સડકના કિનારે, મંદિરો પાસે અથવા તો કોઈ સારવાર એક જગ્યા પર આપણે હંમેશા એવા બાળકોને જોઈએ છે જેમનું આ દુનિયામાં કોઈ નથી હોતું. આપણે જ્યારે પણ થોડા પૈસા, સામાન અને કપડાં લઈને તેમની મદદ કરીએ છીએ તો હંમેશા આપણા મનમાં વિચાર આવે છે કે કદાચ મારી પાસે એટલા પૈસા અને શક્તિ હોય જેથી ભવિષ્યમાં પણ તેમની મદદ કરી શકાય. ત્યારબાદ આપણી પાસે ભવિષ્યમાં પૈસા અને શક્તિ બંનેની નું આગમન થઈ જાય છે પરંતુ દુર્ભાગ્યવશ આપણી એ ઈચ્છા બાળપણનું એવું સપનું બનીને રહી જાય છે જે ક્યારેય પૂરું નથી થતું.
આપણા સમાજમાં એવા ઘણા વ્યક્તિ થયેલા છે અને હાજર પણ છે જે કોઈપણ સગવડતા વગર આવું કામ કરી બતાવેલ છે, જેને આપણે પૈસા અને શક્તિ હોવા છતાં પણ નથી કરી શકતા. કારણ કે તેમની પાસે ઇચ્છાશક્તિ અને દ્રઢ નિશ્ચય જે ગુણ હોય છે તે આપણી પાસે હોતો નથી. આવી જ એક ઇચ્છાશક્તિનું નામ છે “સિંધુતાઈ સપકાલ”. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વિષે વિચારી રહ્યો છે. એવા સમયમાં સિંધુતાઈ સપકાલ જેવી વ્યક્તિ પણ આપણા સમાજમાં અદભુત યોગદાન આપી રહી છે.
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પીપરી મેઘે ગામડું છે જ્યાં સિંધુતાઈ સપકાલ નો જન્મ થયો હતો. તેમના પિતા પશુઓને ચરાવવાનું કામ કરતા હતા. સિંધુતાઈ દિકરો નહીં પરંતુ દીકરી હતી એટલા માટે પરિવારના લોકો તેમને નાપસંદ કરતા હતા. પરંતુ તેમના પિતા પોતાની દીકરીના જીવનને આગળ વધતું જોવા માંગતા હતા એટલા માટે સિંધુતાઈની માતાની ઇચ્છા વિરુદ્ધ તેઓ એ સ્કૂલમાં અભ્યાસ માટે મોકલતા હતા. માતા નો વિરોધ અને ઘરની આર્થિક પરિસ્થિતિઓના કારણે સિંધુતાઈ ના અભ્યાસમાં બાધાઓ આવતી હતી. ૧૦ વર્ષની સિંધુતાઈ જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેમના લગ્ન ૩૦ વર્ષના શ્રી હરિ સાથે થઈ ગયા. ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં તેઓ ૩ બાળકોની માતા બની ગયા હતા.
સરપંચ ના કહેવા પર ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા
એક વખત ગામના સરપંચે લોકોને મંજૂરી આપી નહીં તો સિંધુતાઈ એ તેની ફરિયાદ જિલ્લા અધિકારીને કરી. પોતાના અપમાનનો બદલો લેવા માટે સરપંચે સિંધુતાઈ ના પતિને આદેશ આપ્યો કે તેને ઘરમાંથી કાઢી મુકે. તે સમયે સિંધુતાઈ ગર્ભવતી હતા. જે દિવસે તેઓને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા, તે રાતે એક ગૌશાળામાં તેઓએ દીકરીને જન્મ આપ્યો.
સ્મશાનમાં રાતો પસાર કરી
ત્યારબાદ તેઓ પોતાના માતા-પિતાને ત્યાં ગયા તો તેમની માતાએ પણ તેમને સહારો આપવાથી ઇનકાર કરી દીધો. તે સમયે તેમના પિતાનું અવસાન થઈ ચુક્યુ હતું. સિંધુતાઈ પોતાની દીકરી સાથે રેલવે સ્ટેશન પર રહેવા લાગ્યા. દિવસે તેઓ ત્યાં ભીખ માંગતા અને દીકરીની સુરક્ષા માટે રાત સ્મશાનમાં પસાર કરતા. તેઓ રાત્રે પોતાનું ભોજન સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવેલી લાશની અગ્નિ પર બનાવતા હતા. જીવનના આ સંઘર્ષ દરમ્યાન તેઓ અનુભવ કર્યો કે દેશમાં આવા ઘણાં બાળકો છે જેમને માં ની મમતા ની જરૂરિયાત છે. જ્યારે તેઓએ નિર્ણય કર્યો કે હવે તેઓ આ અનાથ બાળકોની માં બનશે અને તેમને સારું ભવિષ્ય આપશે.
હજારો અનાથનો સહારો બન્યા
સિંધુતાઈ એ પોતાનું સમગ્ર જીવન અનાથ બાળકો ને સમર્પિત કર્યું છે. એટલા માટે તેઓને માઈ (માં) કહેવામાં આવે છે. તેઓએ ૧૦૫૦ અનાથ બાળકોને દત્તક લીધા છે. તેમના પરિવારમાં આજે ૨૦૭ જમાઈ અને ૩૬ વહુઓ છે. એક હજારથી વધારે પૌત્ર-પૌત્રીઓ છે. તેમની પોતાની દીકરી વકીલ છે. તેમના દ્વારા દત્તક લેવામાં આવેલ બાળકો આજે ડોક્ટર અને વકીલ છે. જેમાંના ઘણા બાળકો આજે પોતાનું અનાથાશ્રમ ચલાવે છે. સિંધુતાઈ ને કુલ ૨૭૩ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે, જેમાં અહલ્યાબાઈ હોલકર પુરસ્કાર પણ સામેલ છે જે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે કામ કરવાવાળા સમાજકર્તાઓને સન્માનમાં આપવામાં આવે છે.
પુરસ્કારમાં મળતા બધા પૈસા નો ઉપયોગ તેઓ અનાથાશ્રમ માટે કરે છે. તેમના અનાથાશ્રમ પુના, વર્ધા, સાસવડ માં સ્થિત છે. સિંધુતાઈ એ પોતાના પતિને એક દીકરાના રૂપમાં સ્વીકાર કર્યો છે. આજે તેઓ ગર્વ સાથે જણાવે છે કે તેઓ (તેમના પતિ) તેમના સૌથી મોટા દીકરા છે. વર્ષ 2010માં તેમના જીવન પર આધારિત મરાઠી ફિલ્મ પણ બનાવવામાં આવેલ હતી. તેને લન્ડન ફિલ્મ મહોત્સવ માટે પણ પસંદ કરવામાં આવી હતી.
સિંધુતાઈ ઇચ્છાશક્તિ અને દ્રઢનિશ્ચય નું એક એવું ઉદાહરણ છે જેમણે પોતાની વાતને હકીકતમાં બદલીને એક ઇતિહાસ રચ્યો છે, જે યુગો સુધી કાયમ રહેશે. તેઓએ પોતાના જીવનમાં કેવા ઊતાર ચઢાવ જોયા છે જેમાંથી બહાર નીકળીને પોતાને ટકાવી રાખવા અશક્ય હોય છે, પરંતુ સિંધુતાઈ એ ફક્ત પોતે તેમાંથી બહાર નથી નીકળ્યા પરંતુ સાથોસાથ હજારો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે.
જન્મ બાદ પરિવારે સિંધુતાઈ ને એક મનુષ્યની પહેલા એક યુવતીના રૂપમાં જોયું, જેના નસીબમાં દરેક જગ્યાએ ભટકવાનું લખ્યું હતું. જેમના પરિવારે પણ તેમની ઉપેક્ષા કરી તેમણે એ કરી બતાવ્યું જેની કલ્પના પણ કોઈએ ન કરી હતી. સમયને કોણ ઓળખી શક્યું છે, જે છોકરીને તેઓ નાપસંદ અને કમભાગ્ય માનતા હતા, તેણે પોતાના સંકલ્પથી એક દિવસ હજારો અનાથ બાળકોની મમતામયી આશરો આપ્યો.