આયેશા ટાકિયા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જોકે ફિલ્મોમાં તેમનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. તે છેલ્લે ૨૦૧૧ માં આવેલી ફિલ્મ ‘મોડ’ માં જોવા મળી હતી. હિન્દુ પરિવારમાં જન્મેલી આયેશા ટાકિયાના લગ્ન ફરહાન આઝમી સાથે થયા છે. તેણે ફરહાન સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલ્યો હતો. આયેશા ટાકિયા અને ફરહાન આઝમીના લગ્ન વર્ષ ૨૦૦૯ માં થયા હતા. બંને લગ્ન પહેલાં ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્ન બાદ આયેશા રાજકારણી પરિવારની વહુ છે. આયેશાના સસરાનું નામ અબુ આઝમી છે, જે એક મોટા રાજકારણી છે.
આયશા ઘણીવાર તેના લુકને કારણે ટ્રોલ થતી હોય છે. ખરેખર થોડા સમય પહેલા આયેશાની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તે સંપૂર્ણ રીતે બદલાયેલી લાગતી હતી. આ તસવીરો જોયા પછી ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આયેશાની સર્જરી થઈ છે અને લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. આવી સ્થિતિમાં હવે આયેશાની તાજેતરની કેટલીક તસવીરો બહાર આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તેના હોઠને સુંદર બનાવવા માટે આયેશાએ વર્ષ ૨૦૧૭ માં હોઠની સર્જરી કરાવી હતી પરંતુ તેની સર્જરી સફળ થઈ ન હતી, જેના કારણે તેની સુંદરતા વધવાને બદલે ઓછી થઈ હતી. ચાહકોએ આ મામલે તેની મજાક પણ કરી હતી. પરંતુ હવે આયેશાની તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને ચાહકો પણ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. છેલ્લા સમાચાર મુજબ, તેના હોઠની ફરી સર્જરી કરાઈ છે, જે પછી તેની સુંદરતામાં સુધારો થયો છે.
હા, તાજેતરની તસવીરોમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને તેની ખુશી તેના ચહેરા પર દેખાય છે. જણાવી દઈએ કે આયેશા ૩૩ વર્ષની છે અને તે આ ઉંમરે પણ ખૂબ જ હોટ લાગી રહી છે. તે પોતાના ફિગર માટે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં પ્રખ્યાત છે. આયેશા છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે અને તે તેના અંગત જીવનમાં વ્યસ્ત છે. પરંતુ હજી પણ કેટલીક વાર તેમની ડિનર ડેટ અથવા તો લગ્નથી તસવીરો આવે છે.
તાજેતરમાં જ તેના પતિ અને પુત્ર સાથે આયેશાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. તે તેના પરિવાર સાથે ડિનર ડેટ પર ગઈ હતી. આ દરમિયાન આયેશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આયેશા એ લગ્ન પછી પોતાને ફિલ્મોથી દૂર કરી નાખી છે. જોકે આયેશાની કારકિર્દી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ૭ વર્ષ હતી, પરંતુ તે આટલા ટૂંકા વર્ષોમાં પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. સુપરસ્ટાર સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વોન્ટેડ’માં પણ તે કામ કરી ચુકી છે.