સુરત પાંડેસરા વિસ્તારમાં એક કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થવા ની જાણકારી મળી રહી નથી. આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડની ૧૮ ગાડીઓ પહોંચી ગયેલ છે. આગ કેવી રીતે લાગે, તેને લઇને કોઇ જાણકારી સામે આવી નથી. વિસ્તૃત જાણકારી માટે પણ રાહ જોવામાં આવી રહી છે.
ગુજરાતમાં શનિવારે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ એક કપડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ પહેલા પણ થોડા દિવસો પહેલા સુરતમાં આગ લાગવાની ખુબ જ ભયાનક ઘટના સામે આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પલેક્ષ ના બીજા માળે ચાલી રહેલ એક કોચીંગ સેન્ટરમાં ભીષણ આગ લાગવાથી 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા.
આ ઘટના જે સમયે બની ત્યારે બિલ્ડિંગમાં ૪૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર હતા. આ ભયંકર આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ સ્થળ પર મોજૂદ હતી. તે સિવાય સ્થાનિય લોકો કોઈપણ ફાયરબ્રિગેડના કર્મચારીઓને સહયોગ આપ્યો હતો. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે, “સુરતમાં લાગેલી ભીષણ આગથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારની સાથે છે. ઘાયલો ના જલ્દી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના કરું છું. મેં ગુજરાત સરકારને સ્થાનીય પ્રશાસન દ્વારા પ્રભાવિત લોકોને દરેક પ્રકારની મદદ કરવા માટે કહ્યું છે.”
વળી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની તપાસ કરવાના પણ આદેશ આપ્યા હતા. તે ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારને ચાર લાખ રૂપિયા દેવાનું પણ એલાન કરવામાં આવ્યું હતું.