ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી વિરુધ્ધ ઊભા થયા ખેલાડીઓ, કપ્તાની માંથી હટાવવાની માંગ ઉઠી

0
338
views

ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ જ જલ્દી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવાની છે. જ્યાં તેઓ ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ સીરીઝ રમશે. જોકે આ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમમાં થી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગલ્ફ ન્યૂઝમાં છપાયેલ સમાચારોને માનવામાં આવે તો ટીમ ઇન્ડિયામાં બધું બરોબર નથી ચાલી રહ્યું. ગલ્ફ ન્યૂઝ નો દાવો છે કે ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી અને કપ્તાન રોહિત શર્મા વચ્ચે તિરાડ પડી ગઈ છે. બંને વચ્ચે ઘણા સમયથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. દાવો કરવામાં આવેલ છે કે

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પણ રોહિત અને વિરાટ ની વચ્ચે બધું બરોબર નહોતું ચાલી રહ્યું. ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા આ સમાચારને દરેક રીતે છુપાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર મળ્યા બાદ આ ખબર ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી હતી.

વિરાટને કપ્તાની માંથી હટાવવાની માંગ

ગલ્ફ ન્યુઝ નું માનવામાં આવે તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માં બે જૂથોમાં વહેંચાયેલી હતી. પહેલું ગ્રુપ વિરાટ કોહલી નું હતું અને બીજો ગ્રુપ રોહિત શર્માનું. રોહિત શર્માના જૂથના ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ના નિર્ણયથી સહમત નહોતા. ખબરો અનુસાર જેમ રોહિત શર્મા વર્લ્ડકપમાં સતત લગાવી રહ્યા હતા તેમ તેમ તેમના જૂથની સલાહ મજબૂત બની રહી હતી.

ગલ્ફ ન્યુઝ ના સમાચારોનું માનવામાં આવે તો સેમી ફાઈનલમાં હાર્યા બાદ રોહિત શર્મા ના જૂથ દ્વારા વિરાટ કોહલીને કપ્તાન એમાંથી હટાવવાની પણ વાત કરવામાં આવી હતી, જેમણે અત્યાર સુધી કોઈ આઇસીસી ટુર્નામેન્ટ જીતેલ નથી. બોલિંગ કોચ ભરત અરુણ એ પણ સ્વીકાર્યું હતું કે અમુક ખેલાડીઓ એક ટીમ યુનિટ તરીકે કામ કરી રહેલ છે પરંતુ વાદ-વિવાદમાં આવી વાતો બનતી રહેતી હોય છે.

વિરાટના વેસ્ટ ઇન્ડીઝ જવા પાછળનું કારણ છે ડર

ગલ્ફ ન્યુઝ ના જણાવ્યા અનુસાર વર્લ્ડકપ બાદ બીસીસીઆઈની સામે ટેસ્ટ અને લિમિટેડ ઓવર ફોર્મેટ માટે અલગ અલગ કપ્તાન ની માંગ ઉઠેલ હતી. બીસીસીઆઈનું એક જૂથ તો રોહિત શર્મા ને વન ડે ટીમની કપ્તાની સોપવા વિશેની પણ વાત કરવા લાગ્યા હતા. આ બધા સમાચારોની વચ્ચે વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના સમગ્ર પ્રવાસ દરમિયાન રમવાનું એલાન કર્યું હતું. ગલ્ફ ન્યુઝ નું માનવામાં આવે તો વિરાટ કોહલી પહેલા વેસ્ટ ઇન્ડીઝ જવાના નહોતા પરંતુ આ બધા સમાચારોની વચ્ચે તેઓએ વેસ્ટનડીઝ જવાનો નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here