તેના માં-બાપ નથી, ૧૦ વર્ષનો બાળક જાતે ખેતી કરીને જીવે છે પોતાનું જીવન

0
394
views

આ સમાચાર તમારા હૃદયને સ્પર્શી જશે. પરંતુ દસ વર્ષના ડાંગ વાન ખુયેન ના મજબૂત ઈરાદાઓ અને આત્મસન્માન ની સામે બધું જ નાનું લાગશે. જે માસુમ અને નાની ઉંમરમાં આપણે જમવાનું નથી બનાવી શકતા, ત્યાં આ બાળક એકલો પોતાની જાતે પોતાની સંભાળ રાખે છે. તેના મા-બાપ નથી એટલા માટે એકલો રહે છે. ખેતી કરે છે, શાકભાજી ઉગાડે છે અને પકાવીને ખાય પણ છે.

ડાંગ વિયેતનામના એક સુદુર ગામમાં રહે છે. તેનું જીવન ક્યારેય પણ સરળ રહ્યું નથી. આ માસૂમ બાળકને નાની ઉંમરમાં તેની મા છોડીને ચાલી ગઈ. તે પોતાની ભાભી સાથે રહેવા લાગ્યો. તેના પિતા પણ કામની શોધમાં દુર શહેર ચાલ્યા ગયા. પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થતી ગઈ, જ્યારે કામ કરતા સમયે એક દુર્ઘટનામાં પિતાનું મૃત્યુ થઈ ગયું. વળી બીજી તરફ તેના દાદીમાએ બીજા લગ્ન કરી અને અન્ય ગામમાં ચાલી ગયા. મતલબ કે ડાંગ હવે એકલો થઈ ગયો હતો.

દત્તક લેવા આવ્યા લોકો, સાથે જવાનો કર્યો ઇનકાર

પિતા શહેરમાંથી પૈસા મોકલતા હતા, જેમાંથી પરિવાર ચાલતો હતો. કપડા ખરીદવામાં આવતા હતા. દાદીમા ભોજન બનાવીને જમાડતા હતા. પરંતુ અચાનક ડાંગની સમગ્ર જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. હવે તે પોતાના ગામમાં પોતાના ઘરમાં એકલો રહે છે. વિયેતનામી મીડિયા રિપોર્ટ અનુસાર, ડાંગને દરરોજ ઘરની નજીક ખેતરોમાં કામ કરતો જોઈ શકાય છે. એવું નથી કે અન્ય પરિવારો એ તેને દત્તક લેવાની ઇચ્છા નથી જણાવી પરંતુ ડાંગે કોઈપણ વ્યક્તિ સાથે જવાનો ઇનકાર કર્યો હતો.

હું પોતાનું ધ્યાન જાતે રાખીશ

જ્યારે ડાંગને પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે ભાંગી ગયો હતો. એક સ્થાનીય શિક્ષકે ગામ વાળા લોકોની મદદથી થોડા પૈસા જમા કર્યા અને ડાંગના પિતાની લાશને શહેરમાંથી ગામડામાં મંગાવી, જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તે સ્થાનિક શિક્ષકે ડાંગ વાન ખુયેન વિશે સ્થાનીય પ્રશાસન ને ખબર આપી. તેને અનાથાશ્રમ લઈ જવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ ડાંગે ઇનકાર કરી દીધો. તેણે કહ્યું, “હું મારું ધ્યાન જાતે રાખી શકું છું.”

દરરોજ જાય છે સ્કૂલ

દસ વર્ષના ડાંગની વધુ એક ખાસ વાત છે. પોતાનું બધું જ કામ જાતે ઘરે છે અને ખેતરમાં જઈને મહેનત કરતો હોવા છતાં પણ એક દિવસ પણ સ્કૂલે જવાનું ચૂકતો નથી. તે દરરોજ સવારે સાયકલ લઈને સ્કૂલે જાય છે. ક્લાસ પૂરો થયા બાદ તે ઘરે પરત આવે છે અને પછી પોતાના રોજીંદા કામમાં લાગી જાય છે.

પાડોશી કરે છે મદદ

ડાંગ વાન ખુયેન ના પાડોશી તેને અનાજ આપે છે, જ્યારે તે પોતે ખેતી કરીને શાકભાજી ઉગાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની સાથે રહેવાની વાત કરે છે તો ડાંગ જવાબ આપે છે કે તે એકલું રહેવા માંગે છે અને પોતાનું ધ્યાન જાતે રાખવા માંગે છે. ડાંગ નું ઘર પણ કાચુ છે. ઘરમાં લાકડાની દિવાલો છે જેમાંથી મોડી રાત્રે ઠંડો પવન લાગે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ કહાની

ડાંગ વાન ખુયેન ની કહાની તે શિક્ષકે ઓનલાઈન શેયર કરેલ હતી, ત્યારબાદ આ મામલો સ્થાનિક મીડિયામાં ચર્ચામાં છે. દેશ અને દુનિયાના લોકો ડાંગની હિંમતને સલામ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને દત્તક લેવાની રજૂઆત કરી છે, જ્યારે ઘણા લોકો અન્ય રીતે તેની મદદ કરવાની ઇચ્છા જણાવી રહ્યા છે. પરંતુ અત્યારે તે સ્પષ્ટ નથી કે ડાંગ કોની પાસેથી અને કેટલી મદદ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here