સ્પેનિશ ફ્લૂ : ૧૦૦ વર્ષ પહેલા કોરોના જેવા વાયરસે મચાવ્યો હતો આતંક, આવી રીતે બચ્યો હતો લોકોનો જીવ

0
1205
views

જો તમે વિચારી રહ્યા છો કે દુનિયા એ પહેલી વખત આવી કોઈ મહામારી જોઈએ છે જે આટલી ઝડપથી ફેલાઈ રહી છે તો તમે ખોટા છો. કારણકે કોરોના વાયરસની જેમ જ વર્ષ ૧૯૧૮ માં એક વાયરસ આવ્યો હતો અને આ વાયરસે તે સમયમાં પાંચ કરોડ લોકોના જીવ લીધા હતા. જી હા, વર્ષ ૧૯૧૮ માં પણ દુનિયા આ પ્રકારના વાયરસનો સામનો કરી ચૂકી છે અને આ વાઇરસને સ્પેનિશ ફ્લૂના નામથી ઓળખવામાં આવે છે.

સ્પેનિશ ફ્લૂ ને કારણે તે સમયમાં લોકોએ હાલના સમય જેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આપણે હાલમાં જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તેવી પરિસ્થિતિમાં જ તે સમયમાં લોકો રહેલા છે. તે સમયની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ બિલકુલ એક જેવી જ છે.

આવી રીતે સ્પેનિશ ફ્લૂથી બચ્યા હતા લોકો

સ્પેનિશ ફ્લૂથી બચવા માટે તે સમયમાં જાગૃતતા ફેલાવવાનું અભિયાન ચલાવવામાં આવેલ હતું. આ અભિયાનમાં અખબારોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી જેના લીધે આ ફ્લૂથી લોકોની રક્ષા કરી શકાય હતી. તે સમયમાં અખબારોમાં ફ્લૂથી કેવી રીતે બચી શકાય છે તેના વિશે દરરોજ સમાચારો છાપવામાં આવતા હતા અને લોકોને હાથની સ્વચ્છતા અને હાથ ધોવાની અલગ અલગ રીતો વિશે જણાવવામાં આવતું હતું.

સોશિયલ ડીસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવતું

તે સમયમાં પણ લોકોને સોશિયલ ડીસ્ટેસિંગ માટે કહેવામાં આવતું હતું અને જરૂરીયાત હોવા પર જ લોકોને ઘરની બહાર નીકળવા માટે નહીં મંજૂરી આપવામાં આવતી હતી. ફક્ત એટલું જ નહીં પરંતુ વર્ષ ૧૯૧૮માં પણ ઘણી જગ્યાએ લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ ફ્લૂ લાંબો સમય સુધી ફેલાયેલો રહ્યું હતું અને આ ફ્લુ એ ભારતમાં પણ આતંક મચાવ્યો હતો. આ ફ્લૂને કારણે લાખો ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ આ ફલૂ ની દવા બજારમાં આવી, ત્યારે આ ફ્લૂને જળમાંથી ખતમ કરી શકાયો હતો.

આજે પણ વિશ્વ ૧૯૧૮ ના વર્ષમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વ કોવિડ-૧૯ એટલે કે કોરોના વાયરસની પકડમાં આવી ગયું છે અને આ બીમારી મહામારી બની ગઈ છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકો મૃત્યુ પામેલા છે. જ્યારે ૧૨ લાખ લોકો આ વાયરસથી સંક્રમિત છે. દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલ આ વાયરસને અટકાવવા માટે લાખો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તે પછી પણ, દરેક દેશ વાયરસને ફેલાતો અટકાવવામાં નિષ્ફળ ગયો છે.

કોરોના વાયરસમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે અને એજ રસ્તો તેની દવા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની દવાઓ બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ તેની દવા બજારમાં આવવામાં ૧ વર્ષથી વધુનો સમય લાગી શકે છે. એટલા માટે કોરોનાથી બચવા માટે સાફ-સફાઈ અને લોકોથી અંતર જાળવી રાખવું એજ એકમાત્ર ઉપાય છે.

આજે લોકો કોરોના વાયરસને કારણે ઘરોની અંદર બંધ છે અને આ વાયરસથી બચવા માટે સામાજીક અંતર, સમય – સમય પર હાથ ધોવા વગેરે જેવી સાવચેતીઓ લઈ રહ્યા છે. તે યુગમાં મીડિયાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે મીડિયા પણ કોરોના વાયરસ સામે લડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. લોકોને અખબારો, સોશિયલ મીડિયા અને ચેનલો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સામાજિક અંતર અને સ્વચ્છતાની સંભાળ રાખીને તેઓ કેવી રીતે આ વાયરસથી પોતાને સુરક્ષિત રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here