સિંગર કુમાર સાનુ એ સ્વીકાર્યું કે નેપોટીજ્મ બધી જગ્યાએ છે પરંતુ બોલીવુડમાં વધારે છે

0
1543
views

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર થી ભેદભાવ થી લઈને ભાઈ-ભત્રીજાવાદ, બહારની અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા પરિવાર અને કોઈ ગોડ ફાધર સાથે જોડાયેલ હોવાના અને ગોડ ફાધર વગર સંઘર્ષ કરવા જેવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવા સવાલ અભિનવ કશ્યપ, કંગના રાણાવત, કોઈના મિત્રા, અનુભવ સિન્હા, નિર્માતા નિખિલ દિવેદી, હેર સ્ટાઇલિસ્ટ સપના મોતી ભવનાની ઉઠાવી ચૂક્યા છે. હવે આ નામોમાં ફેમસ સિંગર કુમાર સાનુ નું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતે નાની ઉમરમાં ખૂબ જ ઓછા સમયમાં ઘણું સારું નામ કર્યું હતું. બોલીવુડને સારી ફિલ્મો આપી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની એક અલગ જ જગ્યા બનાવી છે.

વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંતે આત્મહત્યા કરી લીધી

કુમાર સાનુએ જણાવ્યુ કે, મને હજુ સુધી વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. જ્યાં સુધી મે સાંભળ્યુ હતું કે તે એક પોઝિટિવ માણસ અને ખૂબ જ સારો કલાકાર હતો. ખૂબ જ ઓછા સમયમાં જ તેણે ઘણા સારા કામો કર્યા હતાં. તેમણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી અને પોતાની એક અલગ જ ઇમેજ બનાવી હતી. બિહારથી આવેલ ઘણા ટેલેંટેડ કલાકાર હાલમાં બોલિવુડમાં છે. શત્રુધન સિન્હા, મનોજ બાજપેયી, શેખર સુમન, ઉદિત નારાયણ અને સુશાંતસિંહ રાજપૂત જેવા કલાકારો બિહારે બોલિવૂડને આપ્યા છે. સુશાંતે નાની ઉમરમાં ઘણું સારું કામ કર્યું હતું. તેમણે ઘણી સારી ફિલ્મો કરી અને આપણું મનોરંજન પણ કર્યું.

ભગવાન સુશાંતની આત્માને શાંતિ આપે

કુમાર સાનુએ આગળ જણાવ્યુ કે, હું ફક્ત એટલું જ કહીશ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મારૂ મન હજુ પણ એ જ કહી રહ્યું છે કે કાશ સુશાંતસિંહ રાજપૂતે આવું પગલું ના ભર્યું હોત. તેમના મોત થી એક અલગ જ ક્રાંતિ દેખાઈ આવી છે. નેપોટીજ્મ બધી જ જગ્યાએ હોય છે પરંતુ બોલિવુડમાં વધારે હોય છે. આ તમે જ છો જે અમને બનાવો છો. કોણ કોને બનાવશે, કોણ કોને ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી નાખશે તે ફિલ્મ બનાવાવાળા અથવા ઉપરના લોકો આ નિર્ણય નથી કરી શકતાં. આ તમારા હાથમાં જ હોય છે કે કોને રાખવો અને કોને નહી. આપ લોકો જ છો જે બધા આર્ટિસ્ટો ને બનાવો છો.

પહેલા આ કરો કામ પછી કરો મહેનત

કુમાર સાનુ એ અંતમાં જણાવ્યુ કે, મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં બહાર થી આવીને મહેનત કરી રહેલા લોકોને હું એક જ સલાહ આપીશ કે પહેલા તમે કોઈ જોબ પકડી લો બાદમાં મહેનત કરો. મે પણ એવું જ કર્યું હતું અને પછી સ્ટ્રગલ કર્યું હતું. આવું કરવાથી તમને રહેવા અને જમવાની તકલીફ નહીં પડે અને બીજા લોકો સામે તમારે નમવું નહીં પડે. તેનાથી તમે તમારા ટેલેન્ટને ખૂબ જ સારી રીતે દર્શાવી શકશો. મને આશા છે કે સુશાંતસિંહ રાજપૂત ના લીધે આવનારી પેઢી ને સારું કામ મળી રહેશે. હું ફક્ત એટલું જ કહીશ કે સુશાંતસિંહ રાજપૂત અમર થઈ ગયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here