સુર્ય નમસ્કારથી ઘરે બેઠા કરી શકો છો ઘણા રોગોનો ઈલાજ

0
229
views

હિન્દુ ધર્મમાં સૂર્યનમસ્કારનું એક ધાર્મિક મહત્વ છે. તેની સાથે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને ઘણા લાભ પણ થાય છે તે વૈજ્ઞાનિકએ સિદ્ધ કર્યું છે. સૂર્ય નમસ્કાર કરતા સમયે વ્યક્તિનું મુખ સૂર્યની બાજુ હોય છે અને તેનાથી સૂર્યના કિરણોનો સીધો પ્રભાવ સૂર્યનમસ્કાર કરતા વ્યક્તિ પર પડે છે. આવું કરવાથી વ્યક્તિની કોઈપણ નળીઓમાં લોહી જમા થયું હોય તો તે પીગળીને સ્વાભાવિક ગતિથી નાડીઓમાં પ્રવાહિત થવા લાગે છે અને તેનાથી રક્તચાપની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સૂર્યનમસ્કાર કરવા માટે સૌથી પહેલા સૂર્યની બાજુ મોઢું રાખીને સીધા ઊભા રહી જવું. ત્યારબાદ બંને હાથ નમસ્કારની સ્થિતિમાં જોડી અંગુઠો ઘંટ કપૂરથી લગાવો. ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ લેવાનું ચાલુ કરવું. જ્યારે શ્વાસ સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્યારે બંને હાથોથી ધીરે ધીરે ઉપર લઈ જવા શરીરના ઉપરના ભાગને પાછળની તરફ નમાવો. આવું કરતા સમયે છાતીનો ભાગ આગળની તરફ ખેંચાયેલો હોવો જોઈએ.

ત્યારબાદ તમે ફરીથી એ જ સ્થિતિમાં આવી જવું અને ત્યારબાદ ધીરે-ધીરે બંને હાથોને નીચે તરફ લાવવા. શરીરને એક જગ્યા પર સ્થિર રાખીને આ રીતે પુનરાવર્તન કરીને બંને હાથથી પગના પંજાને સ્પર્શ કરવો. આવું કરતાં સમયે પોતાના નાકને બંને જાંઘની વચ્ચે રાખવું. સુર્ય નમસ્કાર એક સ્વર્ગાસન હોય છે. તેના કર્યા બાદ તમારે કોઈપણ આસન કરવાની જરૂરિયાત નથી રહેતી. તેનાથી શરીરના દરેક અંગોને કસરત મળી જાય છે. જો શરૂઆતમાં તમે જાતે નથી કરી શકતા તો કોઈ યોગા શિક્ષક પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને શીખી લેવું.

સુર્ય નમસ્કારથી થાય છે તણાવ દુર

સૂર્ય નમસ્કાર કરવાથી શરીર ને શાંતિ મળે છે, માનસિક ઉત્તેજના અને મગજનો તણાવ પણ દૂર થાય છે. તેનાથી શરીરનો પાછળનો ભાગ અકડાઈ ગયો હોય તો તેમાં પણ રાહત મળે છે. સૂર્ય નમસ્કાર કરવાથી સમગ્ર શરીરને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. તેનાથી સૂર્યના કિરણો વ્યક્તિના ફેફસામાં પ્રવેશ કરીને બધા જ રોગો નષ્ટ કરી દે છે. સૂર્ય આ બ્રહ્માંડમાં ઊર્જાનો સ્ત્રોત છે. સમગ્ર વિશ્વનો આધાર સૂર્ય જ છે. સૂર્ય વિચારવાની, સમજવાની અને કાર્ય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.

હિન્દુ ધર્મમાં સૂર્ય છે નિરોગ દેવતા

સૂર્ય નમસ્કાર નો પુરો ફાયદો ઉઠાવવા માટે સૂર્યમાં પૂર્ણ શ્રદ્ધા અને સાધનામાં વિશ્વાસ હોવો જોઈએ. આંખના રોગી, નિર્બળ દ્રષ્ટિ માં સુધારો, પેટના રોગો થી છુટકારો, તણાવ, અનિદ્રા, કાન, નાક, ગળા વગેરેની સમસ્યાઓ તથા ચામડીના રોગોમાં સુધારો, માઈગ્રેન, ડિપ્રેશન, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ જેવા રોગોમાં સૂર્ય નમસ્કાર કરવાથી ઘણો લાભ મળે છે. સૂર્યને નિરોગના દેવતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં રોગમાંથી મુક્તિ માટે સૂર્ય પૂજા, સૂર્ય ઉપવાસ અને સૂર્ય નમસ્કારનો પ્રયોગ આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here