૧ ઓગસ્ટથી શરૂ થઈ રહેલ છે “ટેસ્ટ વર્લ્ડકપ”, જાણો બે વર્ષ સુધી ચાલનારા આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલ દરેક વિગત

0
198
views

ટેસ્ટની વર્લ્ડકપ માનવામાં આવતી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે થતી ઐતિહાસિક એશિઝ શ્રેણીથી થશે. ૧લી ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ જ્યારે આ શ્રેણીની પહેલી ટેસ્ટ રમવા માટે ઉતરશે ત્યારે તેની સાથે જ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઇ જશે. ૨૦૧૯ થી શરૂ થતી આ ટુર્નામેન્ટ ૨૦૨૧ સુધી ચાલશે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ એજબેસ્ટનમાં રમવામાં આવશે.

આઇસીસી દ્વારા આ પહેલા ટેસ્ટ ક્રિકેટ ને વધુ રોમાંચક અને પ્રતિસ્પર્ધી બનાવવા માટે કરેલ છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો પહેલું એડિશન જૂન ૨૦૨૧ સુધી ચાલશે, વળી તેની ફાઇનલ જૂન ૨૦૨૧માં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમવામાં આવશે. વળી આ એડિશન સમાપ્ત થયા બાદ બીજા એડિશન ની શરૂઆત થશે, જે એપ્રિલ ૨૦૨૩ સુધી ચાલશે.

શું છે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ?

ટેસ્ટ ક્રિકેટ ને જીવંત રાખવા માટે આઈસીસીએ વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશિપ નું એલાન કર્યું હતું. આઇસીસીને આજ ચેમ્પિયનશિપનો વિચાર ૨૦૧૯ માં આવેલ હતો. ૨૦૧૦ માં તેને સ્વીકૃતિ આપી દેવામાં આવી હતી. આઇસીસી ઇચ્છતું હતું કે ૨૦૧૩ માં તેની શરૂઆત થાય, પરંતુ અમુક કારણોને લીધે તેવું બની શક્યું ન હતું.

કેટલી ટીમો લેશે ભાગ?

આઇસીસી વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ નવ ટીમો ભાગ લેશે. જેમાં ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ સામેલ છે. આમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડની ટીમ ને સામેલ કરવામાં આવેલ નથી કારણકે આ બન્ને ટીમોને ૨૦૧૮ માં જ ટેસ્ટ ટીમ નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૯ દેશો વચ્ચે બે વર્ષ સુધી ટુર્નામેન્ટ રમવામાં આવશે. આ દરમિયાન આ બધું જ ટીમો છ ટેસ્ટ સીરીઝ રમશે. જેમાંથી ત્રણ સિરીઝ તેઓ ઘર પર અને ત્રણ વિદેશમાં રમશે. જોકે આ ચેમ્પિયનશિપ રાઉન્ડ રોબિન નહીં હોય, કે જેમાં બધી ટીમોને એકબીજા વિરૂદ્ધ રમવું જરૂરી હોય. અંતમાં જે બે ટીમના અંક સૌથી વધારે હશે તેમની વચ્ચે ઇંગ્લેન્ડમાં જુન ૨૦૨૧ માં ફાઇનલ રમવામાં આવશે.

આવી રીતે મળશે પોઇંટ્સ

આ સિરીઝમાં કુલ ૧૨૦ પોઇન્ટ હશે, જે દરેક સિરિઝના મેચોના આધાર પર નક્કી થશે. એક-બે ટેસ્ટ મેચની સીરીઝમાં વધુમાં વધુ ૬૦ અંક મેળવી શકાશે જ્યારે પાંચ મેચોની સીરીઝમાં દરેક મેચમાં વધુમાં વધુ 24 અંક મેળવી શકાશે. ટાઈ થયેલ મેચમાં અડધા અંક મળશે. વળી ડ્રો થવા પર જીતના ત્રીજા ભાગના અંક મળશે. બે વર્ષ સુધી ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ જે બે ટીમના અંક સૌથી વધારે હશે તેમના વચ્ચે જુન ૨૦૨૧ માં ફાઇનલ રમવામાં આવશે.

ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચને મંજૂરી નહીં

બેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ રમશે. ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે નહીં, જોકે ફાઇનલમાં તે એકબીજા સાથે ટકરાઈ શકે છે. ભારત આ ચેમ્પિયનશિપમાં કુલ ૧૮ ટેસ્ટ રમશે, જેમાંથી ૧૨ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here