સોશિયલ મીડિયા પર માં-દિકરીને જોઈને મુંજવણમાં મુકાય રહ્યા છે લોકો, કોઈ નથી જણાવી શકતું કે તેમાં માં કોણ છે અને દિકરી કોણ છે

0
1059
views

સોશિયલ મીડિયા પર લોકો કંઇપણ વાયરલ કરે છે. ફેમસ થવા માટે આ એકદમ સસ્તો અને સરળ રસ્તો છે. આજકાલ મીડિયા પર રશ્મિ સચદેવ નામની એક મહિલાનો ફોટો તેની છોકરી સાથે ખૂબ જ વાયરલ થયો છે. રશ્મી કોઇ જેવી તેવી મહિલા નથી તે મિસેજ યુનિવર્સ યુરો એશિયાની વિનર છે. રશ્મી સચદેવા ખુબ જ સુંદર છે. પરંતુ માં જ નહીં તેની દિકરી પણ  સુંદર છે. માં અને છોકરીના ફોટો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને તે બંને માંથી મોટી કોણ તે જાણવું ખુબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.

૧૯ વર્ષમાં થઈ ગયા હતા રશ્મીના લગ્ન

૧૯ વર્ષની ઉંમરમાં જ રશ્મિન લગ્ન દિલ્હીમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે કરી દેવામાં આવ્યા હતા. રશ્મીના પતિ નું નામ મનોજ સચીદેવા છે. 13 સપ્ટેમ્બર 1995માં તેમણે એક પુત્રીને જન્મ આપ્યો અને છોકરી નું નામ અસકા રાખ્યું. છોકરીની દેખભાળ કરવાની સાથે સાથે તેમણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યું. અત્યારે તેમની છોકરી 24 વર્ષની થઈ ગઈ છે અસકા દિલ્હી યુનિવર્સિટીમાં ઇંગ્લીશ ઓનર્સ નો કોર્સ કરી રહી છે.

ફોટા પડાવવાનો હતો શોખ

રશ્મિએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેને નાનપણથી જ ફોટો પડાવવાનો શોખ હતો. તેણે એક વખત એમ જ એક મેગેઝિનમાં તેનો ફોટો મૂકી દીધો અને તે સિલેક્ટ થઇ ગઈ. રશ્મીએ જણાવ્યું કે દિલ્હીમાં લગ્ન કરેલી મહિલાઓ માટે એક બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં તેની એક મિત્ર ભાગ લઇ રહી હતી.

દિકરીની જીદ પર લીધો ભાગ

રશ્મી કહ્યું કે આ જોઈને મારી દિકરીએ મને પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું કહ્યું. પહેલા મેં ના પાડી દીધી પરંતુ તેની જીદને લીધે તેમાં ભાગ લેવો પડ્યો. ત્યારબાદ તેણે મીસેજ ઇન્ડિયા અને મિસેજ એશિયા ઇન્ટરનેશનલમાં વિનર બની. ત્યાંથી જ હું ચીનના ગગ્વાગજુમાં આયોજન થનાર મિસેજ યુનિવર્સ માટે રવાના થઇ જ્યાં મને મીસેજ યુનિવર્સ ગોલ્ડન હાર્ટનો ટાઇટલ મળ્યું.

આ બધા પુરસ્કાર મેળવ્યા છે રશ્મિએ

રશ્મી અત્યાર સુધી પોતાના નામે અનેક પુરસ્કારો કરી ચૂકી છે. તેણે વાઇબ્રન્ટ મિસેજ દિલ્હી, મિસેજ યુનિવર્સ ગોલ્ડન હાર્ટ, મીસેજ યુનિવર્સ યુરેશિયા, મીસેજ એક્સક્વિઈઝિટ, એલીટ મીસેજ ઇન્ડિયા જેવા પુરસ્કાર પોતાના નામે કર્યા છે તે ઉપરાંત રશ્મિ નિવેદિતા ફાઉન્ડેશન અને દ્રષ્ટિકોણ ફાઉન્ડેશન NGO સાથે પણ જોડાયેલી છે.

ચર્ચામાં રહે છે માં-બેટી

માં-બેટી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. દેશમાં થતા મોટા ઇવેન્ટ પર રશ્મિ સચીદેવાને જોવામાં આવે છે. તે ઘણી પ્રોડક્ટ લોન્ચ માં જોવા મળી છે અને દિકરી અસ્કા પણ કોઈ મોડલથી ઓછી નથી આસકાને સુપર મોડલ ઓફ ધ વર્લ્ડની ઓફર મળી હતી જેમાં તેણે ના પાડી. તેને તેનું કરિયર હોમ ડેકોરમાં બનાવવું છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અહીં લોકો આજકાલ તેની સુંદરતાના વખાણ કરે છે. જો તમને પણ ખબર પડી હોય કે ટાઇટલમાં દર્શાવવામાં આવેલ ફોટામાં માં કોણ છે અને દિકરી કોણ છે તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. બહુ ઓછા લોકોને તેની જાણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here