એક દિવસ અચાનક ખબર આવી કે બોલિવૂડની મહિલા સુપર સ્ટાર શ્રીદેવીની મોત નીપજ્યું છે. કોઈને પણ આ વાત પર ભરોસો નહતો કે એમની ચાહિતી અભિનેત્રીનું મૃત્યુ કેવી રીતે થઈ શકે, પણ ધીરે ધીરે શ્રીદેવીની મોતનુ સત્ય સામે બહાર આવ્યું. સ્વર્ગીય શ્રીદેવી ની મોત બાથ ટબમાં ડૂબવાથી થઈ આ વાત પરથી હમણાજ એક વાત બહાર આવી છે.
શ્રીદેવીના નામ પર એમની બાયોગ્રાફી “શ્રીદેવી ઇન્ટર્નલ ગોડેસ” લખનાર રાઇટર સત્યાર્થ નાયકે, એ વાત જણાવી છે કે શ્રીદેવી લો બ્લડપ્રેશરની પેશન્ટ હતી. લો બ્લડ પ્રેશરના દર્દી હોવાને કારણે તે ઘણી વખત બેભાન થઈ જતી હતી. પોતાની દ્વારા લખાયેલી શ્રીદેવીની જીવનીમાં ઘણી વાતોમાં સત્યાર્થ નાયકી શ્રીદેવીના નજીકના ઘણા લોકો ની વાતોને વ્યક્ત કરી છે.
એક ઇંગલિશ ન્યૂઝ પેપરના ઇન્ટરવ્યૂમાં સત્યાર્થ નાયક એ જણાવ્યું કે “મેં પંકજ પરાસર (જેમણે “ચાલબાજ” પિક્ચરમાં શ્રીદેવીને નિર્દેશિત કરી હતી) અને નાગાર્જુન થી મુલાકાત કરી. એમણે મને આ વાતની જાણકારી આપી કે શ્રીદેવીને બ્લડપ્રેશરની સમસ્યા હતી. જ્યારે શ્રીદેવી, નાગાર્જુન અને પંકજ પરાસર સાથે કામ કરી રહી હતી, ત્યારે પણ ઘણી વખત બાથરૂમમાં બેભાન થઈ ગઈ હતી.
પછી મેં આ વિશે શ્રીદેવીજી ની ભત્રીજી મહેશ્વરી સાથે પણ વાત કરી. એમને પણ મને આ જ કહ્યું કે શ્રીદેવી બાથરૂમના ફ્લોર પર પડી મળી હતી અને તેના ચહેરા પરથી લોહી નીકળતું હતું. બોની કપૂરે પણ મને કીધું એક દિવસ અચાનક જ ચાલતા ચાલતા શ્રીદેવી પડી ગઈ હતી.
જેમ કે મેં તમને કીધુ કે તેઓ બ્લડ પ્રેશરની પેશન્ટ હતી. આના પહેલા કેરલના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીની મોત એકસીડન્ટ નહિ પણ મર્ડર છે. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના ઈન્ડિયાની પહેલી સુપર સ્ટાર શ્રીદેવીની મૃત્યુ ના ખબર થી બધા શોકમાં પડી ગયા હતા. ન્યૂઝ અનુસાર શ્રીદેવી દુબઈની હોટલના રૂમમાં બાથટબમાં બેભાન અવસ્થામાં જોવા મળી હતી. શ્રીદેવીને બધાથી પહેલા તેના પતિ બોની કપૂરે જોઈ હતી ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે મોત ડૂબવાથી થઈ છે, એ પછી એમની રહસ્યમય મૃત્યુને લઈને ઘણી વાતો બનાવાઈ રહી છે.
રાઇટર દ્વારા આ રહસ્ય પરથી પરદો હાટવાની સાથે જ હકીકત એ બધી વાતો પર વિરામ ચિહ્નો લાગી ગયું છે. શ્રીદેવી ની ઉંમર ૫૬ વર્ષની હતી એમની મૃત્યુ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮માં દુબઈની હોટલ રૂમમાં એકસીડન્ટના લીધે ડૂબીને થાય ગઈ. “ચાંદની” માં પોતાના અભિનય થી બધાને હેરાન કરી દેનારી અભિનેત્રી ની મૃત્ય થી બોલીવુડ ને મોટો શોક લાગ્યો હતો.
જાનવી કપૂર અને બોની કપૂર ઘણા ઇન્ટરવ્યૂમાં એ વાત બતાવી ચૂક્યા છે કે હજી સુધી તેમનો પરિવાર શ્રીદેવીની યાદો માંથી બહાર નથી આવી શક્યો. શ્રીદેવી ખૂબસૂરત હતી, એની સાથે સાથે બહુ કાબીલ અભિનેત્રી પણ હતી. તેમણે ચાંદની પિચર સિવાય બીજી ઘણી સુપરહિટ પિક્ચરોમાં કામ કર્યું હતું. શ્રીદેવીની બેમિસાલ ખૂબસૂરતી અને અદ્ભુત અભિનયને લોકો હજી સુધી ભૂલી શક્યા નથી અને ક્યારેય ભૂલી શકશે ઓણ નહીં.