તમારી રાશિ જણાવશે કે તમને કઈ વાતનો લાગે છે ડર અને તમને ક્યો ફોબિયા છે

0
647
views

વ્યક્તિની રાશિ તેના વિશેના ઘણા રહસ્યો ખોલી આપે છે. તે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે કવિ રાશિને કયા પ્રકારનો ડર લાગતો હોય છે. મતલબ કે કઈ રાશિને કયો ફોબિયા છે. તો ચાલો તમને આ આર્ટિકલમાં તેના વિશે અમે જણાવીએ.

મેષ

મેષ રાશિવાળા લોકોને હંમેશા ચાલવું પસંદ હોય છે. તેઓ એક જ જગ્યા પર વધારે સમય સુધી બેસી શકતા નથી. એક્ટિવ મેષ રાશિવાળા લોકોને કાઠીસોફોબિયા, એટલે કે બેસી રહેવાનો ડર સતાવતો રહે છે.

વૃષભ

આ રાશિના લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેઓને પોતાની આજુ બાજુની ચીજોમાં બદલાવ પસંદ આવતો નથી. આજે જેવા છે અને જેવી રીતે છે, તેવા જ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે છે. કોઈપણ પ્રકારનો બદલાવ તેમને ખુશ કરતો નથી. આ રાશિના લોકોને ટ્રોપોફોબિયા, એટલે કે આસપાસ થતા બદલાવથી ડર લાગે છે.

મિથુન

મિથુન રાશિવાળા લોકો નિર્ણય લેતા સમયે નર્વસ થઈ જાય છે. આ રાશિના લોકોને ડીસાઈડોફોબિયા, એટલે કે નિર્ણય લેવામાં ગભરાહટ થાય છે. પોતાના આ ફોબિયાને કારણે તેઓ અગત્યના મુદ્દા પર નિર્ણય લેવાથી પોતે બચે છે.

કર્ક

આ રાશિના લોકોને ઘર પર રહેવું પસંદ હોય છે. ઘર પર તેઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. મિત્રો અને પરિવારમાં જ તેમનો સંસાર સમાયેલો હોય છે. તેનાથી દૂર થવાનો વિચાર તમને વિચલિત કરી દે છે. આ રાશિવાળા લોકોને ઍગોરાફોબિયા, એટલે કે કોઇ સુરક્ષિત જગ્યા છોડવાનો ફોબિયા હોય છે.

સિંહ

સિંહ રાશિવાળા લોકોને લાઈમલાઈટમાં રહેવું પસંદ હોય છે. આસપાસના લોકો પાસેથી મહેનત માટે વખાણ મળ્યા બાદ તેઓ સ્પોટ લાઇટમાં રહેતા હોય છે. પરંતુ જો આ તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો તેઓ પરેશાન થઈ જાય છે. તેને એથાજગોરોફોબિયા, એટલે કે ઇગ્નોર કરવાનો ડર સતાવતો રહે છે.

કન્યા

કન્યા રાશિના લોકો ઓર્ગેનાઈઝ્ડ રહેવાનું ખૂબ જ પસંદ કરે છે. તેઓને વિખરાયેલી ચીજો પસંદ આવતી નથી. તેને એટૈક્સોફોબિયા, એટલે કે વિખરાયેલી ચીજોથી ગભરાહટ થવાનો ડર સતાવતો રહે છે.

તુલા

તુલા રાશિવાળા લોકો હળી મળીને રહેવામાં માને છે. આ લોકો રોમેન્ટિક હોય છે અને સંબંધોમાં રહેવું તેમને પસંદ હોય છે. આ લોકો એકલા રહેવા થી ડરતા હોય છે. આ લોકોને ઓટોફોબિયા, એટલે કે એકલા પડી જવાનો ડર સતાવતો રહે છે.

વૃશ્ચિક

તેઓ લોકોને હેરાન પરેશાન કરવાનો કોઈ અસર છોડતા નથી. આ રાશિના લોકો સેન્સિટિવ, ઈમોશનલ, ઈમાનદાર અને ઊંડાણ પૂર્વક વિચાર કરવાવાળા હોય છે. જો કે તેઓમાં હીન ભાવના પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ રાશિના લોકોને પ્રોડોટીઓફોબિયા, એટલે કે પ્રેમમાં વિશ્વાસઘાત થવાનો ડર સતાવતો હોય છે.

ધન

આ રાશિના લોકો ને નિયમોનું પાલન કરવાનું પસંદ હોતું નથી. રોજ એક જેવું જ કામ કરવાથી તેમને કંટાળો મહેસૂસ થવા લાગે છે. આ રાશિના લોકો એક જગ્યા પર લાંબો સમય સુધી ટકી શકતા નથી. તેને કલ્સ્ટ્રોફોબિયા, એટલે કે એક જગ્યાએ બંધાયેલા રહેવાનો ડર સતાવતો હોય છે.

મકર

આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં પરફેક્ટ બનવા માંગે છે. તેમનામાં કોઇપણ પ્રકારની ખામીના સંકેત સરળતાથી જોવા મળતા નથી. તેઓને અટિકીફોબિયા, એટલે કે જીવનમાં મળતી અસફળતાનો ડર સતાવતો રહે છે.

કુંભ

આ રાશિના લોકોને બંધાયેલા રહી જવાનો ડર સતાવતો રહે છે. તેઓને સ્વતંત્રતા ખૂબ જ પ્રિય હોય છે. તેઓને કોઇ પણ પ્રકારની રોકટોક પસંદ આવતી નથી. તેઓને મેરીન્તોફોબિયા, એટલે કે પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાનો અથવા તો એક જગ્યાએ બંધાઈ રહેવાનો ડર સતાવતો હોય છે.

મીન

મીન રાશિવાળા લોકો બધી જ રાશિઓમાં સૌથી વધારે સેન્સિટિવ અને ઈમોશનલ હોય છે. તેમને દુનિયા પોતાના લોકોમાં જ વસેલી હોય છે. તેઓને દરેક સમયે કોઈ પોતાના વ્યક્તિનો ખોવાઈ જવાનો ડર રહે છે. તેમનાથી દૂર થવાનો વિચાર જ તેમનામાં ગભરાહટ ઉભી કરે છે. તેઓને થેંટોફોબિયા, એટલે કે પોતાનાઓને ખોઈ બેસવાનો ડર સતાવતો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here