શુક્રવારનાં દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ કરો આ ૩ વસ્તુઓ, ધનની આવક થશે બમણી

0
412
views

મા લક્ષ્મીજી અને ધનને ખૂબ જ ઊંડો સંબંધ હોય છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જો તમારા જીવનમાં ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો તેનાથી સમાધાન માટે તમે માતા લક્ષ્મીજી પાસે જઈ શકો છો. એવું કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજીને કોઈપણ વ્યક્તિ પસંદ કરે છે તેના જીવનમાં ધનની કમી નથી રહેતી. માતાજી તેના જીવનમાં એવો ભાગ્યોદય કરે છે કે તેની પાસે પૈસાની આવક વધતી જ જાય છે.

આ જ કારણના લીધે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીજીના પૂજાપાઠમાં કરતાં રહે છે. શુક્રવારના દિવસને માં લક્ષ્મીજીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે માં પોતાના ભક્તોની પ્રાર્થના ખુબ જ જલ્દી સાંભળે છે. તેવામાં શુક્રવારના દિવસે તમે અમુક ખાસ ઉપાયોથી માતાજીનું પૂજન કરવાથી તમને ખૂબ જ જલ્દી સારા લાભ મળે છે.

શુક્રવારના દિવસે અમુક ખાસ ચીજો માતાજીને અર્પિત કરવાથી જીવનમાં ધનની કમી નથી રહેતી અને તમારા ભાગ્યમાં પૈસા ને લગતા કોઈપણ સમસ્યા નથી આવતી. ધન કમાવવા માટે નવા અવસર પણ મળે છે. તો આજે તમને જણાવીશું કે શુક્રવારના દિવસે મા લક્ષ્મીજી ના ચરણોમાં શું ચડાવવું જોઈએ.

ચાંદી કે સોનાનો સિક્કો

શુક્રવારના દિવસે સોનું-ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં બરકત પણ રહે છે. સાથે જ તમને જણાવી દઈએ તો આ દિવસે સોના ચાંદીનો સિક્કો ખરીદી અને મા લક્ષ્મીજી ના ચરણોમાં રાખવાથી ઘરમાં બરકત રહે છે. માતાજીની સામે તેની રાખી અને તેની પૂજા કરવાથી અને ત્યારબાદ તેને તિજોરીમાં રાખી દેવાથી પૈસાની આવક વધે છે. સિક્કાની જગ્યાએ તમે સોના કે ચાંદીની કોઈ અન્ય ચીજવસ્તુઓ પણ માતાજીના ચરણોમાં રાખી શકો છો તેનાથી તમને ખૂબ જ જલદી સારું લાભ મળશે.

મોર પંખ

મોર પંખમાં ગજબની પોઝિટિવ એનર્જી હોય છે અને તેને લક્ષ્મીજીના સામે રાખવાથી કે પૂજા સ્થળમાં રાખવાથી પછી પોઝિટિવ એનર્જીથી ભરેલી રહે છે. એક વાત તમને જણાવી દઈએ કે મા લક્ષ્મીજી માત્ર તે જગ્યા અને ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે. તે ઉપરાંત મોર પંખ ખૂબ જ આકર્ષક પણ હોય છે જેથી માતાજી નું ધ્યાન ખેંચે છે અને તમારી દરેક ઈચ્છા જલ્દી સાંભળે છે.

કળશ

કળશ એક પવિત્ર ચીજ હોય છે અને તેની દેવી-દેવતાઓની પાસે રાખવામાં આવી છે તેનાથી ઘણા ફાયદા થતા હોય છે. તે ઘરમાં પોઝિટિવ એનર્જી લેવલ વધારે છે અને નેગેટિવ એનર્જી એટલે ખરાબ શક્તિઓને સમાપ્ત કરે છે. એક વાતનું ધ્યાન રાખવું કે કળશ તમે તાંબાના લોટા, પાંચ આંબાના પાન અને એક નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવો. તમારી ઈચ્છા હોય તો તમે તેની ઉપર પૂજા દોરો પણ લપેટી શકો છો અને સાથે નારિયેળની ઉપર સ્વસ્તિકનું ચિન્હ પણ બનાવવાનું ભૂલવું નહીં. જો તમે દર શુક્રવારના દિવસે આ રીતે કળશની સાથે માં લક્ષ્મીજીની પૂજા કરો છો તો તમને ખૂબ જ વધુ લાભ મળશે અને તમારે સમસ્યાનો સામનો કોઈ દિવસ નહીં કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here