શ્રાવણ મહિનામાં ના કરવી જોઈએ આટલી ભુલો, ભોળાનાથ તમારા પર થઈ શકે છે ક્રોધિત

0
630
views

શ્રાવણ મહિના ને હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રાવણ ના દરેક સોમવાર ને ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી ની પુજા અર્ચના કરવાથી સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી પૃથ્વી પર બિરાજમાન થાય છે. આ જ કારણથી શ્રાવણ મહિનાના સોમવાર ના દિવસે ભગવાન ભોળાનાથ ની વિશેષ પુજા અર્ચના કરવામાં આવે છે.

શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. ભક્તો શ્રાવણ મહિનાની ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનો આવતા જ શિવ ભક્તોની અંદર ઉમંગ ની લહેર દોડવા લાગે છે અને ચારેય બાજુ બમ બમ ભોલે ના નારા સંભળાવા લાગે છે. શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ નો અભિષેક કરવો ખુબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. જે શિવ ભક્ત શ્રાવણ મહિનાના સોમવારે સાચા મન થી શિવજી ની પુજા અર્ચના કરે છે તેમની ઈચ્છા ભગવાન ભોળાનાથ અવશ્ય પુરી કરે છે.

  • શ્રાવણ મહિનામાં સૌથી વધારે જરૂરી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કાળા રંગના કપડા પહેરીને ક્યારેય પણ શિવલિંગ પર જળ અભિષેક ના કરવો જોઈએ.
  • કારણકે જ્યોતિષ શાસ્ત્ર માં કાળા રંગના કપડા પહેરીને શિવલિંગ પર જળ અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે.
  • શિવલિંગ ની પુજા દરમ્યાન તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે પુજા માં તુલસી ના પાન અર્પિત ના કરવા જોઈએ.  શાસ્ત્ર માં તેને વર્જિત માનવામાં આવે છે.
  • જો તમે શિવલિંગ ની પુજા કરી રહ્યા છો તો ભૂલ થી પણ તમારે સિંદુર, તલ કે હળદર અર્પિત કરવા ના જોઈએ. તેનાથી ભોળાનાથ તમારાથી નારાજ થઈ શકે છે.
  • શ્રાવણ મહિનાના સોમવાર ને શાસ્ત્રમાં મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરીને શિવ ભક્ત પોતાની મનોકામના પૂરી કરે છે. શ્રાવણ મહિનામાં આપણે એક વાત નું ધ્યાન રાખવું જોઈએ કે શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિને ખોટા કે ખરાબ શબ્દો ના કહેવા જોઈએ અને કોઈ વ્યક્તિ માટે આપણા મન માં ખરાબ વિચારો રાખવા જોઈએ.

ભગવાન શિવજી બધા જ દેવતાઓમાં સૌથી દયાળુ અને ખુબ જ જલ્દી થી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિની મન પવિત્ર છે અને તે વ્યક્તિ દ્વારા માંગવામાં આવેલી પ્રાથના પવિત્ર છે તો ભગવાન ભોળાનાથ તેની દરેક મનોકામના અવશ્ય પુરી કરે છે. ઉપર જણાવેલી થોડી જરૂરી બાબતો બતાવી છે તેને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો ભગવાન ભોળાનાથ ની કૃપા દૃષ્ટિ તમારા પર હમેશાં બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here