શું તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન નાં મોબાઇલ સેલમાં છેતરાઈ તો નથી રહ્યા ને?

0
416
views

ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ગ્રાહક ને આકર્ષવા માટે રોજ કોઈ ને કોઈ સેલ આવતા રહે છે. જેમાં લોકોને ઘણીવાર ફાયદો થાય છે તો કોઈ દિવસ એવા પણ સેલ આવે છે કે તેમાં ગ્રાહકને નુકશાન થાય છે પરંતુ તેમ છતાં ગ્રાહકને છેતરાયાની ખબર નથી રહેતી. તેનું કારણ હોય છે કે ગ્રાહકને મોબાઈલ વિશે પુરી જાણકારી નથી હોતી.

જેમ કે જે મોબાઈલ ની કિંમત અત્યારે ઓછી બતાવવામાં આવી રહી છે તેની ખરેખર લોન્ચિંગ ટાઈમ પર કિંમત કેટલી હતી તે લોકોને ખબર હોતી નથી જેના કારણે ફ્લિપકાર્ટ મોબાઈલ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે ફક્ત એ જોઇને જ લોકો મોબાઈલ ખરીદી લેતા હોય છે. અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર સેલ ચાલુ છે. ફ્લિપકાર્ટ પર Realme Days સેલ ચાલી રહ્યો છે અને એમેઝોન પર Mi Days સેલ ચાલી રહ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે ક્યાં સેલ માં તમે છેતરાઈ શકો છો.

પહેલા આપણે વાત કરીએ ફ્લિપકાર્ટ ના Realme Days સેલ ની તો મિત્રો તેમાં અમુક મોબાઈલના ભાવ ઘટાડવામાં આવ્યા છે તો અમુક મોબાઈલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ તમને એવું બતાવવામાં આવી રહ્યું છે કે Realme બ્રાન્ડના બધા જ મોબાઈલના ભાવ ઘટાડવામાં આવ્યા છે પરંતુ એવું નથી. વાત કરીએ Realme 3 Pro ની તો આ મોબાઈલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ તેમ છતાં આ મોબાઈલની કિંમત ઘટાડીને દર્શાવવામાં આવી છે.

આ મોબાઈલ લોન્ચ થયો ત્યારે એની કિંમત ૧૩૯૯૯/- જ રાખવામાં આવી હતી અને અત્યારે એની કિંમત પણ એટલી જ છે. પરંતુ આ મોબાઇલને Realme Days સેલમાં ૧૩૯૯૯/- ના ભાવ થી જ એડ કરી દેવામાં આવ્યો છે. મતલબ કે જે લોકોને આ મોબાઈલની લોન્ચિંગ કિંમતની ખબર ના હોય તે લોકો આ મોબાઈલમાં ભાવ ઘટાડો જોઇને મોબાઈલ ખરીદી લેશે.

હવે આપણે વાત કરીએ એમેઝોન ની તો શું તમને ખબર છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન શા માટે આ પ્રકારના મોબાઈલ ના સેલ ચાલુ કરે છે ? ભાવ ઘટાડો કરી ને તેને શું મળે છે ? ચાલો અમે તમને જણાવી દઈએ કે મોબાઈલના સેલ શા માટે કરવામાં આવે છે.

વાત કરીએ હવે એમેઝોન ની તો તેમાં Mi days નામનો સેલ છેલ્લા ઘણા દિવસ થી ચાલુ છે. જેમાં જુના મોબાઈલ માં ભાવ ઘટાડો કરીને વેચવામાં આવી રહ્યા છે. જે લોકો મોબાઈલના જાણકાર છે એ લોકો ને આ સેલ વિશે જાણકારી હશે જ પરંતુ કે લોકો ને મોબાઈલ વિશે કોઈ જાણકારી ના હોય તે લોકો આ સેલ માં છેતરાઈ જાય છે. ખરેખર આ સેલ કરવાનું કારણ એ છે કે જે કંપની ના મોડેલ જુના થઈ ગયા હોય તેને આ સેલમાં ભાવ ઘટાડો કરીને વેચવામાં આવે છે. કંપની જ્યારે ઓછા ભાવમાં નવો મોબાઈલ લોન્ચ કરવાની હોય ત્યારે જુના મોબાઈલમાં ભાવ ઘટાડો કરીને સેલમાં વેચવામાં આવે છે.

લોકોને એ જાણ નથી હોતી કે જે ભાવમાં જુનો મોબાઈલ મળતો હતો એ ભાવમાં જ ટુંક સમયમાં નવો મોબાઈલ નવા ફીચર સાથે લોન્ચ થવાનો હોય છે. જ્યારે પણ કંપની નવો મોબાઈલ જુના મોબાઈલના ભાવમાં લોન્ચ કરવાના હોય ત્યારે અમુક મોબાઇલ ના સેલ ચાલુ કરીને વેચવામાં આવે છે. સેલમાં મોબાઈલ ખરીદતી વખતે મોબાઈલ વિશે થોડી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે નહિ તો નવા મોબાઈલના ભાવમાં તમને જુનુ મોડેલ મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here