તમે કેટલા વર્ષ સુધી જીવશો? જાણો હથેળીની આ રેખા પરથી

0
608
views

હસ્તશાસ્ત્ર જ્યોતિષમાં ફક્ત હથેળી પર બનતી રેખાઓ અને નિશાન નથી વ્યક્તિના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની વિશે ભવિષ્યવાણી જ નહીં પરંતુ એ પણ જાણી શકાય છે કે વ્યક્તિ કેટલા વર્ષો સુધી જીવિત રહેશે. હથેળી પર અમુક એવી રેખાઓના અધ્યયનથી આ વાતને જાણી શકાય છે.

સમુદ્ર શાસ્ત્ર અનુસાર મણિબંધ પર બનતા નિશાનથી વ્યક્તિના આયુષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. મણિબંધ તેને કહે છે જ્યાંથી હથેળીની શરૂઆત થતી હોય જો કોઈ વ્યક્તિના હથેળીમાં એક મણિબંધ રેખા હોય તો તેની આયુષ્ય ૨૫ વર્ષ સુધી હોય છે. બે રેખાઓ હોય તો તે વ્યક્તિ ની આયુ ૫૦ વર્ષની આજુબાજુ હોય છે. ત્રણ રેખાઓ હોય તો તે વ્યક્તિનું આયુષ્ય ૭૫ વર્ષ હોય છે. મણિબંધ પર ચાર રેખા હોય તો તે વ્યક્તિ સંપન્ન આયુષ્ય અને દીર્ઘાયુ હોય છે.

જો મણીબંધની રેખાઓ સાફ અને સ્પષ્ટ બનતી હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને જો થોડી ઝાંખી રેખા હોય તો તે વ્યક્તિનું જીવન સંઘર્ષ થી ભરેલું હોય છે. મણિબંધ પર જો સ્વસ્તિક કે દ્વીપ જેવું નિશાન બનેલું હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો મણિબંધથી કોઈ રેખા નીકળતી હોય અને જેથી શનિ પર્વત પર જઈને મળે તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી અને સુવિધા સંપન્ન હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here