ગુજરાતના સુરત શહેરમાં રઘુવીર માર્કેટમાં જબરજસ્ત આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ૪૦ ગાડીઓ આવી હતી. હાલની મળતી જાણકારી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગથી અત્યાર સુધીમાં કોઇ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની ખબર આવી નથી. આગ રઘુવીર માર્કેટના બી વીંગ માં પણ ફેલાઈ ચૂકી હતી.
સ્થળ પર ઉપરી અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને આગ લાગવા વિશેના કારણોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રઘુવીર માર્કેટમાં આગ લાગી હોવાની સૂચના મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ૪૦ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દસ માળની આ ઇમારતમાં આગને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે.
થોડા દિવસો પહેલા આ માર્કેટમાં જ આગ લાગી. આ ઘટનાની વચ્ચે સુરતના શહેર કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ કહ્યું હતું કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાની ખબર મળી નથી.
શહેર કમિશનરે જણાવ્યું હતું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સારોલી વિસ્તારમાં આવેલી રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી. દસ માળની આ ઇમારતમાં કપડાનું માર્કેટ છે. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.