શ્રાવણ મહિનાના ચોથા સોમવારે ભગવાન શિવજી કરશે તમારું ભાગ્યોદય, પણ જાણો કેવી રીતે

0
512
views

કુંડળીમાં પિતૃદોષનો યોગ ત્યારે રચાય છે જ્યારે કુંડળીનો ત્રીજો ચોથો પાંચમો સાતમો આઠમો નવમો અને દસમો ઘર સૂર્ય ગુરુ શનિ રાહુ અને  કેતુથી પીડિત હોય છે. જો રાહુ પાંચમાં ગૃહમાં બેઠા હોય, તો આવી પરિસ્થિતિ હેઠળ કુંડળીમાં પિતૃદોષની રચના થાય છે અને વ્યક્તિનું ભાગ્ય વધતું નથી. લાયકાત અને સખત મહેનત પછી પણ, તે વ્યક્તિના જીવનમાં સફળતા તેને  પ્રાપ્ત થઈ શકતી નથી, તે દરરોજ કોઈ ને કોઈ નવી સમસ્યાથી ઘેરાયેલા રહે છે.

ઉપાય

 • વહેલી સવારે ઉઠી સુર્ય નમસ્કાર ની અદાત કેળવો.
 • સવારે  લાલ ચંદનની માળાથી ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવો.
 • તમારી આવકમાંથી થોડું પણ દાન કરો
 • ભગવાન શિવના ૐ નમ : શિવાય મંત્રનો જાપ કરવો.

 • કુંડળીનો કેન્ડ્રુમ યોગ પણ ભાગ્ય ની વૃદ્ધિ માં અડચણ કરે છે
 • કુંડળીમાં ચંદ્ર બુધ અને શુક્ર જેવો કોઈ શુભ ગ્રહ જો બીજા અને બારમાં ઘર માં ના હોઈ તો કેન્ડ્રુમ યોગ સર્જાઈ છે.
 • કેન્ડ્રુમયોગ ને કારણે એ વ્યક્તિ કેટલ પણ મેહનત કરે પણ તે આગળ નથી આવી શકતો.
 • તે વ્યક્તિએ ગમે એટલા શ્રીમંત ઘરમાં જન્મ કેમ ના  લીધો હોય તે ધીમે ધીમે ગરીબ થતો જાય છે.

ઉકેલ

 • દરેક પૂર્ણિમાંનું વ્રત કરવું અને ૐ સોમ સોમય નમઃ મંત્ર નો જાપ કરવો.
 • શુક્લ પક્ષ સોમવાર ના દિવસેભગવાન શિવને દૂધ, દહીં, ઘી,અને મધ ખાંડ સ્નાન કરાવું.
 • જરૂરિયાત મંદ લોકોને ચોખા,દહીં અને સફેદ કપડા વગેરેનું દાન કરવું.
 • વિષ યોગ ને લોધે પણ આવી શકે છે ભાગ્યોદય માં અડચણ. કુંડળીમાં ચંદ્ર અને શનિ અથડાય અથવા તો ચંદ્ર અને શનિ ની દ્રષ્ટિ પણ એકબીજા પર પડે તો માણસ ની કુંડળીમાં વિષ યોગ બંને છે. જેને લીધે તેઓએ ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.

 • આ યોગની આડઅસર ના લીધે વ્યક્તિનું ભાગ્ય વધી શકતું નથી. એના કાર્યક્ષેત્રમાં ખૂબજ અસ્થિરતા આવે છે, લગ્ન જીવનમાં વિલંબ થાય છે અને પૈસાની પરિસ્થિતિ પણ દિવસે દિવસે વિકટ બને છે.
 • આ યોગ ને ઘટાડવા માટેદર સોમવારે અને શનિવારે ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો.
 • ભગવાન શિવને સફેદ મીઠાઈઓ અર્પણ કરો અને જરૂરિયાત મંદ બાળકોને અર્પણ કરો.
 • સાંજ પછી રૂદ્રાક્ષની માળા થી નીલકંઠાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરવા.

શ્રાવણ માસના ચોથા સોમવારે થશે આપનો ભાગ્યોદય

 • શ્રાવણ મહિનાના ચોથા સોમવારે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરવા.
 • ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવનો ફોટો અથવા ચિત્ર રાખીને  ગાયના ઘીનો દીવો પ્રગટાવો.
 • સફેદ ફળ અને ફૂલ  અને મીઠાઇથી ભગવાન શિવની પૂજા કરો.
 • કુશાનાં આસન પર બેસી મનની ઇચ્છા બોલી રહ્યા હોય ત્યારે શિવાષ્ટકનો પાઠ કરવો અને મીઠાઇ ધરાવી.
 • પૂર્ણ થયા પછી પરિવારના બધા સભ્યોને પ્રસાદ આપવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here