શ્રાવણ માહિનામાં ખરીદો આ ૫ વસ્તુઓ, જીવનભર રહેશે બરકત, ખુલી જશે સફળતાનો રસ્તો

0
483
views

આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથ નો મહિનો કહેવામાં આવે છે. ત્યારે સૌ કોઈ ભોળાનાથ ને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતે પ્રાથના કરે છે. ઘણા લોકો શ્રાવણ મહિનાનો સોમવાર પણ રહેતા હોય છે. ભગવાન ભોળાનાથ ને પ્રસન્ન કરવા માટે આ મહિનો શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ સ્વર્ગ પર થી ધરતી પર ભ્રમણ કરવા આવે છે. તેથી જો તમે પણ ચાહો છો કે ભગવાન શિવજી તમારા ઘરે પધારે તો આ શ્રાવણ મહિનામાં એવી વસ્તુ તમારા ઘરે લઈ આવો જેનાથી ભગવાન શિવજી તમારા ઘરે પધારે અને તમને સારું ભાગ્ય, ધન, તરક્કી અને બીજા પણ ઘણા લાભ આપીને જાય.

ચંદન

શ્રાવણ મહિનામાં ચંદન ખરીદીને શિવજી ને લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ચંદનની અંદર એક પોઝિટિવ એનર્જી હોય છે. તેને શિવલિંગ અથવા ભોળાનાથ ની પ્રતિમા ઉપર લગાવવાથી એક સકારાત્મક એનર્જી મળે છે. તેને ઘરમાં રાખવાથી નેગેટિવ એનર્જી દુર થઇ જાય છે. તેથી એક શાંત અને પોઝિટિવ વાતાવરણ જોઇને શિવજી તમારા ઘરે પધારશે. તેની સાથે તમારી બધી જ મનોકામના પુર્ણ થઈ જાય છે.

સોના-ચાંદી

શ્રાવણ મહિનામાં સોના ચાંદી ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં જો તમે સોનું અથવા ચાંદી ખરીદીને તેને શિવજી પાસે રાખીને પુજા પાઠ કરો છો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની ખોટ નથી પડતી. તમે જ્યારે પણ તેને ખરીદો ત્યારે શિવ પુજા ના સમયે તેની પાસે રાખી દો. પુજા પુરી થાય બાદ તમે તેને ઘરની તિજોરીમાં રાખી શકો છો. તેનાથી તમારા ઘરની આવક વધતી જશે.

ભગવા વસ્ત્ર

શ્રાવણ મહિનામાં ભગવા રંગના કપડા ખરીદવા થી પણ ઘણો ફાયદો થાય છે. તે રંગ શિવજી ને ખુબ જ પસંદ છે. જ્યારે તમે આ રંગના કપડાં પહેરીને ભગવાન શિવજી ની પુજા કરો છે તો ભગવાન તમારી પ્રાથના જલ્દી સાંભળી લે છે. આ સિવાય પણ આ રંગના કપડાં શ્રાવણ મહિનામાં પહેરવા પણ ઘણું જ શુભ માનવામાં આવે છે. આ રંગના કપડાં આ મહિનામાં પહેરીને તમે કઈ પણ સારું કામ કરો છો તો તેમાં સફળતા મળવાના ચાન્સ ખુબ જ વધી જાય છે.

શિવજીની પ્રતિમા

જો તમારા ઘરમાં શિવજી ની શિવલિંગ નથી તો શ્રાવણ મહિનામાં તમે જરૂર ખરીદી લો. કારણકે તેને ખરીદવાનો સમય શ્રાવણ મહિનાથી સારો સમય બીજો કોઈ ના હોય શકે. પરંતુ જો તમારા ઘરમાં પહેલેથી જ શિવલિંગ છે તો તમે ના ખરીદી શકો. કારણકે એક જ મંદિરમાં એક જ જગ્યાએ તમે બે શિવલિંગ ના રાખી શકો. જો તમે ચાહો તો શિવજી ની મૂર્તિ ખરીદી શકો છો. તેને તમે ઘર, ઓફિસ, દુકાન અથવા કાર માં પણ લગાવી શકો છો.

ગાય

જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે નંદી શિવજી નું વાહન છે. તેથી આ મહિનામાં ગાય નો ફોટો અથવા તેની મૂર્તિ પણ ખરીદી શકો છો. તે ભાગ્ય ની નિશાની માનવામાં આવે છે અને તેનાથી તમારા દુશ્મન પણ દૂર રહે છે. જો તમારા ઘરે જગ્યા હોય તો તમે અસલી ગાય પણ ખરીદી શકો છો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો તેને બધા સાથે શેર કરો જેથી બીજા લોકો પણ લાભ લઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here