ગુજરાતના સુરતમાં એક પોલીસકર્મીને તેની મોટર સાઈકલની સાઇડ બેગમાં હીરાથી ભરેલી બેગ મળી આવતા તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને કશું સમજાયું નહીં. જોકે, ત્રીસ લાખ રૂપિયાના આ હીરા પણ પોલીસ કર્મચારી નું ઈમાન હલાવી શક્યા નહીં. પોલીસકર્મીએ હીરાનો અસલી માલિક શોધી કાઢ્યો અને હીરા તેની પાસે લઈ આવ્યો. ખરેખર, હીરાના દલાલે ભૂલથી આ હીરા પોતાની બાઇકને બદલે પોલીસની બાઇકની ડેકીમાં મૂકી દીધા હતા.
વી.કે.રાઠોડ વરાછા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે. તે રવિવારે ડાયમંડ માર્કેટના મીની બજારમાં ગયા હતા. તેમણે ત્યાંની માવાણી કોમ્પ્લેક્સ પાસે પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી. તે પાછો ગયો ત્યારે તેણે રેઈનકોટ કાઢવા બાઇકની સાઇડ બેગ ખોલી. તેમાં તેણે કાળા રંગ ની બેગ જોઈ જેમાં નાના પાઉચ હતા.જયારે તેમણે તે પાઉચ ખોલ્યા તેમાં હીરા જોઈ તે સ્તબ્ધ થઇ ગયા.
વી.કે.રાઠોડે કહ્યું, ‘મેં ડરતા ડરતા બેગ ખોલી અને તેમાં હીરા જોઈને આશ્ચર્યચકિત રહી ગયો. મેં તેના માલિકની શોધ કરી પણ મને કોઈ મળ્યું નહીં. એવી કોઈ વ્યક્તિ ન હતું કે જે તે બેગ શોધી રહ્યો હોય. રાઠોડે માવાણી કોમ્પ્લેક્સના ચોકીદારને માહિતી આપી હતી અને કહ્યું હતું કે, જો કોઈ થેલીની શોધમાં આવે તો, પોલીસ સ્ટેશનમાં મોકલો. રાઠોડે જણાવ્યું હતું કે તે લાંબા સમય સુધી તેણે લંબે હનુમાન પોલીસ ચોકી પર માલિક ની રાહ જોતો રહ્યો હતો.
થોડા સમય બાદ વરાછા ના રહેવાસી ઉમૈદ જીબલીયાએ વરાછા પોલીસ મથકે જાણ કરી હતી કે હીરાથી ભરેલી તેની 40,000 કેરેટની બેગ ખોવાઈ ગઈ છે, જેની કિંમત 30 લાખ રૂપિયા છે. પોલીસે ચકાસણી કર્યા બાદ હીરાના દલાલ જેબલીયાને બેગ સોંપી દીધી હતી.
ભાવનગરના વતની જેબાલીયાએ જણાવ્યું હતું કે, તે એક ગ્રાહક પાસેથી હીરા લઈને મીની બજારના રાજહંસ ટાવર પર લઈ ગયો હતો જ્યાં તેની મોટરસાયકલ પોલીસ કર્મચારીની મોટરસાયકલ પાસે ઉભી હતી. બંને એક જ જેવી લગતી હોવાથી તેમણે ભૂલથી પોલીસકર્મીની બાઇકની સાઇડ બેગમાં ચાવી મારી હતી તો તે ખુલી ગઈ હતી અને તેમણે તે ખોલીને હીરાની બેગ તેના મોટર સાયકલને બદલે પોલીસની મોટરસાઇકલ બેગમાં મૂકી હતી.
તેમણે કહ્યું, ‘જ્યારે મને ખબર પડી કે મારી મોટરસાયકલની સાઇડ બેગમાંથી હીરા ગાયબ છે, ત્યારે મારું બ્લડ પ્રેશર ઓછું થઇ ગયું હતું અને હું ખૂબ જ નર્વસ થઇ ગયો હતો જેથી મેં તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.