ગુજરાતના સુરત શહેરમાં બે પરિવારો માં યુવક યુવતીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. કપડા, કેટરીંગ, દાગીના તથા લગ્નનો હોલ જેવી મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. પરંતુ આનંદના આ પ્રસંગમાં બંને પરિવારો વચ્ચે એક અજીબોગરીબ કારણ અને લઈને વિવાદ ઊભો થયો હતો જેના લીધે આ યુવક-યુવતીના તૂટી ગયા હતા.
હાલમાં શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સો દરેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ આ યુવતીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં થવાનાં હતાં પરંતુ તે પહેલા જ વરરાજાના પિતા અને યુવતીની માતા બંને અચાનક જ ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળેલ છે કે વરરાજાના પિતા અને યુવતીની માતા બંને એકબીજાને લાંબા સમયથી પરિચયમાં હતા. વેવાઈ અને વેવાણે લગ્ન કરી લીધા હોવાની શંકા પણ બંને પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ બાબતથી વધુ વિગત એવી જાણવા મળેલ છે તે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન નવસારીની રહેવાસી યુવતી સાથે નક્કી થયા હતા. પરંતુ લગ્નના એક માસ પહેલા જ યુવતીની માતા અચાનક જ પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે આ અંગે ખૂબ જ શોધખોળ કરી પરંતુ તેમને તેની કોઈ ભાળ મળી ન હતી, જેથી પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. વળી સુરતમાં બીજી તરફ યુવકના પિતા પણ અચાનક ગુમ થયા હોવાનું માલુમ પડ્યું હતું અને તેમના પણ કોઈ સમાચાર મળી રહ્યા ન હતા જેથી તેમના પરિવાર દ્વારા પણ પોલીસમાં આ બાબતની જાણ કરવામાં આવી હતી.
યુવાનીના સમયથી એકબીજાના સંપર્કમાં હતા
બંનેના પરિવાર સાથે વાતચીત કરતા વધુમાં માહિતી મળેલ હતી કે, વરરાજાના પિતા અને યુવતીની માતા બંને એકબીજાના સંપર્ક માં ઘણા સમયથી હતા. આ બંને પોતાની યુવાનીમાં લગ્ન પણ કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યા ને દસ દિવસ થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી તેમની કોઇ માહિતી મળી નથી. આ ઘટનાને લીધે બંને પરિવારો દ્વારા યુવતીના લગ્ન પણ તોડી નાખવામાં આવ્યા છે અને સંબંધો પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યું છે.
લગ્નની થોડો સમય બાકી હોવાને કારણે બન્ને પરિવારોમાં ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નની શરણાઇ વાગવામાં હવે થોડા દિવસો જ બાકી હતા. લગ્નની મોટાભાગની ખરીદી પણ પૂરી થઈ ચૂકી હતી અને બન્ને પરિવારોમાં લગ્નને લઈને ઉત્સાહનો માહોલ હતો. આવી સ્થિતિમાં વેવાઈ અને વેવાણ એકબીજા સાથે ભાગી ગયા હોવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી તથા યુવક યુવતી બને આ લગ્ન કરવાનું કેન્સલ રાખેલ હતું.