શું મોદી પોતાની સાથે બ્રીફકેસમાં ન્યુક્લિયર બોમ્બ લઈને ચાલે છે?

0
269
views

સોશિયલ મીડિયા પર એવી અફવા આમ છે કે પ્રધાનમંત્રી સુરક્ષા માટેના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ જે બ્રીફકેસ ને સાથે લઈને ચાલે છે તે ન્યુક્લિયર બોમ છે. આ બેગ પર શંકાના કાળા વાદળ ઘેરાઈ રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરવા માં આવી એ પછી થી મોદી આ બેગ ને સાથે લઈને ચાલે છે. હમણાં જ મોદી એ ગણતંત્ર દિવસ માં આવ્યા હતા તેની તસવીરો માં ખબર પડે છે કે જેમાં સિક્યોરિટી આ બ્રીફકેસ ને સાથે લઈને ચાલતા દેખાય છે.

અફવાની માનીએ તો બ્રિફકેસમાં વજન ૧૦ થી ૧૨ કિલો ની વચ્ચે હોય છે. બ્રિફકેસમાં એક નાનો એન્ટેના હોય છે અને પરમાણુ બોમ્બ નો ટ્રીગર હોય છે. દુનિયાના કોઈપણ ખુણા પર મોદી ક્યાંય પણ બોમ્બે ફેંકી શકે છે. તે બ્રીફકેસ એક લેપટોપ ની સાથે જોડાયેલો હોય છે. કહે છે કે જે પણ અધિકારી ની પાસે આ બ્રિફ કેસ હોય છે તે મોદીની આસપાસ જ રહે છે.

અત્યાર સુધી તો ફક્ત એ જ અફવાઓ સાંભળી હતી કે, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિની પાસે જ આવી બ્રીફકેસ હોય છે જે તેમના સિક્યોરિટીના માણસો લઈને સાથે ચાલતા હોય છે. જ્યારે બરાક ઓબામા ભારત આવેલા હતા, ત્યારે તેના કાફલામાં આવી ચાર બેગ પર બધા લોકોની નજર હતી. રક્ષા વિશેષજ્ઞ કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે પણ કોઈ જગ્યાએ જાય છે, ત્યારે દરેક સમયે ન્યુક્લિયર કંટ્રોલના કોડ હંમેશા તેની સાથે એક બેગમાં હોય છે.

પ્રધાનમંત્રી ની દરેક તસવીરમાં કોઈને કોઈ સિક્યુરિટી અફસરના હાથમાં આ બ્રીફકેસ હોય છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે, શું નરેન્દ્ર મોદી કોઈપણ જગ્યાએ થી ન્યુક્લિયર બોમ્બ ચલાવી શકે છે? શું આ બ્રીફકેસનો પાસવર્ડ ફક્ત એમની પાસે જ છે?

જ્યારે વધારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ બ્રીફકેસ નથી પરંતુ પોર્ટેબલ બુલેટ પ્રુફ શિલ્ડ છે જે પૂરી રીતે ખુલી જાય છે અને રક્ષાકવચ ના માટે કામ આવી શકે છે. એ તેમની પર્સનલ પ્રોટેક્શન માટે હોય છે. તેનું કામ એ છે કે જો પ્રધાનમંત્રી પર કોઈ આતંકી હુમલો થાય તો સુરક્ષા કમાન્ડો તરત જ તેને ખોલીને પીએમ ને કવર કરી લે છે. એટલે કે કોઇપણ રીતના હમણાથી સુરક્ષા કરવા માટે સક્ષમ છે. આ બ્રિફકેસમાં એક ગુપ્ત ખિસ્સું પણ હોય છે. જેમાં એક પિસ્તોલ રાખેલી હોય છે. આતંકી હુમલાના સમયે કે સુરક્ષા ની રીતે કામ કરતું હોય છે. તેથી આ સાથે લઈને ચાલવા વાળા કમાન્ડો પ્રધાનમંત્રીની આસપાસ જ રહે છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સાથે પણ આ બ્રીફકેસ ચાલતું હતું. તો એ અફવા ફક્ત અફવા જ છે કે પ્રધાનમંત્રી મોદી ક્યાંય પણ ન્યુક્લિયર હુમલો કરવા વાળા બટન દબાવી શકે છે. ન્યુક્લિયર હુમલો ખૂબ જ જવાબદારીનો નિર્ણય હોય છે તેને થોડા સમયમાં અને ઉતાવળમાં નથી લેવામાં આવતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here