દરેક વ્યક્તિ પોતાના નસીબમાં સુધારો કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જેના માટે તે દેવી-દેવતાઓની પૂજા કરે છે. તમે જાણતા હશો કે તમામ દેવતાઓમાં ભગવાન શિવ સૌથી વહેલા પ્રસન્ન થનારા દેવ માનવામાં આવે છે અને તેમનો સૌથી પ્રિય દિવસ સોમવાર છે. શિવજીની સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કોઈ ભક્ત ભોલેનાથની પૂજા સાચા હૃદયથી કરે તો તેના ઉપર હંમેશા ભગવાન શિવજીના આશીર્વાદ બની રહે છે. તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે.
ભોલેનાથ તેમના ભક્તોથી પ્રસન્ન થાઇને તેમને મનવાંચ્છિત ફળ આપે છે. તેઓ તેમના ભક્તોથી ખૂબ જ સરળતાથી ખુશ થઈ જાય છે. તેથી જ તેઓને ભોલેનાથ કહેવામાં આવે છે. આજે અમે તમને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એવા કેટલાક ઉપાય જણાવીશું જેને જો તમે સોમવારે કરશો તો તમારા ઉપર ભોલેનાથની કૃપા અવશ્ય થશે. ખરેખર એવી કેટલીય વસ્તુઓ છે કે જો તમે નિયમિતપણે સોમવારે શિવલિંગ ઉપર અર્પણ કરશો, તો તમને ઇચ્છિત ફળ મળે છે. શિવજીને ખાસ વિશેષ ચીજો અર્પણ કરવાથી શિવજી ખૂબ ખુશ થશે. ચાલો આપણે જાણીએ કે સોમવારે શિવલિંગ પર કઇ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
ઘઉં અર્પણ કરવાથી સંતાન સુખ મળશે
ઘણાં યુગલો એવા છે જેમને સંતાન સુખની પ્રાપ્તિ થતી નથી. તમારે સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે સોમવારે શિવજીના મંદિરે જઈને શિવલિંગ પર જળનો અભિષેક કરવો. જળનો અભિષેક કર્યા બાદ શિવલિંગ પર ઘઉંના કેટલાક દાણા અર્પણ કરો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિ થશે.
જવ અર્પણ કારવાથી મુશ્કેલીઓ દુર થશે
જવ ખૂબ પવિત્ર અનાજ છે જેને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારા જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ દૂર થશે. સોમવારના દિવસે શિવલિંગ ઉપર પૂજા કરતી વખતે શિવલિંગને જવઅર્પણ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓને દૂર કરશે અને ભગવાન શિવજી ની કૃપા દ્દષ્ટિ હમેશા તમારાં ઉપર રહેશે.
દૂધ અને ખાંડ ચડાવવાથી ભગવાન શિવજી પ્રસન્ન થશે
જો તમે સોમવારે શિવલિંગ પર દૂધ અને ખાંડ અર્પણ કરો છો તો તમને શ્રેષ્ઠ ફાયદો થશે. શાસ્ત્રોમાં લખ્યું છે શિવલિંગ ઉપર મીઠુ દૂધ અર્પણ કારવાથી ભગવાન શિવજી ખૂબ ખુશ થાય છે.
કાચા ચોખા અર્પણ કરવાથી આર્થિક લાભ થાય છે
જો તમારી જિંદગીમાં પૈસાને લગતી સમસ્યાઓ છે. તો આવી સ્થિતિમાં સોમવારે શિવલિંગ પર કાચ ચોખાને અર્પણ કરો. શિવજીની પૂજા કરતી વખતે શિવલિંગ પર કાચા ચોખાને ચડાવવાથી જીવનમા કયારેય પૈસાની અછત રહેશે નહીં અને તમે આર્થિક રીતે મજબૂત બનશો. પરંતુ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે શિવલિંગ પર જે ચોખા અર્પણ કરો છો તે તુટેલા ના હોવા જોઈએ.