ટી-20 વર્લ્ડકપ 2020 માટે ૧૬ ટીમો જાહેર, જાણો ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં છે કે નહીં?

0
252
views

આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા માં થનાર ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ માટે ૧૬ ટીમો નક્કી થઈ ચૂકી છે. ટુર્નામેન્ટ માટે આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ, ન્યૂ ગીની અને સ્કોટલેન્ડ ક્વોલિફાય કરી લીધું છે. આ બધી જ ટિમો શ્રીલંકા-બાંગ્લાદેશ ની સાથે બે ગ્રુપમાં પહેલા રાઉન્ડમાં મેચ રમશે. તેમાની પહેલી ચાર ટીમો સુપર-૧૨ માં પહોંચશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ૧૮ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે. જેમાં ભારતની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સાથે ૨૦ ઓક્ટોબરના રોજ પર્થમાં રમાશે.

પહેલા ગ્રાઉન્ડ માટે ગ્રૂપ-એ માં શ્રીલંકાની સાથે પાપુઆ, ન્યૂ ગીની, આયર્લેન્ડ અને ઓમાન રહેશે. આ બધાની મેચ ૧૮ થી ૨૨ ઓક્ટોબર સુધી જીલોંગ શહેરમાં રમવામાં આવશે. નેધરલેન્ડ, નામિબિયા અને સ્કોટલેન્ડ ને બાંગ્લાદેશની સાથે ગ્રૂપ-બી માં રાખવામાં આવેલ છે. આ બધી મેચ ૧૯ થી ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ સુધી હોબાર્ટમાં રમવામાં આવશે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે કર્દીનીયા પાર્ક સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન અલગ અલગ ગ્રુપમાં

પહેલાં રાઉન્ડ બાદ ગ્રુપ-એ ની મુખ્ય ટીમ અને ગ્રુપ-બી ની બીજા નંબરની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની સાથે ગ્રુપ-૧ માં શામેલ થશે. જ્યારે ગ્રુપ-બી ની મુખ્ય ટીમ અને ગ્રુપ-એ ની બીજા નંબરની ટીમ ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની સાથે ગ્રૂપ-૨ માં રહેશે. આ બધાની વચ્ચે સુપર-૧૨ ના મેચ રમવામાં આવશે. બંને ગ્રુપની મુખ્ય બે-બે ટીમો સેમી ફાઇનલ રમશે. ટુર્નામેન્ટની ફાઇનલ ૧૫ નવેમ્બર ૨૦૧૯ ના મેલબર્ન ગ્રાઉન્ડમાં રમાડવામાં આવશે. યજમાન ઓસ્ટ્રેલિયા પોતાની પહેલી મેંચ પાકિસ્તાન વિરૂદ્ધ સિડનીમાં ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here