જીવનમાં જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં સવાલ હોય છે કે આ કાર્ય પૂર્ણ થશે કે નહીં? તેવી જ રીતે કોઈ મોટી ચીજવસ્તુઓ માટે નિર્ણય લેતા પહેલા સો વખત વિચાર કરીએ છીએ. દરેક માણસના મનમાં કોઈપણ ચીજ વસ્તુ ને લઇ ને કોઈક ને કોઈક સમસ્યા જરૂર હોય છે. દરેક વ્યક્તિ તે સમસ્યાનો સમાધાન શોધવા માટે લાગી જાય છે. ઘણીવાર આપણને તે વાતો ના જવાબ મળી જાય છે અને ઘણીવાર નિર્ણય લેવામાં આપણે ખુબ જ સમય પસાર કરીએ છીએ.
જો તમે તમારા જીવનમાં કોઈપણ કાર્ય કરવા માગતા હોય અને તે કાર્ય સફળ થવામાં કોઈ સમસ્યા આવતી હોય તો તમે શ્રીરામ શલાકા પ્રશ્નાવલી ની સલાહ લઈ શકો છો. શ્રીરામ શલાકા પ્રશ્નાવલીના માધ્યમથી દરેક વ્યક્તિ ને દરેક પ્રશ્નોના જવાબ તેમાંથી મળી જશે. અને ભગવાન દ્વારા રસ્તો પણ મળી જશે. તો આજે તમને જણાવીશું શ્રીરામ શલાકા પ્રશ્નાવલી શું છે અને તે કઈ રીતે કાર્ય કરે છે.
શું છે શ્રી રામ શલાકા પ્રશ્નાવલી
શ્રીરામ શલાકા પ્રશ્નાવલી નો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે અને તે દરેક સવાલની ચાવી છે. શ્રીરામ શલાકા પ્રશ્નાવલી તમારા દરેક સવાલનો જવાબ સરળતાથી મેળવી શકો છો. જો તમે અસમજણ હોય તો શ્રીરામ શલાકા પ્રશ્નાવલી નો ઉપયોગ કરો તેનાથી દરેક પ્રશ્નોના જવાબ મળી જશે.
કેવી રીતે કામ કરે છે શ્રી રામ શલાકા પ્રશ્નાવલી
શ્રી રામ શલાકા પ્રશ્નાવલી થી સરળતાથી દરેક પ્રશ્નોના જવાબ મેળવી શકાય છે. શ્રી રામ શલાકા પ્રશ્નાવલી શ્રી ગોસ્વામી દ્વારા બનાવેલ છે. અને તે રામાયણની ૯ ચોપાઈ પર આધારિત છે. શ્રીરામ શલાકા પ્રશ્નાવલી એક પ્રકારનો ચાર્ટ છે જેમાં હિન્દી વર્ણમાલા ના અક્ષરો લખાયેલા છે અને તે જ અક્ષરોમાં તમારા દરેક પ્રશ્નના જવાબ છે. જો તમે આ વર્ણમાલા ના કોઈપણ એક અક્ષર ને પસંદ કરો છો તો તમને તે ચોપાઈ ને આધારે તમારા જવાબ મળી જશે.
શ્રી રામ શલાકા પ્રશ્નાવલીમાં ૨૨૫ ખાના હોય છે અને તેમાં રહેલા એક અક્ષર ને પસંદ કરો તો તેનાથી ૯ અક્ષર બને છે અને તે અક્ષરો થી એક ચોપાઈ. તમે જે અક્ષર પસંદ કરો છો ત્યારબાદ તેમાંથી એક ચોપાઈ આવશે અને તે ચોપડીમાં તમારા દરેક સવાલોના જવાબ હશે. શ્રીરામ શલાકા પ્રશ્નાવલી માં ૯ ચોપાઈ કઈ રીતે છે અને તેની સાથે કયો અર્થ જોડાયેલો છે તેના વિશે જણાવીશું.
ચોપાઈ-૧
- सुनु सिय सत्य असीस हमारी। पूजिहि मन कामना तुम्हारी।
- ભાવાર્થ – કાર્ય સિદ્ધ થશે
ચોપાઈ-૨
- प्रबिसि नगर कीजै सब काजा। हृदय राखि कोसलपुर राजा।
- ભાવાર્થ – સફળતા મળશે.
ચોપાઈ-૩
- उघरें अंत न होइ निबाहू। कालनेमि जिमि रावन राहू।।
- ભાવાર્થ – સફળતામાં સંદેશ છે.
ચોપાઈ-૪
- बिधि बस सुजन कुसंगत परहीं। फनि मनि सम निज गुन अनुसरहीं।।
- ભાવાર્થ – સફળતામાં સંદેહ છે.
ચોપાઈ-૫
- मुद मंगलमय संत समाजू। जिमि जग जंगम तीरथ राजू।।
- ભાવાર્થ – કાર્ય સિદ્ધ થશે.
ચોપાઇ-૬
- होइ है सोई जो राम रचि राखा। को करि तरक बढ़ावहिं साषा।।
- ભાવાર્થ – સંદેહ છે, કાર્ય સિદ્ધ થશે.
ચોપાઈ-૭
- गरल सुधा रिपु करय मिताई। गोपद सिंधु अनल सितलाई।।
- ભાવાર્થ – કાર્ય સફળ થશે.
ચોપાઈ-૮
- बरुन कुबेर सुरेस समीरा। रन सनमुख धरि काह न धीरा।।
- ભાવાર્થ – સંદેહ છે.
ચોપાઈ-૯
- सुफल मनोरथ होहुँ तुम्हारे। राम लखनु सुनि भए सुखारे।।
- ભાવાર્થ – કાર્ય સિદ્ધ થશે.
આવી રીતે પસંદ કરો અક્ષરને
શ્રીરામ શલાકા પ્રશ્નાવલી નો પ્રયોગ કરવો ખુબ જ સરળ છે. તમે તમારી આંખો બંધ કરીને ભગવાન શ્રીરામનું નામ લઈને તમારા મનમાં તે પ્રશ્ન બોલો જેનો જવાબ તમારે જોઈતો હોય. ત્યારબાદ ચાર્ટમાં આપેલ આ કોઈપણ એક અક્ષર પર હાથ રાખો અને તે અક્ષર દ્વારા આપેલી ચોપાઈના આધારે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે.
આ વાતોનું ધ્યાન રાખવું
- શ્રીરામ શલાકા પ્રશ્નાવલી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી આનો પ્રયોગ સાચા મનથી કરવો અને પ્રયોગ કરતાં સમયે ભગવાન શ્રીરામનું નામ જરૂરથી લેવું.
- તમને જે પ્રશ્નનો જવાબ મળી જાય અને તે કાર્ય સફળ થાય તો ત્યારબાદ ભગવાન શ્રીરામ ને અને હનુમાનજીને ભોગ ચઢાવવો તે ઉપરાંત તમે હનુમાનજીને સિંદૂર અને ચોલા ચઢાવી શકો છો.
- કાર્ય સફળ થયા પછી તમે ગરીબ લોકોને ભોજન પણ કરાવી શકો છો.
- એક દિવસમાં ત્રણથી વધુ સવાલ ના પૂછવા.