દરેક વ્યક્તિને કોઈના કોઈ જગ્યા પર તલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ ખાસ જગ્યા પર કોઈ વ્યક્તિને તલ હોય તો તે ખૂબ જ ભાગ્યવાન હોય છે. તલ આપણા શરીર પર જન્મજાત થી પણ હોય છે. જો તલ ગાલ ઉપર હોય તો તે ચહેરાની સુંદરતાને વધારે છે. પરંતુ જુઓ તલ કોઈ ખાસ જગ્યા પર હોય તો ભાગ્ય ચરિત્ર વિશે જણાવે છે. શરીર પર તલનું હોવું જોતીષ શાસ્ત્ર માં ક્યાંય ને ક્યાંય મહત્વ હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આપણા શરીર પર રહેલા આ તલના નિશાન આપણા ચરિત્ર અને ભવિષ્ય વિશે જણાવે છે. તેણે આપણે તલ મસા અને લાલ મસા તરીકે ઓળખીએ છીએ. આજે જણાવીશું કે તમારા શરીર પર એવી કઈ ખાસ જગ્યાએ તલ હોય છે કે જે તમારા માટે ભાગ્યશાળી હોય છે. શરીરના કયા ખાસ ભાગમાં તલ હોવો ભાગ્ય માટે શુભ હોય છે.
પેટ પર તલ
જે વ્યક્તિને પેટ પર તલ હોય છે તેને મીઠું ખૂબ જ પસંદ હોય છે અને આ વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે. પોતાનું જ્ઞાન અને બુદ્ધિથી ખૂબ જ ધન મેળવે છે. આવા લોકો જીવનમાં ખૂબ જ ધન મેળવે છે. પરંતુ તેનો ખર્ચ પણ એવી રીતે કરે છે જો સમયની સાથે પૈસા બનાવવાનું શીખી જાય તો તે ધનિક વ્યક્તિ બની શકે છે. આ માણસો ઉંમરથી સમૃદ્ધ હોય છે. તમને જણાવી દઈએ તો લાખો માં અમુક લોકો એવા હોય છે કે જેના પેટ ઉપર તલ હોય છે.
ગાલ ઉપર તલ
આ તલ ખરાબ નજરથી બચાવે છે. જો ગાલ પર ડાબી બાજુ તલ હોય તો તેને શુભ માનવામાં આવે છે પરંતુ જમણી બાજુનો તલ થોડી પરેશાની આપે છે.
માથા પર તલ
માથામાં જમણી બાજુ રહેલો તલ કષ્ટ અને પરેશાનીઓ આપે છે અને ડાબી બાજુ રહેલો તલ સુખ અને સમૃદ્ધિ આપે છે.
આંખની અંદર તલ
આંખની એકદમ વચ્ચે રહેલો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે લોકોનું દાંપત્ય જીવન પણ ખૂબ જ ખુશખુશાલ રહે છે અને તેમને ધન પણ વધુ મળે છે.
હોઠ પર તલ
હોઠ પર તલ લોભ, કામુક અને વિલાસિતાનો સંકેત છે. આવી મહિલાઓના વધુ દિવાના હોય છે. આ મહિલાઓ વધુ ચાલાક અને લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેને નુકસાન પહોંચાડવામાં માહીર હોય છે.
નાક ઉપર તલ
જેની નાક પર તલ હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે અને આ લોકોને ઓછી મહેનત કરીને વધુ ફાયદો પણ મળે છે. આ મહિલાઓ ખૂબ જ નસીબદાર હોય છે નાકની ડાબી બાજુ તલ હોય છે તે મહિલા હંમેશા શાંત અને એકાંત પસંદ કરે છે.
જાંઘ પર તલ
કમર ઉપર રહેલો તલ ખૂબ જ શુભ હોય છે. પરંતુ જો ગુપ્તાંગ પર તલ હોય તો વિપરીત વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. પગમાં તલનું નિશાન ઉચ્ચ પદ ઉપર પહોંચાડે છે. જે મહિલાને જાંઘ પર તલ હોય છે તેના પ્રત્યે પુરુષો વધુ આકર્ષિત હોય છે.