સોશિયલ મીડિયા પર છવાયો ધોનીની લાડકી દિકરીનો વિડિયો, ક્યૂટનેસ પર ચાહકો થયા ફીદા, જુઓ વિડિયો

0
907
views

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલના દિવસોમાં પોતાની કારકિર્દીને લઇને ચર્ચામાં છે. મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સના હૃદયમાં બસ એક જ સવાલ છે કે તેઓ ટીમમાં ક્યારે પરત ફરશે? અને ત્યારે ફરી એકવાર તેઓને વિકેટની પાછળ જોવા મળશે? આ સવાલો પર મહેન્દ્રસિંહ ધોની સહિત બીસીસીઆઈ અધ્યક્ષે પણ મૌન રાખ્યું છે. પરંતુ આ બધી બાબતોની વચ્ચે તેમની લાડકી દીકરીનો એક વીડિયો વાઇરલ થઇ રહેલ છે.

સોશિયલ મીડિયા પર ફક્ત મહેન્દ્રસિંહ ધોની હીરો નથી પરંતુ તેમની દીકરીના ચાહકો પણ ખૂબ જ વધારે છે. તેમની દીકરી એટલે કે જીવા ની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોવા માટે ફ્રેન્ડ્સ બેતાબ હોય છે. આ કડીમાં મહેન્દ્રસિંહ ધોનીની દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાઇરલ થઇ રહેલ છે, જેને જોઇને તેમના ફેન્સ મોહિત થઈ ગયા છે. હકીકતમાં વીડિયોમાં જીવા ખૂબ જ ક્યુટ નજર આવી રહી છે અને તેની હરકતો ખૂબ જ વધારે ક્યૂટ છે. જેના લીધે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો.

ગિટાર વગાડતી નજર આવી જીવા

મહેન્દ્રસિંહ ધોની ની દીકરી જીવાનો વિડીયો વાયરલ થઇ રહેલ છે જેમાં તે ગિટાર વગાડતી નજર આવી રહી છે. આ ગિટારની સાથે તે ગીત પણ ગાઇ રહી છે જેને તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જીવાને આ પ્રકારના કામકાજ કરવા ખૂબ જ વધારે પસંદ છે અને તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ ચુક્યા છે. મતલબ સ્પષ્ટ છે કે જીવાને અભ્યાસ સિવાય આ બધી વસ્તુઓમાં પણ ઇન્ટરેસ્ટ છે, જે નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

Snow brings the best out of her @ziva_singh_dhoni

A post shared by M S Dhoni (@mahi7781) on

હંમેશા ચર્ચામાં રહે છે જીવા

તમને જણાવી દઈએ કે આ પહેલો અવસર નથી જ્યારે જીવા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, પરંતુ આ પહેલા પણ ઘણી વખત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુક્યા છે, જેને જોવા માટે તેના ફેન્સ ખૂબ જ આતુર રહે છે. ક્યારેક જીવવાને ક્રિકેટના મેદાન પર પોતાના પપ્પા સાથે મસ્તી કરતા જોવામાં આવે છે તો ક્યારેક તેમને મિસ કરતી નજર આવે છે. મતલબ કે જીવા પોતાની ક્યૂટનેસ થી બધાનું દિલ જીતી લે છે.

ક્રિકેટથી દૂર થઈ ચૂક્યા છે મહેન્દ્ર સિંહ ધોની?

વર્લ્ડ કપ બાદ થી ધોની એક પછી એક સિરીઝમાંથી પોતાનું નામ પરત લઇ રહેલ છે, જેના લીધે માનવામાં આવે છે કે તેઓએ સંન્યાસ લેવાનું નક્કી કરી લીધું છે. પરંતુ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અને તેમની જરૂરિયાત છે એટલા માટે તેઓ એલાન કરી રહ્યા નથી. આ બધાથી વિપરિત ધોની ના ચાહકો તો એવું ઈચ્છે છે કે તેઓ ખૂબ જ જલ્દી ટીમમાં પરત ફરે જેથી કરીને ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરી શકે. મહેન્દ્રસિંહ ધોની ટીમમાં પરત ફરશે કે નહીં તે હવે આઇપીએલના પ્રદર્શન પર નિર્ભર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here