તમારા બ્લડ ગ્રુપ વિશે તમને પણ જાણ હોવી જોઈએ આ પાંચ વાતો

0
1692
views

બલ્ડ ગ્રુપની જાણ સૌ પ્રથમ 1901 માં થઈ, ત્યારથી તેના વિશે ઘણા રોચક અને દિલચસ્પ સંશોધન પણ થતા રહ્યા છે. બલ્ડ ગ્રુપો 8 પ્રકારના હોય છે. A, B, AB અને O પોઝિટિવ અથવા નેગેટિવ. ફક્ત સમાન બલ્ડ ગ્રુપવાળા લોકોનું લોહીની અદલાબદલ થઈ શકે છે. બલ્ડ ગ્રુપમાં તફાવત એ લોહીમાં મળતા અણુ, જેને એન્ટિજેન્સ અને એન્ટિબોડીઝ કહેવામાં આવે છે તેને કારણે હોય છે. એન્ટિજેન્સ રક્તમાં રહેલી લાલ રંગની કણીકાની સપાટી પર જોવા મળે છે અને એન્ટિબોડીઝ રક્ત પ્લાઝમા માં હોઈ છે. સામાન્ય રીતે લોકોમાં જોવા મળતા રક્ત ગ્રૂપ આનુવંશિક હોય છે. આને લગતા કેટલાક રસપ્રદ સંશોધન વિશે જાણો.

પોઝિટિવ A (+)

જે લોકો નું બલ્ડ ગ્રુપ A પોઝિટિવ હોય છે. તેવા લોકોમાં સારી નેતૃત્વ ક્ષમતા જોવા મળે છે. A પોઝિટિવ બલ્ડ ગ્રુપવાળા લોકો સારી રીતે નેતૃત્વ કરી શકે છે. તેઓ દરેકને સાથે લઈ અને તેમનો વિશ્વાસ મેળવવામાં વિશ્વાસ રાખે છે. જો તમારું બ્લડ ગ્રુપ A પોઝિટિવ છે તો તમે A પોઝિટિવ, A નેગેટિવ, O પોઝિટિવ અને O નેગેટિવ બ્લડ ગ્રુપનું લોહી લઈ શકો છો.

નેગેટિવ A (-)

નકારાત્મક બ્લડ ગ્રુપના લોકોને મહેનતુ માનવામાં આવે છે. આવા લોકો કામ કરવામાં પાછા નથી પડતા. સખત અને સતત મહેનત કરવામાં પણ તેઓને કોઈ તકલીફ નથી હોતી. આ લોકો માને છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. જે લોકોનું લોહી જૂથ A નેગેટિવ છે, તેમને ફક્ત A નેગેટિવ અને O નેગેટિવ લોકોનું લોહી જ ચડાવવામાં આવે છે.

પોઝિટિવ AB (+)

આ બલ્ડ ગ્રુપવાળા લોકોને સરળતાથી સમજી શકાતા નથી. આવા લોકોને સમજવું ખૂબ મુશ્કેલ છે, તેઓ ક્યારે શું વિચારી શકે તે કોઈ જાણી શકતુ નથી. કારણ કે તેમનો સ્વભાવ ક્યારેય સરખો હોતો નથી. AB પોઝિટિવ યુનિવર્સલ રીસીવર હોય છે. એટલે કે તેને AB પોઝિટિવ, AB નેગેટિવ, O  પોઝિટિવ, O નેગેટિવ, A પોઝિટિવ, A નેગેટિવ અને B પોઝિટિવ અને B નેગેટિવ કોઈપણ લોહી ચડાવી શકાય છે.

નેગેટિવ AB (-)

AB નેગેટિવ બલ્ડ ગ્રુપોવાળા લોકોનું દિમાગ ખૂબ જ તેજ હોય છે. તેઓને ખૂબ હોશિયાર માનવામાં આવે છે. આ બલ્ડ ગ્રુપના લોકો સરળતાથી કોઈ પણ વાતને સમજી જાય છે. તેમનુ દિમાગ તે બધી બાબતોને પણ સમજે છે જેને લોકો સામાન્ય રીતે અવગણે છે. આવા લોકોને AB નેગેટિવ, A નેગેટિવ, B નેગેટિવ અને O નેગેટિવ બ્લડ ગ્રુપ્સ ચડાવી શકાય છે.

પોઝિટિવ O (+)

O પોઝિટિવ બલ્ડ ગ્રુપના લોકો માટે એવું માનવામાં આવે છે કે તેઓ લોકોની મદદ કરવા માટે જ જન્મ્યા છે. આવા લોકો અન્યને મદદ કરવામાં પાછળ નથી પડતા અને પોતાનું જીવન અન્યની મદદ કરવામાં પણ વિતાવી શકે છે. O પોઝિટિવને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે, પરંતુ જ્યારે રક્ત તેમને આપવાનું હોય, ત્યારે તેમને ફક્ત O નેગેટિવ અને O પોઝિટિવ લોહી ચડાવી શકાય છે.

નેગેટીવ O (-)

આ બલ્ડ ગ્રુપની વિચારસરણી સંકુચિત હોય છે. નકારાત્મક બ્લડ ગ્રુપ ધરાવતા લોકો બીજાઓ વિશે વધુ વિચારતા નથી, કારણ કે તેમના દિમાગમાં પોતાના સિવાય બીજા કોઈનો વિચાર આવતો નથી. આવા લોકો સંકુચિત માનસિકતા વાળા હોય છે. આ લોકો નવા વિચારોને સરળતાથી સ્વીકારતા નથી. O નેગેટિવ લોકોને ફક્ત O નેગેટિવ લોહી જ ચડાવી શકાય છે.

પોઝિટિવ B (+)

આવા લોકોનું મન બીજા માટે દરિયા ની જેમ હોય છે. આ બલ્ડ ગ્રુપવાળા લોકો અન્યની મદદ કરવામાં પાછા નથી પડતા અને અન્ય માટે બલિદાન પણ આપી શકે છે. આ લોકો માટે સંબંધો ખૂબ જ મહત્વ ધરાવે છે. તેઓ હંમેશાં કોઈના માટે કંઈક કરવા માગે છે. B પોઝિટિવ બ્લડ ગ્રુપવાળા લોકોને B પોઝિટિવ, B નેગેટિવ, O પોઝિટિવ અને O નેગેટિવ બ્લડ ગ્રુપનું લોહી ચડાવી શકાય છે.

નેગેટિવ B (-)

આ બ્લડ ગ્રુપવાળા લોકોની પ્રવૃત્તિ સારી નથી માનવામાં આવતી. આવા લોકો સ્વાર્થી હોય છે અને બીજા કરતા પોતાના વિશે વધારે વિચારે છે. આવા લોકો પણ કોઈની મદદ કરવામાં માનતા નથી. આ લોકોનું વલણ પણ નકારાત્મક છે. જ્યારે જરૂર હોય ત્યારે ફક્ત B નેગેટિવ અને O નેગેટિવ બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોનું લોહી આપી શકાય છે.

O અને A પોઝિટિવ ગ્રૂપ ત્રણમાંથી એક વ્યક્તિનું હોય છે. સરેરાશ દર 12 વ્યક્તિમાંથી એકનું બ્લડ ગ્રુપ B પોઝિટિવ હોય છે. O નેગેટિવ દર 15 વ્યક્તિમાંથી એકનું હોય છે. A નેગેટિવ દર 16 વ્યક્તિ માંથી એકનું હોય છે. AB પોઝિટિવ દરેક 33 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું હોય છે. B નેગેટિવ પચાસમાંથી એક વ્યક્તિનું હોય છે. AB નેગેટિવ બ્લડ ગ્રૂપ  દર સો વ્યક્તિમાંથી એકનું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here