તેજસ એક્સપ્રેસ : હવે ટ્રેન મોડી પડશે તો યાત્રીઓને મળશે ૨૫૦ સુધીનું રિફંડ, ફ્રીમાં મળશે ૨૫ લાખનો રેલયાત્રા વીમો

0
114
views

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. યાત્રીઓને ટ્રેન લેટ થવા પર ૨૫૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે. જો ટ્રેન એક કલાક મોડી પડે છે તો ૧૦૦ રૂપિયા અને બે કલાક મોડી પડે છે તો ૨૫૦ રૂપિયા રિફંડ મળશે. IRCTC તેના માટે વોલેટ અથવા આગળના બુકિંગ પર ડિસ્કાઉન્ટ આપવાના વિકલ્પ પર કામ કરી રહી છે. પહેલી તેજસ ટ્રેન દિલ્હી થી લખનઉ વચ્ચે ચાલશે. IRCTC ને બે તેજસ ટ્રેનના સંચાલન માટેની મંજૂરી મળી છે.

ટ્રેન સાથે જોડાયેલી ખાસ વાતો

તેજસ એક્સપ્રેસ નવી દિલ્હી થી લખનઉ સુધીની મુસાફરી ૬ કલાકમાં પૂરી કરશે. ટ્રેન લખનઉ થી ૬ વાગ્યા ને ૧૦ મિનિટ પર ચાલશે. ૧૨ વાગ્યા ને ૨૫ મીનીટે દિલ્હી પહોંચશે. ટ્રેન ફક્ત બે સ્ટેશન કાનપુર અને ગાઝિયાબાદમાં રોકાશે. આવી જ રીતે લખનઉ થી દિલ્હી જતા સમયે ટ્રેન ફક્ત બે સ્ટેશન પર રોકાશે.

તેજસ ટ્રેન બંને તરફથી મંગળવારના દિવસ સિવાય અઠવાડિયાના દરેક દિવસે એટલે કે સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ચાલશે. આ ટ્રેનમાં બે એસી ચેયર કાર અને એક્ઝિક્યુટિવ જય કાર એમ બે પ્રકારના ડબ્બા હશે.

IRCTC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી લખનઉ વચ્ચે ચાલનારી આ તેજસ એક્સપ્રેસ માં સફર કરતા યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો રેલયાત્રા વીમો મફતમાં ઉપલબ્ધ કરાવવામાં  આવશે.

IRCTC દ્વારા લખનઉ દિલ્હી લખનઉ તેજસ એક્સપ્રેસની ટિકિટ કેન્સલ કરાવવા માટેની ફીમાં પણ ઘટાડો કરેલ છે. જો કોઈ વ્યક્તિની ટિકિટ વેઇટિંગમાં છે અને તે ટ્રેન છૂટવાના ૪ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવે છે તો તેની પાસેથી ફક્ત ૨૫ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ ૨૫ રૂપિયા ટિકિટની કિંમતમાંથી કપાઈ જશે. બાકીની રકમ ઓનલાઈન રિફંડ કરી દેવામાં આવશે. અન્ય ભારતીય ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવવા પર ૬૫ રૂપિયા ચાર્જ લગાવવામાં આવે છે.

જો ટ્રેન કેન્સલ થાય છે તો યાત્રીએ ટિકિટ કેન્સલ કરવાની જરૂર પડશે નહીં તથા તેણે TDS માટે પણ ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. IRCTC યાત્રીઓના પૈસા રિફંડ કરી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here