએ તેનાલીરામ ને કહ્યું કે તે મારો ચહેરો જોયા વગર મુદ્રાઓ કેવી રીતે ખર્ચ કરી? ત્યારે તેનાલીરામ ને કહ્યું કે મહારાજ આ સોનાની મુદ્રાઓ પાછળ તમારો ચહેરો છે હું કંઈ પણ ખરીદતા પહેલા સોનાની મુદ્રા પાછળનો તમારો ચહેરો જોઈ લેતો હતો અને પછી તે મુદ્રાને ખર્ચ કરી નાખતો હતો. તેનાલી રામ ની વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયા અને બીજા મંત્રીઓના ચહેરાના રંગ ઊતરી ગયા. રાજાએ તેનાલી રામને કહ્યું કે મંત્રીઓ પાસેથી મુદ્રાઓ પાછી લઈ લેવામાં આવે કેમકે એક અઠવાડિયાની અંદર તેમણે તે મુદ્રાઓ ખર્ચ નથી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here